વિધાનસભાની વાતઃ અહીં કોળી પટેલો નિભાવે છે મહત્વનો રોલ, જાણો લીંબડી બેઠકનું રાજકીય સમીકરણ
Gujarat Assembly Election 2022/વિધાનસભાની વાતઃ સુરેન્દ્રનગરની લીંબડી વિધાનસભા બેઠક પર વર્ષ 2012માં કોંગ્રેસે જીતી હતી. જોકે એક જ વર્ષ પછી યોજાયેલી પેટાચૂંટણીમાં બીજેપીએ આ બેઠક જીતી લીધી હતી. તેના પછી 2017માં આ બેઠક કોંગ્રેસે ફરી જીતી લીધી હતી.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આ વખતે રોમાંચક રહેશે તે નક્કી છે. કેમ કે અત્યારસુધી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ સીધી લડાઈ થતી હતી. પરંતુ આ વખતે આમ આદમી પાર્ટી પણ ચૂંટણીના મેદાનમાં છે. અને જોરશોરથી ઉમેદવારોનો પ્રચાર કરી રહી છે. ખુદ અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ ગુજરાતમાં ખૂણેખૂણા ફરી રહ્યા છે. અને મતદારોને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેની વચ્ચે આજે વાત કરીશું સુરેન્દ્રનગર જિલ્લાની લીંબડી બેઠકની.
લીંબડી બેઠકનો ઈતિહાસ:
લીંબડી બેઠક સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી છે. અત્યાર સુધી બેઠકના ઈતિહાસની વાત કરીએ તો બેઠક પર ઉમેદવારો બદલાતા રહ્યા છે. સૌથી વધારે વખત ભાજપના કિરીટસિંહ રાણા ચૂંટણી લડી ચૂક્યા છે અને જીત્યા પણ છે.
લીંબડી બેઠક પર મતદારો:
બેઠક પર કુલ 2 લાખ 72 હજાર 81 મતદારો છે. જેમાં 1 લાખ 43 હજાર 853 પુરુષ મતદારો છે. અને 1 લાખ 28 હજાર 194 મહિલા મતદારો છે.
2017નું પરિણામ:
2017ની ચૂંટણીમાં કોંગ્રેસની ટિકીટ પરથી સોમા ગાંડા પટેલનો વિજય થયો હતો. જોકે થોડા સમય પછી તેમણે રાજીનામું આપી દેતાં બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપના કિરીટસિંહ રાણાની જીત થઈ હતી. કિરીટસિંહ રાણા સૌથી વધારે વખત લીંબડીના ધારાસભ્ય રહ્યા છે.
વિધાનસભા ચૂંટણીમાં લીંબડી બેઠકનો ટ્રેક રેકોર્ડ:
વર્ષ વિજેતા ઉમેદવાર પક્ષ
1962 પેથાભાઈ પરમાર કોંગ્રેસ
1967 એચ.આર.દોરીયા સ્વતંત્ર
1972 હરીભાઇ રત્નાભાઇ દોરીયા કોંગ્રેસ
1975 શાહ નંદલાલ સુંદરજી કોંગ્રેસ
1980 દવે ત્રંબકલાલ મોહનલાલ કોંગ્રેસ
1982 આર.જે.કેસરિસિંહ BJP
1985 જનકસીંગ ખેંગરજી રાણા કોંગ્રેસ
1990 જીતુભા કેસરસિંહ રાણા BJP
1995 રાણા કિરીટસિંહ જીતુભા BJP
1998 રાણા કિરીટસિંહ જીતુભા BJP
2002 ભરવાડ ભવાનભાઇ જીવણભાઇ કોંગ્રેસ
2007 કિરીટસિંહ જીતુભા રાણા BJP
2012 સોમાભાઈ ગાંડાલાલ કોળીપટેલ કોંગ્રેસ
2013 કિરીટસિંહ જીતુભા રાણા BJP
2017 સોમાભાઈ ગાંડાલાલ કોળીપટેલ કોંગ્રેસ
બેઠકની સમસ્યાઓ:
લીંબડી બેઠક પર કોંગ્રેસ પક્ષપલટુ ઉમેદવાર અને ખેડૂતના મુદ્દે પ્રચાર કરી રહી છે. જ્યારે સ્થાનિક સમસ્યામાં રોડ-રસ્તા અને પાણી સહિતના અનેક મુદ્દા છે. જે આ વખતે ચૂંટણીના મતદાન પર અસર કરશે. એકપણ પક્ષે ટિકીટ ન આપતાં સોમા ગાંડા પટેલે અપક્ષ ઉમેદવારી કરી છે. ત્યારે એ જોવાનું રહેશે કે મતદારો કોને પોતાના આશીર્વાદ આપે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે