gujarat cm

CM રૂપાણીનો સ્વિકાર કોરોના ખુબ જ વિકરાળ, આટલી હોસ્પિટલોમાં દર્દી માટે નથી જગ્યા

* રાજકોટમાં RT-PCR ટેસ્ટ માટે એક મશીન ફાળવ્યું
* રેમડેસિવિર ઇન્જેક્શન બિનજરૂરી લેવાથી કિડની અને લિવરને નુકસાન - વિજય રૂપાણી

Apr 9, 2021, 06:21 PM IST

હવે નોકરી જોઇએ તો સીધો મુખ્યમંત્રીને કરો ફોન અને બીજા દિવસે મળી જશે નોકરી

* રોજગાર સેતુ થકી રાજ્યનો યુવાન મેળવશે રોજગારલક્ષી તમામ માહિતી આંગળીના ટેરવે
* ઓનલાઇન ભરતી મેળા પખવાડિયા' દરમિયાન ૨૭૦ ઓનલાઇન ભરતી મેળાઓનું આયોજન
* મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના’- માહિતી પુસ્તિકા થકી યુવાઓને કાર્કિર્દી ઘડતરમાં મળશે ચોક્કસ દિશા 
* ૬૩-૫૭-૩૯૦-૩૯૦ ડાયલ કરી મેળવી શકાશે ખાનગી અને જાહેર ક્ષેત્રોમાં ઉપલબ્ધ રોજગારની માહિતી

Jan 15, 2021, 06:29 PM IST

વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ હાર ભાળી ચુકી છે, તમામ મતદાતાઓનો આભાર: CM

*  મણિનગર ખાતે આવેલા હેડગેવાર ભવન ખાતે સરસંઘચાલક મોહન ભાગવતજીની ઔપચારિક મુલાકાત લેતા મુખ્યમંત્રી

Nov 3, 2020, 08:59 PM IST

UPSC ટ્રેનિંગ સેન્ટરની અમદાવાદમાં શરૂઆત, મુખ્યમંત્રીએ કહ્યું ગુજરાત વહીવટી ક્ષેત્રે પણ ઝળકશે

  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડાપ્રધાનની ‘નયાભારત-આત્મનિર્ભર ભારત’ની નેમ સાકાર કરવા અને રામ રાજ્યની સંકલ્પના પાર પાડવા વહિવટી ક્ષેત્રે ઉચ્ચ કૌશલ્યવાન માનવબળ-લોકોની જરૂરિયાત પૂરી પાડવામાં ગુજરાત વિશેષ યોગદાન આપશે તેવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ગુજરાત દરેક ક્ષેત્રે પ્રગતિમાં અગ્રેસર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકાસની રાજનિતીથી સુશાસન-ગુડગર્વનન્સ દ્વારા દેશમાં વિકાસના નવા સિમાચિન્હો અંકિત કર્યા છે. આ હેતુસર સારા વહિવટ કર્તાઓના નિર્માણ માટે ગુજરાત યુનિવર્સિટી અને જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનનું UPSC ટ્રેનિંગ સેન્ટર યુવાઓને મોટી તક આપશે.

Sep 19, 2020, 09:15 PM IST

#HuPanCoronaWarrior : ખ્યાતનામ હસ્તીઓ અભિયાનમાં જોડાઇ, તમે પણ આ રીતે જોડાઇ શકો છો

મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા બુધવારથી હું પણ કોરોના વોરિયર અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. હાલ સરકાર દ્વારા લોકડાઉનનાં ચોથા હિસ્સામા ઘણી છુટછાટ આપવામાં આવી છે. જો કે લોકો ત્રણ લોકડાઉનનાં કારણે કંટાળીને બિન જરૂરી બહાર ન નિકળે તે માટે આ અભિયાનની શરૂઆત કરી છે. જેના માટે ગુજરાતી ખ્યાતનામ હસ્તીઓને પણ આ અભિયાનમાં જોડવામાં આવશે અને લોકોને ઘરમાં જ રહેવા માટે અપીલ કરવામાં આવશે.

May 21, 2020, 06:08 PM IST

કોરોનાની સારવાર કરતા કોવીડ19 હૉસ્પિટલના સાચા વૉરિયર્સને વિશેષ પ્રોત્સાહક મહેનતાણું અપાશે

વર્ગ-૧ અને વર્ગ-૨ સંવર્ગના તબીબી અધિકારીઓને પ્રોત્સાહન રૂપે રૂ. 25,000 નું માનદ મહેનતાણું આપવામાં આવશે. નર્સિંગ સ્ટાફ, લેબ આસિસ્ટન્ટ સહિત વર્ગ-૩ના કર્મચારીઓને રૂ. 15,000 નું માનદ પ્રોત્સાહક મહેનતાણું અપાશે.

