ગુજરાતના રાજકારણમાં શ્રદ્ધા મર્ડર કેસની એન્ટ્રી, બિસ્વાએ કહ્યું-બધા શહેરમાં આફતાબ પેદા થશે
Gujarat Elections 2022 : 26 વર્ષની શ્રદ્ધા વાલ્કરની ઘાતકી હત્યા અને તેનો હત્યારો આફતાબ અત્યારે દેશભરમાં ચર્ચામાં છે ત્યારે આફતાબના નામની એન્ટ્રી ગુજરાતની ચૂંટણીમાં પણ થઈ
Trending Photos
Gujarat Elections 2022 રાજેન્દ્ર ઠક્કર/કચ્છ : ચૂંટણી આવે એટલે વિવિધ મુદ્દા આપોઆપ સામે આવી જાય છે. રોજ નવા નવા મુદ્દાઓ પર રાજનીતિ રમાય છે, સવાલો-જવાબો થતા રહે છે. ત્યારે હવે ગુજરાતના રાજકારણમાં દિલ્હીના બહુચર્ચિત શ્રદ્ધા મર્ડર કેસની એન્ટ્રી થઈ છે. શ્રદ્ધા મર્ડર કેસ મામલે આસામના CM હેમંતા બિસ્વા શર્માના AAP પર પ્રહાર કરતા કહ્યું કે, હાલમાં દેશને એક તાકાતવાર નેતાની ખૂબ જરૂર છે. કોઈ અફતાબે શ્રદ્ધાના લવ જેહાદના નામે 35 ટુકડા કર્યા. અફ્તાબે શ્રદ્ધાનો મૃતદેહ ફ્રિઝમાં સંતાડીને રાખ્યો હતો. ફ્રીઝમાં મૃતદેહને સંતાડી અફતાબ અન્ય યુવતી સાથે ફરતો હતો. તાકાતવર નેતા નહી મળે તો બધા શહેરમાં અફ્તાબ પૈદા થશે.
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે અને સ્ટાર પ્રચારકો જુદાં જુદાં વિસ્તારમાં ઉમેદવારોને સમર્થન આપવા માટે સભાનું આયોજન કરી રહ્યા છે. ગાંધીધામ અને અંજાર બેઠક પરના ભાજપના ઉમેદવારો માટે આસામના મુખ્ય મંત્રી હેમંત બિશ્વા હાજર રહ્યા હતા અને તેમને પ્રજાને સંબોધતા સમયે લવ-જેહાદનો મુદ્દો છેડ્યો હતો. 26 વર્ષની શ્રદ્ધા વાલ્કરની ઘાતકી હત્યા અને તેનો હત્યારો આફતાબ અત્યારે દેશભરમાં ચર્ચામાં છે ત્યારે આફતાબના નામની એન્ટ્રી ચૂંટણીમાં પણ થઈ છે.
હેમંત બિશ્વાએ ગાંધીધામ ખાતે પ્રજાને સંબોધતા જણાવ્યું હતું કે, જો દેશમાં મજબૂત નેતા નહિ હોય તો દરેક શહેરમાં આફતાબ પેદા થશે અને આપણે આપણા સમાજનું રક્ષણ કરી શકીશું નહીં. નરેન્દ્ર મોદીને ત્રીજીવાર વડાપ્રધાન બનાવવા જોઈએ. દેશને નરેન્દ્ર મોદીને કેન્દ્રમાં ત્રીજી ટર્મ આપવાની જરૂર છે. હિમંત બિશ્વા શ્રદ્ધા હત્યા કેસને ભયાનક ગણાવી લવ જેહાદ તરીકે ઓળખાવ્યો હતો.
ઘટના અંગે ઉલ્લેખ કરતા આસામના મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, આફતાબ શ્રદ્ધા બહેનને મુંબઈથી દિલ્હી લાવ્યો અને લવ જેહાદના નામે તેના 35 ટુકડા કરી નાંખ્યા અને ટુકડા ક્યાં રાખ્યા? ફ્રિજમાં અને જ્યારે એક યુવતીની લાશના ટુકડા ફ્રીજમાં હતા, તો એ બીજી યુવતીને ઘરે લાવ્યો અને ડેટિંગ શરૂ કર્યું. જો દેશ પાસે કોઈ શક્તિશાળી નેતા ન હોય, જે દેશને તેની માતા માને છે, તો આવા આફતાબ દરેક શહેરમાં પેદા થશે અને આપણે આપણા સમાજની રક્ષા નહીં કરી શકીએ. એટલે મહત્વનું એ છે કે, 2024માં ત્રીજી વખત નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવામાં આવે.
સાથે જ હેમંતા બિશ્વ શર્માએ રાહુલની તુલના સદ્દામ હુસૈન સાથે કરી હતી. આસામના મુખ્યમંત્રી હેમંત બિશ્વ શર્માએ કહ્યુ હતું કે, રાહુલ ગાંધીનો ચહેરો ગાંધીજી જેવો દેખાવો જોઈએ. રાહુલ ગાંધીનો ચહેરો સદ્દામ હુસૈનની જેમ દેખાઈ રહ્યો છે. આમ, ગુજરાત આવેલા હિમંત બિસ્વાએ ગુજરાતના ચૂંટણી પ્રચારમાં શ્રદ્ધા મર્ડર કેસ અને સદ્દામ હુસૈન જેવા શબ્દોનો પ્રયોગો કરીને ચર્ચા જગાવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે