Amreli Independence Day Celebration:ગુજરાતમાં સ્વતંત્રતા દિવસની રંગેચંગે ઉજવણી કરવામાં આવી. ગુજરાતમાં રાજ્ય કક્ષાની ઉજવણી અમરેલીમાં કરવામાં આવી. જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધ્વજ વંદન કર્યું. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ખાસ ઉપસ્થિત રહ્યા. ધ્વજ વંદન બાદ અમરેલી દેશભક્તિના રંગે રંગાયેલું જોવા મળ્યું. પરેડ, અશ્વ શો, ડોગ શો, બુલેટ શોનું આકર્ષણ જોવા મળ્યું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ સંબોધન કરીને સૌને સ્વતંત્રતા પર્વની શુભકામનાઓ આપી. અને સાથે જ વિકાસના કાર્યો પર વાત કરી. તો વડોદરામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી. આઝાદી પર્વ પર સંબોધન કરતા નાયબ મુખ્યમંત્રીએ લોકોને ગુજરાતી તરીકે, ભારતીય તરીકે દેશની પ્રગતિમાં સહયોગી થવા માટે આહવાન કર્યું. તો ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ગાંધીનગર કોબા કમલમ કાર્યાલય ખાતે ધ્વજ વંદન કર્યું.જેમાં ભાજપના કાર્યકરો અને નેતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.નવરચિત વાવ-થરાદ જિલ્લામાં પ્રથમ સ્વાતંત્ર્ય પર્વની ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી. જ્યાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ધ્વજ વંદન કર્યું.ભારતીય પોશાક ‘અઢીવટા’માં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ધ્વજવંદન કર્યું.
રાજ્યમાં આગામી સ્વાતંત્ર્ય પર્વ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમોને લઈને તંત્ર દ્વારા તૈયારીઓના મોટા-મોટા દાવા કરવામાં આવી રહ્યા છે, પરંતુ સરકારી તંત્રની ઉદાસીનતા ક્યારે પોલ ખોલી નાખે તેની કોઈ ખાતરી નથી. આવો જ એક ચોંકાવનારો માામલો સામે આવ્યો છે, જ્યાં મુખ્યમંત્રીના આગમન પહેલા જ સફાઈ અભિયાનના લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના પ્રસ્તાવિત કાર્યક્રમ અને રૂટ પર જ ગંદકીના સામ્રાજ્ય અને કચરાના ઢગલા જોવા મળતા ખુદ નગરપાલિકાના મહિલા પ્રમુખ લાલઘૂમ થઈ ગયા હતા અને અડધી રાતે રોડ પર ઉતરીને તંત્રની બેદરકારી સામે મોરચો ખોલ્યો હતો.
શિકારની શોધમાં ગામની શેરીમાં પહોંચ્યા. ગાયનો શિકાર કરવાનો પ્રયાસ નિષ્ફળ. ગાયે સાતેય સિંહોને ભગાડ્યા.
અમરેલીના ખાંભા તાલુકાના રબારીકા ગામે એક વૃદ્ધ પર સિંહે હુમલો કર્યાના સમાચાર સામે આવ્યા છે. વૃદ્ધને હુમલામાં સામાન્ય ઈજા થઈ છે અને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. વન વિભાગે આ મામલે તપાસ હાથ ધરી. વધુ વિગતો માટે વાંચો અહેવાલ.
lion killed man near Antalya in Amreli
AMRELI LION ATTACK: અમરેલી જિલ્લાના લીલીયામાં સિંહના હુમલામાં 21 વર્ષીય યુવકનું મોત થયું છે. લીલીયા તાલુકાના અંટાળીયા ગામ નજીક આવેલા રેવેન્યુ અને રિઝર્વ ફોરેસ્ટ સરહદ વિસ્તારમાં સિંહના હુમલામાં સોહીલ મેમણ નામના યુવકનું મોત થયું છે. ગેરકાયદેસર સિંહ દર્શન કરવા માટે ગયેલા યુવકે જીવ ગુમાવ્યો છે.
