ભાટ ગામે સાબરમતી નદીમાં ડૂબી જતા અમદાવાદના ત્રણ યુવકોના મોત

હજુ એક યુવકની શોધખોળ ચાલુ છે. 

 ભાટ ગામે સાબરમતી નદીમાં ડૂબી જતા અમદાવાદના ત્રણ યુવકોના મોત

અમદાવાદઃ ગાંધીનગરના ભાટ ખાતે અમદાવાદના ચાર યુવકો ડૂબી ગયા છે. જેમાંથી ત્રણ યુવકોના મૃતદેહો બહાર કાઢી લેવામાં આવ્યા છે. આ તમામ યુવકો અમદાવાદના રહેવાશી છે. 

આ ચારેય યુવાનો ભાટ ગામ પાસે આવેલી સાબરમતી નદીમાં ડૂબી ગયા બતા. ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ત્રણ લોકોની લાશ બહાર કાઢવામાં આવી હતી. 

યુવકો કેમ કરતા ડૂબી ગયા છે તેની માહિતી હજુ સુધી મળી નથી. યુવકો ન્હાવા ગયા હોય અને ડૂબી ગયા હોય તેમ માનવામાં આવી રહ્યું છે. હજુ એક યુવકની શોધખોળ ફાયરવિભાગ કરી રહ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news