bhupendra patel

CM નો સીધો આદેશ: અમદાવાદમાં ચકાચક રોડ બનશે કે પેટનું પાણી પણ નહી હલે

  • રોડ અને ગટરના ઢાકણાઓની ખસ્તા હાલત અંગેના ZEE 24 KALAK ના અહેવાલ બાદ તત્કાલ મુખ્યમંત્રી દ્વારા આદેશ અપાયા
  • અમદાવાદમાં જે પણ રોડ ખરાબ હોય તે રોડનું તત્કાલિન સમારકામ કરવા માટે 90 કરોડ રૂપિયાના કામને CM દ્વારા મંજૂરી અપાઇ

Dec 5, 2021, 04:47 PM IST

લાખો લોકોને અસર કરતો ગુજરાત સરકારનો નિર્ણય, 4 મહત્વની ટીપી સ્કીમને મંજૂરી

ગુજરાતમાં શહેરોનો વિકાસ વેગવંતો રાખવાનો સંકલ્પ મુખ્યમંત્રીએસાકાર કર્યો હતો. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાતના શહેરોની વિકાસ વૃધ્ધિની દિશામાં વધુ એક કદમ ભરતા રાજ્યના ત્રણ શહેરોની ચાર ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે. મુખ્યમંત્રીએ અમદાવાદ અને સુરતની એક એક  ફાઇનલ ટીપી સ્કીમ અને ભાવનગરની બે ડ્રાફ્ટ ટીપી સ્કીમ મળી કુલ ૪ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે.

Dec 4, 2021, 10:19 PM IST

એમિક્રોનના એક કેસે રાજ્ય સરકારની ઉંઘ ઉડાડી! CM ની ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકોનો દોર

  ગુજરાત રાજ્યના જામનગરમાં ઓમીક્રોનનો પ્રથમ કેસ મળી આવવાને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના આરોગ્ય તંત્રની નવા વેરિએન્ટ સામેની સજ્જતાની ઉચ્ચસ્તરીય બેઠકમાં સમીક્ષા કરી હતી. આ બેઠકમાં તમામ ઉચ્ચ અધિકારીઓ અને મંત્રીઓ ઓનલાઇન જોડાયા હતા. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા. જરૂરી તૈયારીઓ અંગે નિર્દેશન પણ આપ્યું હતું. 

Dec 4, 2021, 06:09 PM IST

ગુજરાતના શહેરી વિકાસને ગતિ આપવા એક જ દિવસમાં આઠ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી

અમદાવાદ, રાજકોટ અને ભાવનગરની આ ૦૭ ડ્રાફટ ટી.પી. સ્કીમો મંજૂર થવાથી કુલ ૭ર.૩૪ હેકટર્સ જમીન સંપ્રાપ્ત થશે. આ ઉપરાંત પાટણ વિસ્તારની ૦૧ પ્રિલીમીનરી સ્કીમને પણ મંજુરી આપવામાં આવી છે. જેનાથી કુલ ૧૩.૯૭ હેકટર્સ જમીન સંપ્રાપ્ત થશે.

Dec 1, 2021, 08:51 PM IST

રાજ્યના અગત્યના-ફલેગશીપ પ્રોજેક્ટસની દર મહિને સમીક્ષા કરાશે, મુખ્યમંત્રીએ આપી આ સૂચના

મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વતન ભૂમિ અને પ્રાચીન નગર વડનગરના સર્વગ્રાહી વિકાસ પ્લાન અન્વયે પ્રેરણા સ્કૂલ પ્રોજેક્ટ, આર્કીયોલોજીકલ એક્સપરીમેન્ટ મ્યૂઝિયમ, સ્વદેશ દર્શન પ્રોજેક્ટ અન્વયે વડનગરના વિવિધ ઐતિહાસિક સ્થાનોના રિ-ડેવલપમેન્ટ અંગેની તલસ્પર્શી માહિતી મેળવી હતી.

Dec 1, 2021, 05:59 PM IST

Gandhinagar: મહામારી બાદ યોજાયુ સૌથી મોટુ ઓનગ્રાઉન્ડ પ્રદર્શન, ઉદ્યોગને પુનર્જીવિત કરવામાં થશે મદદરૂપ

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે, ઉદ્યોગના પ્રતિનિધિઓ, અને વરિષ્ઠ સરકારી અધિકારીઓની મોટી હાજરી વચ્ચે બુધવારે એન્જીમેક-2021નુ ઉદઘાટન કર્યુ હતું. ગાંધીનગરમાં હેલિપેડ એક્સિબિશન સેન્ટર ખાતે તા. 1 થી 5 ડિસેમ્બર દરમ્યાન યોજાયેલા આ પ્રદર્શનના કેટલાક સ્ટોલની મુખ્યપ્રધાને પણ મુલાકાત લીધી હતી.

