SURAT: વેપારીએ ઘરકામ કરવા માટે 3 હજારમાં પશ્ચિમ બંગાળમાંથી યુવતીનું અપહરણ કરાવ્યું

સુરતના ઘોડદોડ રોડ વિસ્તારમાં એક કાપડના વેપારીના ઘરે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સેલ (Anti Human Tracking Cell) દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડામાં સુખી સંપન્ને વેપારીના ઘરમાંથી ગોંધી રખાયેલી યુવતી મળી આવી હતી. વેપારીએ આ યુવતીને 3 હજાર રૂપિયામાં ખરીદી હતી. પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ વિંગ પણ બાતમી મળતા દોડતી થઇ હતી. જો કે માનવતા શરમજનક સ્થિતીમાં મુકતા આ કિસ્સામાં બાળકીનું અપહરણ પશ્ચિમ બંગાળથી કરાયું હોવાનું સામે આવ્યું છે. 
SURAT: વેપારીએ ઘરકામ કરવા માટે 3 હજારમાં પશ્ચિમ બંગાળમાંથી યુવતીનું અપહરણ કરાવ્યું

સુરત : સુરતના ઘોડદોડ રોડ વિસ્તારમાં એક કાપડના વેપારીના ઘરે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સેલ (Anti Human Tracking Cell) દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડામાં સુખી સંપન્ને વેપારીના ઘરમાંથી ગોંધી રખાયેલી યુવતી મળી આવી હતી. વેપારીએ આ યુવતીને 3 હજાર રૂપિયામાં ખરીદી હતી. પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ વિંગ પણ બાતમી મળતા દોડતી થઇ હતી. જો કે માનવતા શરમજનક સ્થિતીમાં મુકતા આ કિસ્સામાં બાળકીનું અપહરણ પશ્ચિમ બંગાળથી કરાયું હોવાનું સામે આવ્યું છે. 

કાપડના વેપારીએ ગોંધી રાખેલી યુવતી પશ્ચિમ બંગાળના જલગાઇગુડી જિલ્લાની રહેવાસી છે. 25 જાન્યુઆરીના રોજ પોતાનાં ઘરેથી નિકલી હતી. આ યુવતીને ઘરેથી ફરવાનું કહીને દિલ્હી પહોંચી હતી. દિલ્હીમાં ચૌહાણ બ્રધર્સ પ્લેસમેન્ટ એજન્સીએ આ યુવતીની બહેનપણીએ તેને વેચી દીધી હતી. કાપડના વેપારીઓ ગોંધી રાખેલી યુવતી 18 વર્ષની છે. આ યુવતી પશ્ચિમ બંગાળના જલપાઇગુડી જિલ્લાની રહેવાસી છે.

યુવતીને સુરતના ઘોડદોડ રોડના મેઘરથ એપાર્ટમેન્ટમાં રહેતા કાપડના વેપારી સત્યનારાયણ રાઠીને વેચી દેવાઇ હતી. જો કે દિલ્હીની મિશન મુક્તિ ફાઉન્ડેશનનાં ધ્યારે આ બાબત આવી કે યુવતી સુરતમાં છે. આ એનજીઓ દ્વારા જલપાઇગુડીના જિલ્લા પોલીસ વડાને જાણ કરવામાં આવી હતી. દરમિયાન પશ્ચિમ બંગાળના જલપાઇગુડીના મેટલી પોલીસમથકમાં આ યુવતીના અપહરણનો ગુનો નોંધવામાં આવ્યો છે. આ અપહરણ ગુનાના આધારે પશ્ચિમ બંગાળ પોલીસે સુરત પોલીસને જાણ કરી હતી. 

સુરત પોલીસની એન્ટિ હ્યુમન ટ્રાફિકીંગ વાલિંગ સત્યનારાયણ રાઠીના ઘરે પહોંચી હતી. ગોંધી રખાયેલી બાળકીને મુક્ત કરાવીને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી અપાઇ હતી. વેપારીએ એજન્સીને 3 હજાર રૂપિયા આપી આ યુવતી મંગાવી હતી. ઘરકામ માટે તેને રાખવામાં આવી હતી. યુવતીને તેના કામ બદલ એક રૂપિયો પણ અપાતો નહોતો. આ યુવતીએ પોતે છુટવા માટે એક વીડિયો બનાવ્યો અને પોતાને છોડાવવા માટે આજીજી કરી હતી. જેના પગલે તેને દિલ્હીની એક સંસ્થાની મદદ મળી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news