May 9, 2020, 09:03 AM IST

વિજય રૂપાણી જશે? સોશિયલ મીડિયા પર અફવાઓ બાદ મનસુખ માંડવિયાએ કરી સ્પષ્ટતા

રાજ્યમાં સોશિયલ મીડિયા પર છેલ્લા ઘણા સમયથી નેતૃત્વ પરિવર્તનને લઈને સતત અફવાઓ ચાલી રહી છે. 
 

May 7, 2020, 05:45 PM IST

કોરોના સામે લડી રહેલા ફ્રન્ટ લાઇનર્સને કોઇ તકલીફ ન પડે તે માટે મુખ્યમંત્રીની તાકીદ: જયંતી રવિ

 ગુજરાતનાં આરોગ્ય અગ્ર સચિવ દ્વારા આજે પત્રકાર પરિષદ સંબોધિત કરવામાં આવી હતી. જેમાં તેમણે આજની કોરોનાની રાજ્યની સ્થિતી અંગે ચર્ચા કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, આજનાં દિવસમાં કુલ 93 નવા કેસ નોંધાયા છે. જો કે સામે 25 લોકોને ડિસ્ચાર્જ પણ આપવામાં આવેલ છે. આ ઉપરાંત 04 દર્દીઓનાં દુખદ મોત નિપજ્યાં છે. નવા કેસમાં હોટસ્પોટ બની ચુકેલા મુખ્ય ચાર શહેરોમાં સૌથી વધારે દર્દીઓ આવ્યા હતા. ખાસ કરીને અમદાવાદમાં 61 કેસ નોંધાયા હતા. જ્યારે સુરતમાં 25, વડોદરામાં 7 કેસ નોંધાયા હતા. આ પ્રકારે ગુજરાતમાં કુલ કોરોના દર્દીઓની સંખ્યા 1939 પર પહોંચી ગઇ છે. જેમાં સ્ટેબલ 1716 છે જ્યારે 19 લોકો વેન્ટિલેટર પર હોવાની માહિતી આપી હતી. આ ઉપરાંત 131 લોકોને કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે અને 71 લોકોનાં મોત થયા છે.

Apr 20, 2020, 08:16 PM IST

સચિવ અશ્વિની કુમારનો ખુલાસો, CM અને ઈમરાન ખેડાવાલા વચ્ચે 15થી 20 ફૂટનું અંતર હતું

ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા (Imran Khedawala) ને કોરોના કેસ પોઝિટિવ આવ્યા બાદ ગાંધીનગરનું તંત્ર દોડતું થયુ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) નો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ત્યારે આ મામલે સીએમઓના સચિવ અશ્ચિનીકુમારે મીડિયાને માહિતી આપતા જણાવ્યું કે, અમદાવાદ કોટ વિસ્તારના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા મુખ્યમંત્રી વિજય રૂપાણી મળ્યા હતા. મુખ્યમંત્રીના નિવાસ્થાને જે મીટીંગ થાય છે તેમાં સોશિયલ ડેસ્ટિનેશનનું પાલન કરવામાં આવે છે. મુખ્યમંત્રી અને ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા વચ્ચે ૧૫થી ૨૦ ફૂટ જેટલું અંતર હતું. જોકે, રાજ્યના ડોક્ટરોની પેનલ દ્વારા સાથે મુખ્યમંત્રી (Gujarat CM) નું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું છે. તેમાં મુખ્યમંત્રીના તમામ પેરામીટર નોર્મલ છે. આજે સાંજે ચાર વાગ્યે તેઓ વીડિયો કોન્ફરન્સથી કેબિનેટની બેઠક હાજરી આપશે. પરંતુ સાવચેતીના ભાગરૂપે મુખ્યમંત્રી તેમના નિવાસસ્થાને કોઈ મુલાકાતીઓ સાથે મુલાકાત નહીં કરવાનો નિર્ણય લીધો છે. જોકે, તેમણે એમ પણ જણાવ્યું કે, આજે સાંજે 4:00 વાગ્યાી કેબિનેટની બેઠક કેન્દ્ર સરકાર દ્વારા ૨૦મી એપ્રિલ પછી તબક્કાવાર લોકડાઉનમાંથી ધીમે ધીમે છૂટછાટ આપી તેની કેન્દ્ર સરકારની ગાઇડ લાઇન પર ચર્ચા વિચારણા કરાશે.

Apr 15, 2020, 02:48 PM IST

CM વિજય રૂપાણીનું હેલ્થ ચેકઅપ કરાયું, તબીબોએ સંપૂર્ણપણે સ્વસ્થ જાહેર કર્યાં

ગઈકાલે કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા (Imran Khedawala) ને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા પહેલા તેઓ ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani), નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાના સંપર્કમા આવ્યા હતા. ત્યારે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી (Gujarat CM) નું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. સવારે ગુજરાતના અગ્રણી તબીબો ડૉ. આર. કે. પટેલ અને ડૉ. અતુલ પટેલ દ્વારા તેમનું તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું છે, જે મુજબ મુખ્યમંત્રી સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તેમના તમામ પેરામિટર્સ નોર્મલ છે. પરંતુ તકેદારીના ભાગરૂપે તેઓ હોમ ક્વોરેન્ટાઈનમાં રહેશે. 

