farm

Patan: હવે ભારે વરસાદે ખેડૂતોની મુશ્કેલી વધારી, ખેતરમાં ઉભેલા પાકને થયું નુકસાન

ચોમાસું પાક વાવેતર સમયે પ્રથમ વરસાદ થતાં ખેડૂતોએ મોટા પ્રમાણમાં પાક વાવેતર કર્યું પણ ત્યાર બાદ દોઢથી બે મહિના વરસાદ ખેંચાતા વાવેલ પાક બચાવવા માટે મોટા ખર્ચાઓ કર્યા પણ ત્યાર બાદ પાછોતરો વરસાદ મન મૂકીને વરસતા ઉભા પાકને ભારે નુકશાની થવા પામી છે.

Sep 29, 2021, 04:01 PM IST

Small Business: માત્ર 20 હજારથી શરૂ કરો આ બિઝનેસ, મહિને થશે 3 લાખની કમાણી, સરકાર પણ આપે છે સબ્સિડી

આજે અમે તમને આવા એક આઈડિયા વિશે માહિતી આપી રહ્યાં છીએ, જેમાં તમે ઓછા રોકાણથી સારી કમાણી કરી શકો છો. તે માટે તમારે વધુ નહીં માત્ર 20-30 હજારનું રોકાણ કરવું પડશે.
 

Sep 20, 2021, 06:37 PM IST

Porbander: ઘેડ વિસ્તારમાં ડેમ ઓવરફ્લો થતાં ખેતરોમાં ભરાયા પાણી, ખેડૂતોને થયું મોટું નુકસાન

પોરબંદરના ઘેડ પંથકમાં ભાદર, ઓઝત અને મધુવંતી નદીના પાણી ફરી વળતા સમગ્ર વિસ્તાર બેટમા ફેરવાયો છે. ત્યારે ઘેડ વિસ્તારના મુખ્ય દ્વાર સમા પસવારી ગામેથી નીકળતી ભાદર નદી પર બેઠા પુલના કારણે સ્થાનિકો સહિત આસપાસના વિસ્તારના ખેડૂતોને ભારે નુકશાની સહન કરવાનો વારો આવ્યો છે. 

Sep 16, 2021, 09:18 PM IST

Organic farming: જુનાગઢના ખેડૂતોનો નવતર પ્રયોગ, મગફળીની ખેતી માટે કરે છે અનોખા દ્વાવણનો ઉપયોગ, વર્ષે થાય છે મોટી કમાણી

આજકાલ ઓગ્રેનિક ખેતીનો ટ્રેન્ડ વધી રહ્યો છે. ત્યારે જુનાગઢના એક ખેડૂતે પણ ઓર્ગેનિક મગફળીની ખેતીની શરૂઆત કરી છે. તેમણે મગફળીમાં છાંટવા માટે એક અનોખુ દ્વાવણ બનાવ્યું છે. 

Aug 1, 2021, 02:02 PM IST

પાટણમાં ખેતરેથી ઘરે જઇ રહેલા દંપત્તી પર ડમ્પર ફરી વળ્યું, દંપત્તીનાં મોતથી ત્રણ સંતાનો નોધારા બન્યાં

ખેતરેથી ઘરે જતા દંપતી પર ડમ્પર ફરી વળ્યું છે. જેમાં ભાઇની હાજરીમાં બહેન બનેવુ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. જેના પગલે ત્રણ બાળકો નોધારા બન્યા હતા. શુક્રવારે પાટણ જિલ્લાના હારીજ નજીક રોડા ગામના માર્ગ પરથી પુરઝડપે લોડિંગ ડમ્પરે ગફલતભરી રીતે પસાર થઇ રહેલા લોડિંગ ડમ્પર ગાડીના ચાલકે માર્ગ પરથી પસાર થઇ રહેલા દંપત્તીને અડફેટે લીધું હતું. 