Dec 1, 2021, 03:30 PM IST

હવે ઓનલાઇન RTI કરી શકાશે, સરકારનો વધારે એક ડિજિટલ પ્રયાસ

સચિવાલયના વિભાગોમાં માહિતી અધિકાર અધિનિયમ RTI અન્વયે આવતી અરજીઓની માહિતી ઓનલાઇન મેળવી શકાશે. આ ઉપરાંત અરજીઓ પણ ઓન લાઇન થઈ શકશે. જેથી હવે આરટીઆઇ કરવા માટે સરકારી કચેરીઓના ધક્કા નહી ખાવા પડે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓનલાઇન આર.ટી.આઇ પોર્ટલનો શુભારંભ કરાવ્યો હતો. સચિવાલયના વિભાગો માટે ઉપલબ્ધ બનાવાયેલી ઓનલાઇન આર.ટી.આઇ વ્યવસ્થા તબક્કાવાર ખાતાના વડાની અને જિલ્લા કચેરીઓમાં પણ મળતી થશે.

Nov 30, 2021, 08:20 PM IST

તાપી રિવરફ્રન્ટને ચાર ચાંદ લગાવવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય

* તાપી રિવરફ્રન્ટ પ્રોજેકટના અમલીકરણ માટે સ્પેશ્યલ વ્હીકલ પરપઝ SPV તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનની રચના કરાશે 

Nov 26, 2021, 07:35 PM IST

રાજ્યના CM ને ધમકી આપનાર બટુક મોરારીને પોલીસ પકડવા પહોંચી તો થયો ચમત્કાર, પોલીસ અધિકારીઓ...

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ કરીને ધમકી આપી હતી. CM ભુપેન્દ્ર પટેલ પાસે 1 કરોડની ખંડણી મોકલી દેવા નહી તો માત્ર ભુપેન્દ્ર પટેલનું નહી પરંતુ સમગ્ર પાટીદાર સમાજનું રાજન ઉખેડી નાખવાની ધમકી આપી હતી. આ ધમકી આપનાર કોઇ જેવી તેવી વ્યક્તિ નહી પરંતુ પોતાની જાતને બાપુ ગણાવનાર અને સેંકડો ભક્તો ધરાવનારા વાવના કથાકાર બટુક મોરારી બાપુનો હતો. ખંડણી મોકલાવી આપવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. આ વીડિયોમાં વાવના રામકથાકાર બટુક મોરારી બાપૂ નામનો વ્યક્તિ વીડિયોમાં સ્પષ્ટ રીતે નામજોગ મુખ્યમંત્રીને ધમકી આપતો જોવા મળે છે. 

Nov 26, 2021, 04:49 PM IST

CM ભુપેન્દ્રભાઈ પટેલને ધમકી: 11 દિવસની અંદર 1 કરોડ મોકલાવી દેજો, નહીં તો ગુજરાતમાં પટેલને રાજ નહીં કરવા દઉં..

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નામે 1 કરોડની ખંડણી મોકલાવી દેવાની સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો છે. જેમાં બનાસકાઠા વાવના રામકથાકાર બટુક મોરારી બાપૂ નામના વ્યક્તિએ વીડિયો વાયરલ કરીને ખુલ્લેઆમ ધમકી આપી છે. 

Nov 25, 2021, 05:20 PM IST

ગુજરાતના મુખ્યમંત્રી પહોંચ્યા દિલ્હી, આજે ભવ્ય રોડ શો કરીને વાઈબ્રન્ટ સમિટનો કરાવશે પ્રારંભ

ગુજરાતમાં વાઈબ્રન્ટ (vibrant gujarat) સમિટનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયુ છે. વાયબ્રન્ટ ગુજરાત સમિટ (vibrant summit) અંતર્ગત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આજે દિલ્હીમાં ભવ્ય રોડ-શો યોજાશે. આજે દિલ્હીમાં ઉદ્યોગપતિઓ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) બેઠક યોજશે. આ ઉપરાંત સીએમ પટેલ વિવિધ દેશોના રાજદૂત સાથે પણ બેઠક કરશે. 