Apr 15, 2020, 01:41 PM IST

CM રૂપાણીએ વડોદરાના સફાઇ કર્મચારી સાથે વાત કરી, કહ્યું તમે દેશની ખુબ મોટી સેવા કરી રહ્યા છો

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી  સતત કોલ દ્વારા રોજિંદી રીતે ગુજરાતીઓનાં ખબર અંતર પુછતા રહે છે. ક્યારેક સરપંચ, ક્યારેક ડોક્ટર, ક્યારેક પોલીસ જવાનો સાથે તેઓ વીડિયો કોન્ફરન્સ અને ફોન દ્વારા વાતચીત કરે છે. આજે તેમણે જનસંવેદના કેન્દ્ર માધ્યમથી સફાઇ કર્મચારીઓ સાથે ચર્ચા કરી હતી. તેમની સેવાને બિરદાવી હતી અને તેમનો ઉત્સાહ વધાર્યો હતો.

Apr 7, 2020, 10:24 PM IST

મુખ્યમંત્રીએ લીધો મહત્વનો નિર્ણય: રાજ્યમાં સવા ત્રણ કરોડ લોકોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરાશે

રાજ્યના અંત્યોદય અને P.H.H રેશન કાર્ડ ધરાવતા ૬૬ લાખ પરિવારોના ૩.રપ કરોડ લોકોને આવતીકાલ, ૧ એપ્રિલ-ર૦ર૦થી ૧૭૦૦૦ જેટલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી ઘઉં, ચોખા, ખાંડ, મીઠું અને દાળનું એપ્રિલ માસ પૂરતું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે.

Mar 31, 2020, 06:22 PM IST
BJP MLA Demand Like CM Chair PT5M11S

વિધાનસભાના બજેટ સત્રમાં સિનિયર ધારાસભ્યને લાગ્યો મુખ્યમંત્રીની ખુરશીનો મોહ

વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોમાં મુખ્યમંત્રીની ખુરશી છેલ્લા કેટલાક સમયથી ચર્ચાનું કેન્દ્ર બની છે. અહીં મુખ્યમંત્રી બદલવાની વાત નથી, પણ મુખ્યમંત્રી જેવી ખુરશીનો મોહની વાત છે. ભાજપના એક સિનિયર ધારાસભ્યને આ મોહ લાગ્યો છે. વિધાનસભા (gujarat vidhansabha) ના નિયમો પ્રમાણે સરકાર અને પક્ષના હોદ્દેદારોને બેઠક, કેબિન, ખુરશીઓ તેમજ સ્ટાફની ફાળવણી અંગે એક નિશ્ચિત બજેટ અને ગાઈડલાઈન હોય છે. આ નિયમો પ્રમાણે રાજ્યકક્ષાના મંત્રી સમકક્ષ હોદ્દો ધરાવતા ભાજપના એક સિનિયર ધારાસભ્યએ મુખ્યમંત્રી વિજય રૂપાણી (vijay rupani)ની ખુરશી જેવી ખુરશી પોતાની કેબિનમાં રાખવાનો આગ્રહ રાખ્યો અને વિધાનસભાના અધિકારીઓ પાસે આ જ પ્રકારની ખુરશીની માંગણી કરી.

Mar 4, 2020, 12:45 PM IST

કોરોના વાયરસ: ચીનથી ગુજરાતી વિદ્યાર્થીઓને પરત લવાશે, કંટ્રોલ રૂમ કાર્યરત

જે વાલી-પરિવારોના બાળકો ચાઇનામાં અભ્યાસ માટે ગયેલા છે તે વાલી-પરિવારો પોતાના બાળકોની ત્યાંની વિગતો તથા તેમને ગુજરાત પરત લાવવાની વ્યવસ્થાઓ માટે ગુજરાત રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરનો સંપર્ક કરી શકશે

Jan 29, 2020, 08:42 AM IST

140 મીટિંગમાં 11 જેટલા એમઓયુ કરીને CM રૂપાણી ઉઝબેકિસ્તાનથી ગુજરાત પરત ફર્યા

ગુજરાત (Gujarat) રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી (Vijay Rupani) તથા તેમના નેતૃત્વ હેઠળ ડેલિગેશન ઉઝબેકિસ્તાન (uzbekistan)ના પાંચ દિવસીય પ્રવાસ પર ગયું હતું, જે ગઈકાલે અમદાવાદ પરત ફર્યું છે. અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણી તથા તેમના ડેલિગેશનના સ્વાગત માટે ગાંધીનગર (Gandhinagar) તથા અમદાવાદના કલેક્ટર પહોંચ્યા હતા. ઉઝબેકિસ્તાન પ્રવાસથી પરત ફરતા સીએમ રૂપાણીએ ગુજરાત અને ઉઝબેકિસ્તાન વચ્ચેના સંબંધ સારા બનશે તથા પ્રવાસ ખૂબ જ સારો રહ્યો તેઓ જણાવ્યું હતું.