Jun 25, 2021, 06:15 PM IST

VALSAD: વૃદ્ધાને 100 વર્ષ લાંબુ જીવન અને ખેતરમાં મબલખ આવકની લાલચ આપી લાખોની ઠગાઇ

એક કહેવત છે કે, લોભીયા હોય ત્યાં ધુતારા ભુખે ન મરે. આધુનિક યુગમાં પણ ભુવા અને તાંત્રીકોના ચક્કરમાં લોકો ફસાય છે અને તેમનો ભોગ બને છે. લાખો રૂપિયાની કિંમતના દાગીના સહિતની મુડી ગુમાવવાનો વારો આવે છે. આવા અનેક કિસ્સા બનવા છતા પણ લોકો ચેતતા નથી. 72 વર્ષનાં એક વૃદ્ધાએ 100 વર્ષ લાંબા દીર્ધાયું જીવન જીવવા અને ખેતીમાં સારી કમાણી કરવાની લાલચે તાંત્રીકની માયાજાળમાં આવી ગયા છે. 

May 25, 2021, 10:06 PM IST

PICS: મોંઘીદાટ દવાઓના બદલે ખેતીમાં છાશનો આ રીતે કરો ઉપયોગ, અઢળક ફાયદા જાણીને દંગ રહી જશો

આમ તો મોટા ભાગના લોકો છાશનો ઉપયોગ ભોજન સાથે કે ગરમીથી રાહત મેળવવા વધુ કરતા હોય છે.પરંતુ છાશ ખેતી માટે પણ ઉપયોગી હોય છે.જંતુનાશના દવાના બદલે છાશના ઉપયોગથી થાય છે અઢળક ફાયદા.

May 8, 2021, 01:18 PM IST

તમારો અવાજ તો કેટલો મીઠો છે તમે કેટલા મીઠા હશો તેમ કહી યુવતીએ ટ્રાન્સપોર્ટરને ખેતરે બોલાવ્યો અને...

ટ્રાન્સપોર્ટનાં વ્યવસાય કરતા એક વ્યક્તિને અજાણ્યો ફોન આવ્યો હતો. યુવતી દ્વારા તેની સાથે પરિચય કેળવીને વાતો કરવાનું શરૂ કર્યું હતું. લગ્ન કરવા માંગતી હોવાથી સારો છોકરો બતાવવા માટે જણાવ્યું હતું. છોકરો ન મળે ત્યાં સુધી તમારીથી કામ ચલાવું તેવું કહીને મોઢેરાનાં એક ખેતરમાં તેને મળવા માટે બોલાવ્યા હતા. અહીં ટ્રાન્સપોર્ટરના ગયા બાદ કેટલાક અજાણ્યા લોકો આવી ગયા હતા અને ટ્રાન્સપોર્ટરને ધમકાવવાનું શરૂ કર્યું હતું. અહીં અમારી યુવતી સાથે શું કરી રહ્યો છે તે અંગે પુછ્યું હતું. હવે તારે 10 લાખ રૂપિયા આપવા પડશે તેમ જણાવ્યું હતું. જો કે આખરે 3 લાખ આપવા જણાવ્યું હતું. 

Feb 15, 2021, 11:03 PM IST

ગોંડલ માર્કેટયાર્ડમાં ડુંગળીની અઢળક આવક, 5 કિલોમીટર લાંબી લાઇન લાગી

સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટ યાર્ડ ડુંગળીની આવકથી ઉભરાઇ રહ્યું છે. માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલ રાતથી વાહનો ની 4 થી 5 કિલોમીટર લાંબી લાઈનો લાગી ગઈ હતી. જે રાત્રીના 12 વાગ્યે આવક શરૂ કરતાં અંદાજે 1 લાખ ડુંગળીના કટ્ટાની આવક થઇ છે. જેમાં લાલ ડુંગળીના 80 થી 90 હજાર કટા તેમજ સફેદ ડુંગળીના 10 થી 12 હજાર કટાની આવક થઇ છે. 

Feb 2, 2021, 11:51 PM IST

કિસાન હિત સાથે રાહુલ ગાંધીને કોઈ લેવા-દેવા નથી, જૂનો વીડિયો શેર કરી નડ્ડાએ ઉઠાવ્યા સવાલ

જેપી નડ્ડાએ એક વીડિયો શેર કરીને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર સવાલ ઉઠાવ્યા છે. મહત્વનું છે કે કિસાન આંદોલન મુદ્દે રાહુલ કેન્દ્ર સરકાર પર આક્રમક છે. 

