મોત

વડોદરામાં 3 લિફ્ટમાં કર્મચારીનું માથુ ફસાઇ જતા મોત, લોહીના ફુવારા ઉડ્યા

ખંડેરાવ માર્કેટ પાસે આવેલી 3 માળની આર.આર ફ્રૂટ્સ નામની જથ્થાબંધ ફ્રૂટની દુકાનમાં નોકરી કરતો કર્મચારી દુકાનમાં આવેલી લિફ્ટમાં ફસાઇ જતા મોત નિપજ્યું હતું. આ બનાવની જાણ પરિવારને થતા મૃતદેહને લઇ ઘરે પહોંચી ગયા હતા. જો કે પોલીસે કાર્યવાહી કરવા માટે મૃતદેહ લેવાની તજવીજ હાથ ધરી છે. લિફ્ટમાં ફસાયેલા યુવાનનું માથુ ફસાઇ જતા અવાજ આવ્યો હતો. જેના કારણે માલિક અને કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હતી. આ દોડધામ CCTV માં કેદ થઇ ગઇ હતી. 

Feb 27, 2021, 11:23 PM IST

ટાંકી સાફ કરવા ઉતરેલા 2 મજુરોના ગૂંગળામણના લીધે મોત

અમદાવાદના સુએજ ફાર્મ રોડ પાસે આવેલા ગુલાબનગરમાં હાજી વોશ કંપનીમાં કામ કરતા બે મજૂરોના કરુણ મોત નિપજ્યા હતા. વોશિંગ કંપનીમાં કામ કરતા બન્ને મજૂરો ટાંકીમાં સફાઈ કરવા ઉતરેલા બે મજૂરોના ગૂંગળામણના  કારણે મોત થયા હોવાનું પોલીસનું માનવું છે. જેમાંથી ટાંકીમાં ઉતરેલા હરિકિશન રાવત અને મલખાન નામના વ્યક્તિઓ ઘણા સમય સુધી ટાંકીમાંથી બહાર ન આવતા તપાસ કરતા તેઓ બેભાન હાલતમાં ટાંકીમાં પડ્યા હતા.

Nov 28, 2020, 08:23 PM IST

Corona Update: 24 કલાકમાં 1598 લોકો થયા કોરોના સંક્રમિત, 15ના મોત

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નો કરી રહી છે. આજે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1598 નવા કેસ નોંધાયા છે. તો છેલ્લા 24 કલાકમાં વધુ 15 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

Nov 28, 2020, 07:28 PM IST

એક્સપર્ટે કહ્યું, શોર્ટ સર્કિટથી આગ લાગતી હોવાના દાવા ખોટા, જાણો આગ લાગવાનું મુખ્ય કારણ

ગુજરાતની હોસ્પિટલમાં ફરી એકવાર આગ (fire)લાગવાની ઘટના સર્જાઇ છે. ઓગસ્ટથી અત્યાર સુધી ગુજરાતના ગુજરાતની હોસ્પિટલમાં આગ લાગવાની ચોથી ઘટના છે. રાજકોટના આનંદ બંગલા ચોક નજીક ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગી હતી. જેમાં 5 લોકોના મોત થયા છે. ICU વોર્ડમાં 11 પૈકી 6 દર્દીને બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે કે 5 દર્દી આગમાં ભડથુ થયા હતા. 

Nov 27, 2020, 05:00 PM IST

સુરત: કેનાલમાં ટ્રેક્ટર પલટી જતા દટાયેલા બે વ્યક્તિનાં ઘટના સ્થળે જ મોત

શહેરના કનાજ રોડ પર એક ટ્રેક્ટર અકસ્માતે પલટી મારી ગયું હતું. જેના પગલે ટ્રેકટરમાં બેઠેલા એક પુરૂષ અને મહિલાનું દબાઇ જવાના કારણે મોત નિપજ્યું હતુ. હાલ બંન્નેના પરિવારજનોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. લાંબી જહેમત બાદ બંન્નેના મૃતદેહો મળી આવ્યા હતા. 

Nov 22, 2020, 07:50 PM IST

Corona થી ડરો! દિલ્હીના સ્મશાન ઘાટ પર અંતિમ સંસ્કાર માટે વેટિંગ, 15 દિવસમાં આટલા મોત

દેશમાં કોરોના વાયરસ (Coronavirus)ના કેસ ઝડપથી વધી રહ્યા છે. તો બીજી તરફ કોવિડ 19 (COVID-19)મહામારીથી મરનારાઓનો આંકડો હવે 1.32 લાખ સુધી પહોંચી ગયો છે. દેશમાં કોરોનાથી મૃત્યું દર (Death Rate) 1.47 ટકાની આસપાસ છે. 

Nov 21, 2020, 05:50 PM IST

નડિયાદમાં આખલાની અડફેટે એક વ્યક્તિનું મોત, શહેરની ગલીઓમાં નાસભાગ કરતા લોકોમાં ગભરાટ

નડિયાદ શહેરમાં આખલો ગાંડો થતા ચકચાર મચી છે. શહેરના કૃષ્ણ જીવન સોસાયટી બહાર ચાલતા જઇ રહેલા 47 વર્ષીય વ્યક્તિ અમરીશભાઈ જયદેવલાલ ગાંધીને આખલાએ અડફેટે લેતા તેઓનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું

Nov 18, 2020, 10:45 PM IST

બંગાળી અભિનેતા Soumitra Chatterjee નું નિધન, લાંબા સમયથી હતા બિમાર

જાણિતા બંગાળી અભિનેતા સૌમિત્ર ચેટર્જીનું લાંબી બિમારીના લીધે નિધન થયું છે. 85 વર્ષની ઉંમરમાં તેમણે દુનિયાને અલવિદા કહ્યું છે. તેમણે કલકત્તાના એક પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સૌમિત્ર ચેટર્જીની સારવાર કરી રહેલા ડોક્ટર્સની ટીમે આ જાણકારી આપી હતી. સૌમિત્ર ચેટર્જીને દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 

Nov 15, 2020, 02:10 PM IST

કેનેડામાં બિલ્ડિંગથી કૂદીને હૈદ્રાબાદના વિદ્યાર્થીનું મોત, પરિવારે સરકારને કરી આ અપીલ

કેનેડા (Canada)ના ટોરેન્ટોમાં એક ઉંચી બિલ્ડીંગ પરથી કૂદીને હૈદ્રાબાદ (Hyderabad)ના એક 19 વર્ષીય વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે.

Nov 10, 2020, 05:30 PM IST

ધરમ કરતાં ધાડ પડી, ઝઘડો શાંત કરવા વચ્ચે પડેલા યુવકને મળ્યું મોત

અમદાવાદના શાહપુરમાં ઝગડામાં છૂટા પાડનાર યુવક પર આરોપીઓએ છરી વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી નાખ્યો હતો. શાહપુર પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. 

Nov 1, 2020, 12:59 PM IST

બ્લાસ્ટ સાથે બે ઘરોમાં લાગી ભીષણ આગ, 3ના મોત, 4 ઘાયલ

આગરા પોલીસ શાહગંજ વિસ્તારમાં આઝમપાડામાં બ્લાસ્ટ સાથે બે ઘરોમાં ભીષણ આગ લાગી ગઇ છે. જાણકારી અનુસાર આગની બ્લાસ્ટનો અવાજ ઘણા કિલોમીટર સુધી સંભળાયો હતો.

Oct 18, 2020, 05:27 PM IST

સબંધોનું ખૂન: રાજકોટમાં પુત્ર જ બન્યો પોતાના પિતાનો કાળ, જાણો શા માટે કરી હત્યા

રાજકોટમાં સબંધોનું થયું છે ખૂન. જનેતાના જીવને બચાવવા માટે એક પુત્ર પોતાના જ પિતાનો કાળ બની ગયો. પોલીસે હત્યારા પુત્રને ગણતરીની કલાકોમાં પકડી પાડ્યો છે. રાજકોટના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા શિવાજીનગર વિસ્તારમાં પુત્રએ પિતાની હત્યા કરી નાખી

Oct 7, 2020, 08:22 PM IST
3 Floors Building Collapsed In Vadodara PT6M55S

વડોદરામાં 3 માળની નવ નિર્મિત ઇમારત ધરાશાયી

Three Persons Died After An Under Construction Building Collapsed In Vadodara

Sep 29, 2020, 09:50 AM IST

ડોક્ટરના અનુસાર સુશાંતના ફોટા ગળું દબાવવાથી મોતનો ઇશારો કરે છે: વકીલનો દાવો

તેમણે કહ્યું કે 'એમ્સની ટીમનો ભાગ રહેલા ડોક્ટરે મને ખૂબ પહેલાં જણાવ્યું હતું કે મેં તેમને જે ફોટા મોકલ્યા હતા, તે 200 ટકા આ વાત તરફ ઇશારો કરે છે કે આ ગળું બતાવવાથી મોત થયું હતું, આત્મહત્યા નથી.

Sep 25, 2020, 10:55 PM IST

Gujarat Corona Update: 1332 નવા કેસ, 1415 દર્દી સાજા થયા તો 15 લોકોનાં મોત

રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. આજે 1332 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 1415 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે.

Sep 10, 2020, 08:05 PM IST

સુરતમાં ગેસ ગળતર: સેફ્ટી અભાવે ગુંગળાઇ જતાં મજૂરનું મોત, કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ નોંધાઇ શકે છે ગુનો

ફાયર વિભાગે બંનેનુ રેસ્કયું કરી બહાર કાઢી 108 મારફતે નવી સીવીલ હોસ્પિટલ ખાતે લઇ જવામા આવ્યા હતા. જ્યા સારવાર દરમિયાન મોમસીંગભાઇનુ કરુણ મોત નીપજ્યું હતું. 

Sep 7, 2020, 07:05 PM IST

ગુજરાતી ગાયક કલાકારનું લંડનમાં મોત, પરિવાર પર તૂટ્યું આભ, ચાહકો શોકમાં

ગુજરાતી યુવકનું લંડનમાં મોત થયું છે. લંડનના પ્રખ્યાત ગાયક કલાકાર વિજય ગઢવીનું કોરોનાના સંક્રમણથી અવસાન થયું છે. વિજય ગઢવીના અવસાનથી પરિવાર પર આભ તૂટ્યું છે, ચાહકોમાં પણ શોકની લાગણી પ્રસરી ગઇ છે. ત્યારે વિદેશમાં સ્થાયી થયેલા આશાસ્પદ યુવકનો કોરોનાએ ભોગ લીધો છે.

Sep 7, 2020, 10:38 AM IST

વલસાડના પારડી તાલુકામાં વીજ કરંટ લાગતા એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત

ઘરમાં લાઇટ ચાલુ કરવા સમયે કરંટ લાગતા માતા-પિતા અને પુત્રનું ઘટનાસ્થળે મોત થયું છે. 

Aug 17, 2020, 03:07 PM IST