સુરતના હજીરાની એક કંપનીમાં આગ, દાઝી જવાને કારણે 4 કર્મચારીઓના મોત, પાંચથી વધુને ઈજા

સુરતના હજીરામાં આગની ઘટના સામે આવી છે. અહીં એએમએનએસ કંપનીમાં આગ લાગતા ચાર લોકોના મોત થયા છે. હજીરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. 

સુરતના હજીરાની એક કંપનીમાં આગ, દાઝી જવાને કારણે 4 કર્મચારીઓના મોત, પાંચથી વધુને ઈજા

પ્રશાંત ઢીવરે, સુરતઃ વર્ષ 2024ના છેલ્લા દિવસે રાજ્યમાં વધુ એક આગની ઘટના બની છે. સુરતના હજીરામાં ભીષણ આગ લાગવાને કારણે ચાર લોકોના મોત થયા છે, જ્યારે 6 લોકો દાઝી જતાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગત અનુસાર સુરતના હજીરા ખાતે આવેલી AMNS કંપનીના કોરેક્સ-2 પ્લાન્ટમાં ભયાકન આગ લાગી હતી. આ દુર્ઘટનામાં ત્યાં કામ કરતા ચાર કર્મચારીના મોત થયા છે, મોતનો આંકડો વધી શકે છે.

અત્યાર સુધી પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે સુરતના હજીરામાં આવેલી AMNS કંપનીમાં આજે સાંજે અચાનક આગ લાગી હતી. આ આગ કોરેક્સ-2 પ્લાન્ટમાં લાગી હતી. આ પ્લાન્ટમાં લિક્વિડ મેટલ બનાવવાનું કામ થાય છે. આ આગ લીફ્ટ સુધી પહોંચી ગઈ હતી. જેથી લીફ્ટમાં ફચાયેલા ચાર લોકોના દાઝી જવાને કારણે મોત થયા હતા. જ્યારે પાંચથી છ લોકોને ઈજા પહોંચી છે જેને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતા હજીરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

— Zee 24 Kalak (@Zee24Kalak) December 31, 2024

આ ચાર કર્મચારીઓના મોત
પ્રાપ્ત વિગત અનુસાર કંપનીમાં કામ કરતા સંદીપ પટેલ, ધવલ પટેલ, જીગ્નેશ પારેખ અને ગણેશ બુદ્ધ નામના વ્યક્તિઓના મોત થયા છે. ચારેય વ્યક્તિઓ એએમએનએસ કંપનીમાં ફરજ બજાવતા હતા. આગને કારણે ચારેય લોકોના મોત થયાનું અમુમાન છે. ત્રણ લોકોના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news