Dec 27, 2020, 04:42 PM IST

હિંમતનગરમાં પરણિતાએ યુવકને ખેતરમાં બોલાવ્યો કહ્યું, ખેતરમાં મજા કરીશું, બીજા દિવસે મળી લાશ

શહેરના હાજીપુર નજીક કેનાલમાંથી મળેલી અજાણી યુવકની લાશનો ભેદ ઉકેલાયો છે. એક તરફી પ્રેમમાં યુવકની ગળું દબાવી હત્યા કરી નાખી હતી. પોલીસે તપાસ હાથ ધરતા હત્યા કરનારા ત્રણ જણા સામે હત્યાનો ગુનો નોધી ત્રણેય હત્યારાઓને જેલ હવાલે કર્યા છે. સાબરકાંઠાના હિમતનગર તાલુકાના હાજીપુર નજીક હાથમતી કેનાલમાંથી પાંચ દિવસ અગાઉ એક યુવકની લાશ મળી હતી. જેને લઈને એ ડીવીઝન પોલીસે ઘટના સ્થળે આવી અજાણ્યા યુવકની લાશ બહાર કાઢી હિમતનગર સિવિલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. તો બીજી તરફ અકસ્માતે મોતનો ગુનો નોધી વાલીવારસોની શોધખોળ હાથ ધરી હતી.

Nov 8, 2020, 08:40 PM IST

દ. ગુજરાતમાં ભારે વરસાદથી ડાંગરના પાકને મોટા પાયે નુકસાન, ખેડૂતોની મુશ્કેલીમાં વધારો

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં 50 ટકા ડાંગરનો પાક પાણીમાં ગરકાવ થયો છે. ખેતરોમાં વરસાદી પાણી હજી પણ ભરાયેલા છે. જિલ્લામાં 1100 હેકટર જમીનમાં ડાંગર પાકની રોપણી કરવામાં આવી છે.
 

Aug 20, 2020, 05:20 PM IST

બનાસકાંઠા: માસીયાઇ ભાઇ-બહેન વચ્ચે પ્રેમ પાંગર્યો અને પછી બંન્નેએ ખેતરમાં...

ડીસાના કંસારી ગામે ખેતરમાં પ્રેમી યુગલે આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે. આંબાના ઝાડની ડાળીએ ફાંસો ખાઇને બંન્ને યુગલો દ્વારા આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. મૃતક યુવતીનો પરિવાર કંસારી ગામના એક ખેતરમાં ભાગીયા તરીકે ખેત મજૂરી કરતા હોવાનું જાણવા મળ્યું છે. 

May 11, 2020, 06:22 PM IST

થરાદ: યુવતી પાણી પીવા માટે નજીકના ખેતરમાં ઘઇ પરંતુ પાણીના બદલે જે મળ્યું...

યુવતી વાડી વિસ્તારમાં રહેતી હોવાથી દરણું દળાવવા માટે જઇ રહી હતી ત્યારે અચાનક તરસ લાગતા નજીકનાં ખેતરમાં પાણી પીવા માટે ગઇ હતી.

Feb 20, 2020, 10:15 PM IST

ખેતરમાં અચાનક લાગેલી આગમાં 3 બાળકો જીવતા સળગી ગયા

જિલ્લાના રાણાવાવ તાલુકામાં આવેલ હનુમાનગઢ ગામે આગ લાગવાની દૂર્ઘટનામાં ત્રણ બાળકો ભડથુ થઈ જતા પરિવારજનો અને ગામમાં શોકનો માહોલ છવાયો છે. હનુમાનગઢ ગામે વાડી વિસ્તારમાં અંદાજે બપોરે 1 થી 3 વાગ્યા વચ્ચે બનેલી ગોઝારી ઘટના ઘટી હતી. વાડીમાં રહી મજુરી કામ કરીને પોતાના પરિવારોનો ગુજરાન ચલાવતા મધ્યપ્રદેશના મજુર પરિવારોના 7 જેટલા બાળકો આ ઘટના બની ત્યારે વાડીએ ઝુંપડામાં રમી રહ્યા હતા. દરમિયાન પ્રાથમિક માહીતી પ્રમાણે બાળકો દ્વારા ચુલો સળગાવવાનો પ્રયાસ થતા ઝુંપડુ સળગી જતા તેમાં ત્રણ બાળકો આગની ચપેટમાં આવી જતા ઘટના સ્થળે જ તેઓના મોત નિપજ્યા હતા. 