Oct 24, 2019, 08:46 AM IST

મુખ્યમંત્રીએ કોંગ્રેસીઓને બાયલા ગણાવ્યા: કોંગ્રેસે કહ્યું સ્ત્રી શક્તિનું અપમાન છે

પરેશ ધાનાણીએ વળતો પ્રહાર કરતા કહ્યું કે, બે ગુજરાતીઓએ દેશે આઝાદ કરાવ્યો પરંતુ હવે બે ગુજરાતીઓ ફરી દેશે ગુલામ બનવા તરફ લઇ જઇ રહ્યા છે

Oct 17, 2019, 06:54 PM IST

ઝી 24 કલાક મહાસન્માન 2019: જાણો ટોચના 4 ઉદ્યોગ સાહસિકોની સંઘર્ષગાથા

રાજ્યના ઉદ્યોગપતિઓનું મહાસન્માન કરવા આવેલા સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, "શૂન્યમાંથી સર્જન કરનારા, જોબ સીકરમાંથી જોબ ગીવર બનનારા ગુજરાતના ઉદ્યોગપતિઓનું સન્માન કરવાની તક આપવા બદલ ઝી 24 કલાકનો આભાર માનું છું. ગુજરાતના ડીએનએમાં વેપાર, સાહસ અને ઈમાનદારી છે, તેના કારણે જ રાજ્યના ઉદ્યોગપતિઓ સફળ બન્યા છે. અત્યારે દેશમાં એમએસએમઈ અને કૃષિ ક્ષેત્ર દેશના અર્થતંત્રમાં મુખ્ય યોગદાન આપી રહ્યા છે. ગુજરાતમાં 34 લાખ એમએસએમઈ કાર્યરત છે. એમએસએમઈ સેક્ટરમાં 40 ટકા વિકાસ થયો છે." 

Oct 10, 2019, 09:57 PM IST
SPEED NEWS MORNING 21082019 PT20M20S

માત્ર ગણતરીની મિનિટમાં જુઓ દેશ-વિદેશના સ્પીડ ન્યૂઝ

મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ ભાજપા નેતા બાબુલાલ ગૌરનું આજે સવારે ભોપાલની નર્મદા હોસ્પિટલમાં નિધન થયું છે. હાર્ટ એટેકને કારણે તેમનું નિધન થયું હતું. ગત કેટલાક દિવસોથી તેઓ હોસ્પિટલમાં એડમિટ હતા. તેમના પરિસ્થિતિ બહુ જ નાજુક હતી અને વેન્ટીલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા.

Aug 21, 2019, 10:30 AM IST
Speed_News_Morning_12082019 PT23M27S

માત્ર ગણતરીની મિનિટમાં જુઓ દેશ-વિદેશના સ્પીડ ન્યૂઝ

મંગળયાન અને હવે ચંદ્રયાન 2ની સાથે જ દુનિયાભરમાં ભારતીય સ્પેસ પ્રોગ્રામની વાહવાહી થઈ રહી છે. તેનો પાયો રાખનાર વિક્રમ સારાભાઈની આજે જન્મજયંતી છે. તેમનો જન્મ 12 ઓગસ્ટ, 1919ના રોજ અમદાવાદના એક અગ્રણી કાપડની મિલાના માલિકના ઘરે થયો હતો. ભારતીય સ્પેસ પ્રોગ્રામના જનક વિક્રમ સારાભાઈને ગૂગલે ડૂડલ બનાવીને સલામ કરી છે. સારાભાઈએ ભારતને અંતરિક્ષમાં પહોંચાડ્યું છે. આજે તેમની 100મી જન્મજયંતી છે. તેમને 1962માં શાંતિ સ્વરૂપ ભટનાગર મેડલથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આવો જાણીએ તેમના જીવન સાથે જોડાયેલી પાંચ મહત્વની વાતો...

Aug 12, 2019, 11:25 AM IST
SPEED NEWS MORNING 08082019 PT22M39S

માત્ર ગણતરીની મિનિટમાં જુઓ દેશ-વિદેશના સ્પીડ ન્યૂઝ

રાજ્યમાં વધુ એકવાર ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. 8 ઓગસ્ટથી 10 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ત્યારે આ બે દિવસમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.

Aug 8, 2019, 01:30 PM IST