ગોંડલ માર્કેટયાર્ડમાં ડુંગળીની અઢળક આવક, 5 કિલોમીટર લાંબી લાઇન લાગી

સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટ યાર્ડ ડુંગળીની આવકથી ઉભરાઇ રહ્યું છે. માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલ રાતથી વાહનો ની 4 થી 5 કિલોમીટર લાંબી લાઈનો લાગી ગઈ હતી. જે રાત્રીના 12 વાગ્યે આવક શરૂ કરતાં અંદાજે 1 લાખ ડુંગળીના કટ્ટાની આવક થઇ છે. જેમાં લાલ ડુંગળીના 80 થી 90 હજાર કટા તેમજ સફેદ ડુંગળીના 10 થી 12 હજાર કટાની આવક થઇ છે. 
ગોંડલ માર્કેટયાર્ડમાં ડુંગળીની અઢળક આવક, 5 કિલોમીટર લાંબી લાઇન લાગી

રાજકોટ : સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટ યાર્ડ ડુંગળીની આવકથી ઉભરાઇ રહ્યું છે. માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલ રાતથી વાહનો ની 4 થી 5 કિલોમીટર લાંબી લાઈનો લાગી ગઈ હતી. જે રાત્રીના 12 વાગ્યે આવક શરૂ કરતાં અંદાજે 1 લાખ ડુંગળીના કટ્ટાની આવક થઇ છે. જેમાં લાલ ડુંગળીના 80 થી 90 હજાર કટા તેમજ સફેદ ડુંગળીના 10 થી 12 હજાર કટાની આવક થઇ છે. 

લાલ ડુંગળી 20 કિલો ના ભાવ રૂપિયા 100 થી 700 સુધીના બોલાયા હતા. બીજી તરફ સફેદ ડુંગળી ના 20 કિલોના ભાવ રૂપિયા 130 થી લઈને 340 સુધીના બોલાયા હતા. ગોંડલ માર્કેટિંગ યાર્ડ ડુંગળીની આવકથી ઉભરાતા હાલ યાર્ડના સત્તાધીશો દ્વારા ડુંગળીની આવક બંધ કરવામાં આવી હતી. ગોંડલ માર્કેટયાર્ડમાં સૌરાષ્ટ્ર ગુજરાત, મહારાષ્ટ્ર, યુપી, બિહાર, રાજસ્થાન, દિલ્હી, સહિત ના અલગ અલગ 15 થી વધુ રાજ્યના વેપારીઓ ડુંગળી ની ખરીદી માટે ગોંડલ માર્કેટયાર્ડ ખાતે આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news