Nov 25, 2021, 09:24 AM IST

માત્ર પાટીદારોનું નહી સમગ્ર હિંદુ સમાજના આસ્થાનું કેન્દ્ર બનશે વિશ્વ ઉમિયા ધામ

શહેરના જાસપુર ખાતે વિશ્વના સૌથી ઉંચા 504 ફૂટ ઉંચા જગત જનની માં ઉમિયાના મંદિરના નિર્માણ કાર્યના પ્રારંભ પ્રસંગે મુખ્યમંત્રીનું મંદિર નિર્માણ સમારંભમાં સ્વાગત કરાયું હતું. આ કાર્યક્રમમાં વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત મંત્રીઓ અને મહંતો ઉપરાંત સમાજના શ્રેષ્ઠીઓ મોટા પ્રમાણમાં હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં મુખ્ય દાતાઓ અને પાટીદાર અગ્રણી હાજર રહ્યા હતા. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના જણાવ્યા અનુસાર ભુપેન્દ્રભાઇના વેવાઇએ 1 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય ભાઇ રૂપાણીએ પણ મદદ કરી, નવા મુખ્યમંત્રીએ પણ મદદ કરી છે  હું તો વચ્ચે જ રહેવાનો જ છું. 

Nov 22, 2021, 10:51 PM IST

આત્મનિર્ભર ગુજરાતના ધરતીપુત્રોની કૃષિ કોન્ક્લેવ : નિષ્ણાતો અને ખેડૂતોએ એક મંચ પર આવીને કરી ચર્ચા 

ગુજરાત હંમેશા દેશના લોકો માટે રોલ મોડલ તરીકે ઉભરી આવ્યું છે, પછી તે ગમે તે ક્ષેત્ર હોય. આવી જ એક ક્રાંતિ ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પણ આવી છે, જેના રાહે આજે અનેક રાજ્યો ચાલી રહ્યાં છે. ગુજરાતના ધરતીપુત્રો ન માત્ર આત્મનિર્ભર છે, પરંતુ બીજા રાજ્યોના ખેડૂતોની સરખામણીમાં વધુ સમૃદ્ધ છે. ZEE 24 કલાક દ્વારા આત્મનિર્ભર ગુજરાતના ધરતીપુત્રો માટે કૃષિ કોન્ક્લેવ આયોજિત કરાઈ હતી. આ કોન્ક્લેવ સરકાર અને ખેડૂતો વચ્ચે એક પુલ બની રહી. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિતિ રહ્યા હતા.  

Nov 21, 2021, 10:43 AM IST

ગુજરાતની જનતાને ભુપેન્દ્ર પટેલે કહ્યું, ‘સરકાર અને પ્રજા બે અલગ નથી, તમારામાંથી જ એક વ્યક્તિ ગાંધીનગરમાં બેસી છે’

  • ગુજરાતી મીડિયામાં પહેલીવાર ZEE 24 કલાકના ધરતીપુત્રો કોન્કલેવના માધ્યમથી સીએમ ભુપેન્દ્ર પટેલે સંવાદ કર્યો 
  • ચૂંટણીમાં 182 બેઠકના લક્ષ્યાંક પર CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, સંગઠન અને સરકાર બંને સાથે રહી કરશે કામ

Nov 21, 2021, 09:40 AM IST

2070 સુધી ભાજપ છે, અમારો વારો આવ્યો એમ તમારો પણ આવશે: મુખ્યમંત્રી

ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કારોબારીમાં આગામી કાર્યક્રમો બાબતે વિગત આપતા પ્રદેશ મંત્રી મહેશ કસવાલાએ "કમલ પુષ્પ" કાર્યક્રમ બાબતે સૌ ઉપસ્થીત કાર્યકારી સભ્યોને વિગત જણાવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત જનસંઘ સમયથી ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓએ પાર્ટીને સિંચન કરીને વટ વૃક્ષ બનાવવામાં જે યોગદાન આપ્યું છે એ વિભૂતિઓનું  માર્ગદર્શન અને તેમના જીવનની પ્રેરણા નવી પેઢીને મળે તે માટે ડિજિટલ પ્લેટફોર્મ અંતર્ગત namo app અને narendra modi.in વેબસાઇટ પર આવા સંઘર્ષશીલ કાર્યકર્તાઓના ફોટા,  તેમના જીવન ચરિત્ર અને ટૂંકી વિગત તેમના જીવન કવન વિશેની માહિતી,  ટૂંકી ફિલ્મ કે તેમનો વિડીયો અપલોડ કરવાનું અભિયાન જિલ્લા સહ હાથ ધરવામા આવશે.  

