કોંગ્રેસ-દેશને મુસ્લિમ સમાજ બચાવી શકે છે, મુસ્લિમોને રીઝવતું કોંગ્રેસના ઉમેદવારનું બફાટ વાયરલ

Gujarat Elections 2022 : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોંગ્રેસની તૃષ્ટિકરણની રાજનીતિ સામે સાધ્યું નિશાન... સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરના વાયરલ વીડિયો પર કહ્યું- કોંગ્રેસ હાર ભાળી ગઈ છે,,, કોંગ્રેસે વીડિયોને ગણાવ્યો 4 વર્ષ જૂનો... 

કોંગ્રેસ-દેશને મુસ્લિમ સમાજ બચાવી શકે છે, મુસ્લિમોને રીઝવતું કોંગ્રેસના ઉમેદવારનું બફાટ વાયરલ

Gujarat Elections 2022 બ્રિજેશ દોશી/ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાનનો દિવસ નજીક આવી રહ્યો છે ત્યારે કોંગ્રેસ તૃષ્ટિકરણની રાજનીતિ પર ઉતરી આવી છે. અને કોંગ્રેસની આ પ્રકારની રાજનીતિ સામે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને સવાલ ઉઠાવ્યા છે. મુખ્યમંત્રીએ સિદ્ધપુરના ધારાસભ્ય અને કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરના એક વીડિયો પર ટ્વીટ કરીને લખ્યું છે કે, હારના ડરથી કોંગ્રેસ ફરી એકવાર અલ્પસંખ્યક તૃષ્ટિકરણના સહારે ચૂંટણી લડી રહી છે. પરંતુ કોંગ્રેસને હારથી કોઈ બચાવી નહીં શકે. કોંગ્રેસના ઉમેદવારના શબ્દોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શરમજનક ગણાવ્યા છે. અને તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતાં લખ્યું છે કે હાર ભાળી ગયેલી કોંગ્રેસ તૃષ્ટિકરણ તરફ વળી છે. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વાર
કોંગ્રેસના સિદ્ધપુરથી ઉમેદવાર ચંદનજી ઠાકોરનો મુસ્લિમો અંગેના નિવેદનનો વીડિયો વાયરલ થયો છે. કોંગ્રેસ ઉમેદવારના શબ્દોને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે શરમજનક શબ્દો ગણાવ્યા છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, હાર ભાળી ગયેલી કોંગ્રેસ ફરી લઘુમતી તુષ્ટિકરણ તરફ વળી છે. કોંગ્રેસને ખબર હોવી જોઈએ કે તેને હારથી કોઈ નહીં બચાવી શકે.

શું બોલ્યા હતા ચંદનજી ઠાકોર
સિદ્ધપુરના ધારાસભ્ય અને કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકારે જે નિવેદન આપ્યુ તે વાયરલ થયુ છે. તેમણે કહ્યું હતું કે, ‘આપણે તેમને કંઈક નવું કરવા માટે વોટ આપ્યો હતો, પરંતુ તેમણે વોટ આપીને છેતરાયા છીએ, કોઈએ એકને છેતર્યો હોય તો ઠીક છે, પરંતુ તેમણે આખા દેશને ખાડામાં નાખી દીધો છે. દેશને કોઈ જ બચાવી શકે છે તો માત્ર મુસ્લિમ સમાજ જ બચાવી શકે છે અને કોંગ્રેસ પાર્ટી જો કોઈ બચાવી શકે તો તે મુસ્લિમ પાર્ટી બચાવી શકે છે. હું આનું એક જ ઉદાહરણ આપું, એનઆરસીના મુદ્દે મારા સોનિયા ગાંધી, મારા રાહુલ ગાંધી અને મારી પ્રિયંકા ગાંધી, 18 પ્રકારના પક્ષો હતા, પરંતુ એક પક્ષે મુસ્લિમ સમાજ માટે આજીજી કરી નથી તે મુસ્લિમ સમાજની તરફેણમાં નથી. આ એક માત્ર પક્ષ છે જે તમારા માર્ગે ચાલે છે, તમારું રક્ષણ કરે છે, સમગ્ર દેશમાં તમારા સમુદાયનું રક્ષણ કરે છે. આ ભારતીય જનતા પાર્ટીએ તમને ખલેલ પહોંચાડવાનું કામ કર્યું. ટ્રીપલ તલાકનો મુદ્દો ઉઠાવ્યો અને સુપ્રીમ કોર્ટમાં લઈ ગયા, ટ્રિપલ તલાક હટાવ્યો. કોંગ્રેસની સરકારમાં કમિટીને હજ પર જવા માટે સબસિડી મળતી હતી, ભારતીય જનતા પાર્ટીની ગડબડને કારણે આ સબસિડી જતી રહી. લઘુમતી સંસ્થાઓને પણ સબસિડી આપવામાં આવતી હતી જે છોકરાઓને ભણાવવા મળી હતી જે પણ બંધ કરી દીધી. તેઓએ તમારા પર ત્રાસ ગુજાર્યો અને સબસીડી બંધ કરી દીધી, હવે જાગો, આવનારા સમયમાં તેઓ આપણી પર દાદાગીરી કરશે. હું તમને ખાતરી આપું છું કે હું કોઈને દુઃખી થવા દઈશ નહીં.’

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news