Feb 14, 2020, 09:46 PM IST
Young Man Dead Body Was Found From Farm In Mahesana PT9M

મહેસાણાના દેઉસણાના ખેતરની ઓરડીમાંથી મળી યુવાનની લાશ

મહેસાણાના કડી તાલુકાના દેઉસણા ગામના ખેતરની ઓરડીમાથી યુવાનની લાશ મળી આવી હતી. યુવાનની લાશ પોતાના ખેતરની ઓરડીમા દાટેલી હાલતમા મળી હતી. આસપાસના વિસ્તારમાં દુર્ગંધ આવતા તપાસ કરતા લાશ મળી હતી. મૃતક યુવાન 30 ડિસેમ્બરના રોજથી ગુમ હતો. ઘટનાની જાણ થતાં કડી પોલીસ ઘટના સ્થળે પોહચી ગઇ હતી. FSL, ડોગ સ્કોડ બોલાવી હત્યાની આશંકા સાથે તપાસ હાથ ધરી હતી. મહેસાણા ડીવાયએસપી એલસીબી, એસઓજી ઘટના સ્થળે પહોંચી હતી. પત્ની એજ પતિની હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Jan 5, 2020, 10:30 PM IST

દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ, માવઠાથી ખેડૂતોની માઠી દશા બેઠી

કુદરત જાણે ગુજરાતથી રૂઠી છે અને મેઘરાજાને ગુજરાતની ભુમી છોડવાની ઇચ્છા જ નથી થઇ રહી તેવું લાગી રહ્યું છે. ચોમાસામાં સિઝનનાં કુલ વરસાદ કરતો ડોઢગણો વરસાદ પડી જવા છતા પણ હજી મેઘરાજા ગુજરાત છોડવા નથી માંગતા. ચોમાસુ પુર્ણ થઇને શિયાળો પણ શરૂ થઇ ચુક્યો છે. શિયાળામાં ગુલાબી ઠંડી પડવાની શરૂઆત થઇ રહી છે ત્યારે જ સૌરાષ્ટ્રનાં દરિયા કિનારાના જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. ક્યાંક વરસાદ પડી રહ્યો છે તો ક્યાંય વરસાદી વાતાવરણ સર્જાયું છે. 

Dec 13, 2019, 07:34 PM IST
Water Logging Into Farm After Suddenly leaving Water In Upleta Canal Of Rajkot PT2M58S

રાજકોટની ઉપલેટા કેનાલમાં અચાનક પાણી છોડાતા ખેતરોમાં ઘૂસ્યા પાણી

રાજકોટની ઉપલેટા કેનાલમાં અચાનક પાણી છોડવામાં આવતા ખેડૂતોને નુકશાન થયું છે. કેનલોમાં પુરી સાફ સફાઈ કરવામાં આવી નથી. સાફ સફાઇના અભાવે કચરો કેનાલમાં રહેલો કચરો કેનાલની કુંડીમાં ફસાઈ જતા પાણી કેનાલની બહાર છલકાઈ ગયું હતું. ખેતરોમાં જવાના રસ્તાની ગારીઓમાં તેમજ ખેડૂતોના ખેતરોમાં ઘુસી ગયું હતું. ખેડૂતોએ ઉતારેલ એરંડા પલળીને તણાઈ જતા મોટું નુકશાન થયું હતું.

Dec 9, 2019, 03:55 PM IST
0812 Farmers are powerless in front of the forest department. PT3M55S

વન વિભાગના નિયમો આગળ ખેડૂતો પાંગળા...

વન વિભાગના નિયમો આગળ ખેડૂતો પાંગળા સાબિત થઇ રહ્યા છે. દિપડાને ઇચ્છે તો ખેડૂતો પણ મારી શકે છે પરંતુ વન વિભાગની હેરાનગતિનાં કારણે તેઓ આવું કર શકતા નથી. ઘણા કિસ્સામાં દીપડો ખેડૂતોને નુકસાન પહોંચાડે છતા પણ ખેડૂત સામે પ્રતિકાર કરી શકતા નથી.

Dec 8, 2019, 09:45 PM IST
0712 Farmers in Narmada are helpless because of insurance company PT6M30S

સરકારનાં દબાણ છતા પાક વીમા મુદ્દે ઇન્શ્યોરન્સ કંપનીના ઠાગાઠૈયા...

સરકારનાં દબાણ છતા પાક વીમા મુદ્દે ઇન્શ્યોરન્સ કંપનીના ઠાગાઠૈયા યથાવત્ત. ખેડૂતોની સ્થિતી જેસથે.

Dec 7, 2019, 07:25 PM IST