'વિકાસના કામો સમયસર પૂરા થઇ રહ્યા નથી' પૂર્વ કેબિનેટ મંત્રીએ આક્ષેપ કરતા ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ

કુંવરજી બાવળિયાએ ગ્રામ્ય વિસ્તારમાં કામ થતા ન હોવાની રજૂઆત કરી હતી. તેમણે ઉમેર્યું કે PIU દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં કામ સમયસર પૂર્ણ કરવામાં આવતા ન હોવાનું જણાવ્યું છે. પેટા કોન્ટ્રાકટ આપવામાં આવતા હોવાથી કામગીરી પૂર્ણ થવામાં વાર લાગે છે.

'વિકાસના કામો સમયસર પૂરા થઇ રહ્યા નથી' પૂર્વ કેબિનેટ મંત્રીએ આક્ષેપ કરતા ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ

ગૌરવ દવે/રાજકોટ: પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ વિકાસના કામો સમયસર પૂરા થઇ રહ્યા નથી તેવો આક્ષેપ લગાવતા ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે. મુખ્ય કોન્ટ્રાક્ટરને કામ લઇને પેટા કોન્ટ્રાક્ટરને કામ સોંપે છે. પેટા કોન્ટ્રાક્ટર સમયસર કામ પૂર્ણ કરતા નથી. જેના કારણે વિકાસના કામો અટકે છે. ડીડીઓને કુંવરજી બાવળિયાએ કરી ટકોર વિકાસના કામો સમયસર પૂરા થાય તેની તકેદારી કરશે.

કુંવરજી બાવળિયાએ ગ્રામ્ય વિસ્તારમાં કામ થતા ન હોવાની રજૂઆત કરી હતી. તેમણે ઉમેર્યું કે PIU દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં કામ સમયસર પૂર્ણ કરવામાં આવતા ન હોવાનું જણાવ્યું છે. પેટા કોન્ટ્રાકટ આપવામાં આવતા હોવાથી કામગીરી પૂર્ણ થવામાં વાર લાગે છે. અગાઉ પણ કુંવરજી બાવળિયાએ 40 જેટલા પ્રશ્નો પૂછતાં ફરિયાદ સમિતિની બેઠક ત્રણ વખત રદ્દ થઈ ચૂકી છે.

મહેશ સવાણીનું પણ ચોંકાવનારું નિવેદન; શું તમે BJPમાં જોડાશો? જવાબ સાંભળીને...

મહત્વનું છે કે આજની સામાન્ય સભામાં રાજકીય દાવપેચ જોવા મળ્યા હતા. આજની સામાન્ય સભામાં 15માં નાણાંપંચની ગ્રાન્ટ ફાળવણી બાબતે સાશકો દ્વારા રાજકીય રીતે ફાળવણી કરી હોવાનો વિપક્ષના નેતાએ આક્ષેપ લગાવ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ભાજપના સભ્યો વાળી બેઠકના વિસ્તારમાં ગ્રાન્ટ વધુ ફાળવવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે ગ્રામ પંચાયતની ચૂંટણીની આચારસંહિતા પૂર્ણ થયા બાદ આજે રાજકોટ જીલ્લા પંચાયતની સામાન્ય સભા મળી હતી. જેમાં જિલ્લા પંચાયતના બે નવા ચૂંટાયેલા સભ્યો માટે પ્રથમ સામાન્ય સભા હતી. આજે નાણાપંચ અને કામોની ફાળવણી સહિતના મુદ્દે ચર્ચા વિચારણા થઈ હતી. જ્યાં એજન્ડામાં કુલ 12 દરખાસ્તો મુકવામાં આવી હતી. સામાન્ય સભા પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા ક્વોરન્ટાઇન પિરિયડ પૂર્ણ કર્યા બાદ હાજર રહ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news