Nov 17, 2021, 10:01 PM IST

GUJARAT માં આત્મનિર્ભર યાત્રાનું આયોજન કરશે રાજ્ય સરકાર, આ વિભાગો બનશે સહભાગી

રાજ્યભરમાં આગામી તા. ૧૮ થી ર૦ નવેમ્બર દરમ્યાન  આત્મનિર્ભર ગ્રામ યાત્રા યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ૧૮મી નવેમ્બરથી ખેડા જિલ્લાના મહેમદાવાદથી યાત્રાનો પ્રારંભ ગ્રામ વિકાસમંત્રી અર્જુનસિંહ ચૌહાણ કરાવશે. કેન્દ્રીય મંત્રી (રા.ક), મંત્રીઓ, મુખ્ય દંડકની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન થશે. રાજ્યના ૩૩ જિલ્લાઓમાં મંત્રીમંડળના સભ્યો સહિત અનેક મહાનુભાવો ૧૦૦ જેટલા આત્મનિર્ભર ગ્રામ યાત્રાના વિકાસ રથોને પ્રસ્થાન કરાવશે. 

Nov 15, 2021, 04:43 PM IST

CM ભુપેન્દ્ર પટેલની BJP અંગે મોટી ભવિષ્યવાણી કહ્યું કે, આજે તો ભાજપની સરકાર છે પણ...

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ભાજપ દ્વારા આયોજીત એક રજત તુલા કાર્યક્રમમાં હાજરી આપી હતી અને અહીં તેમણે કાર્યકરો સાથે મોકળા મને વાતચીત કરી હતી

Nov 13, 2021, 07:34 PM IST

CM ભુપેન્દ્ર પટેલે કહ્યું, અહીં પ્રેસવાળા છે એટલે મારે બધુ બોલાય નહી પણ તમે થોડામાં ઘણું સમજી જજો

શહેરના બાદરપુરા ખાતે આવેલ બનાસડેરી સંચાલિત બનાસ ઓઇલ મિલ ખાતે બનાસકાંઠા ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં ગુજરાત ભાજપના મહામંત્રી રજની પટેલ, મંત્રી ગેજેન્દ્રસિંહ પરમાર, સાંસદ પરબત પટેલ, રાજ્યસભાના સંસદ દિનેશ અનાવાડિયા સહિત, ધારાસભ્યો તેમજ વિવિધ હોદેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં મુખ્યમંત્રીએ તમામને નૂતન વર્ષાભિનંદનની શુભેચ્છાઓ પાઠવી પક્ષ માટે મહેનત કરી કામ કરવાની અપીલ કરી હતી.

Nov 12, 2021, 09:34 PM IST

રાજ્યના 3 કરોડથી વધુ નાગરિકોના આરોગ્ય સ્ક્રિનીંગ માટે 'નિરામય ગુજરાત’ યોજના શરૂ કરશે સરકાર

આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલના સતત માર્ગદર્શનમાં રાજ્યના ૩૦ વર્ષથી વધુ વયના ૩ કરોડથી વધુ એટલે કે ૪૦ ટકા નાગરિકોને સાંકળી લેતી ‘‘નિરામય ગુજરાત યોજના’’ જાહેર કરવામાં આવી છે. 
 

Nov 10, 2021, 08:21 PM IST

નવા વર્ષે મુખ્યમંત્રીએ ગુજરાતની સાડા છ કરોડની જનતાને આપ્યો આ મેસેજ

આજે નવા વર્ષે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (bhupendra patel) મંદિરમાં શિશ ઝુકાવી ગુજરાતની સાડા છ કરોડ જનતાની સુખાકારી માટે પ્રાર્થના કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ગાંધીનગરના પંચદેવ મંદિરમાં દર્શન કરી નાગરકોને નવા વર્ષ (New Year) ની શુભેચ્છા પાઠવી છે. આત્મ નિર્ભત ગુજરાત (Gujarati new year) થી આત્મ નિર્ભર ભારત બને અને સૌને શ્રેષ્ઠ ક્ષમતાઓ પ્રાપ્ત થાય તેવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુભકામના પાઠવી છે.

Nov 5, 2021, 11:24 AM IST