Ambaleji Lioness Attack: અમરેલી જિલ્લામાં ચાર પગનો આંતક યથાવત રહ્યો છે. ખાંભાના ચતુરી ગામે પાંચ વર્ષના બાળકને સિંહણ ઉઠાવી ગઈ. ચતુરી ગામે દાદાની આંગળી પકડી જતાં બાળકને સિંહણ ખેંચીને લઈ ગઈ. એક કિલોમીટર દૂરથી બાળકનો મૃતદેહ મળી આવ્યો મળી આવ્યો. ખાંભા વન વિભાગ નો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી બાળકને શોધખોળ હાથ ધરી હતી. અમરેલી જિલ્લામાં એક મહિનામાં સિંહના હુમલાની ત્રીજી ઘટના બની છે. જીયાન દેવકુંભાઈ સીધા (ઉ.વ.5) નામના બાળકને સિંહણ ઉઠાવી ગઈ.
Attack on police who came to save the person in Khera village of Rajula in Amreli
Amreli News: ગુજરાતના સિંહોના વસવાટ ધરાવતા અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીકથી એક અત્યંત હૃદયદ્રાવક અને કંપારી છૂટી જાય તેવી ઘટના સામે આવી છે. અહીં એક સિંહે પરપ્રાંતીય યુવક પર ઘાતકી હુમલો કરી તેને પોતાનો શિકાર બનાવ્યો હતો.
Lions Mysterious Death in Gir Forest: ગીર જંગલ હાલ હાઈ એલર્ટ પર મૂકાયું છે. CDV અને બેબસિયા રોગે 8 થી વધુ સિંહોનો ભોગ લીધો છે. આ કારણે વન વિભાગ વન વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન અને રેસ્ક્યુની કામગીરી શરૂ કરાઈ છે. વાંચો પૂરો અહેવાલ
Two head constables caught taking bribe in Amreli watch video
Gujarat Local Body Election 2026 Savarkundal Lucky Couple : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એકતરફ ટિકિટ માટે ખેંચતાણ ચાલી રહી છે, ત્યાં બીજી તરફ સાવરકુંડલા નગરપાલિકાની ચૂંટણીમાં ચૂંટણીમાં એક દંપતી એવું નસીબદાર નીકળ્યુ કે, તેઓને ત્રણેય રાજકીય પક્ષોએ ટિકિટ આપી ચૂંટણી લડાવવા માંગે છે. આ દંપતીની ડિમાન્ડ ચૂંટણીમાં વધી ગઈ છે. જુઓ શું છે આખો મામલો
Amreli Nagarpalika Election Derani vs Jethani: રાજકારણ એ પરિવારના લોકોને પણ આમનેસામને લાવી દે તેવા અસંખ્ય ઉદાહરણો છે. ત્યારે અમરેલીમાં એક જ પરિવારની દેરાણી-જેઠાણી વચ્ચે ચૂંટણી લડાવાઈ છે. ભાજપ અને કોંગ્રેસે એક જ પરિવારની બે વહુઓને ચૂંટણી જંગમાં ઉતારીને તેમને આમને સામને લાવી દીધી છે
local body election Hina Rawal of Amreli district pain spilled out watch video
Rajula city: રાજુલા શહેરમાં યુવતીની ગુમ થયાની ફરિયાદ બાદ એક વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ હવે એક નવો વળાંક આવ્યો છે. જેમાં યુવતીના પિતાએ પ્રેસ કોન્ફરન્સ કરીને દીકરી વિશે મોટા ખુલાસા કર્યા છે. યુવતીના પિતાએ જણાવ્યું હતું કે, મેં મારી દીકરીને 25 વર્ષની મોટી કરી અને 25 દિવસમાં મારી વિરૂદ્ધ થઈ ગઈ છે. મુસ્લિમ શખ્સ હિંદુ દીકરીને લઈ ગયો તેને જેહાદ નહીં તો શું કહેવાય...
Gandhinagar News: કૃષી મંત્રીને રજૂઆત કરતો અમરેલી જિલ્લાના ખેડૂતનો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ખેડૂતે તેના પત્રમાં લખ્યું છે કે, ‘હું જ્યારે 2012માં ખેતી કરતો ત્યારે ડીએપી ખાતરનો ભાવ 650 હતો અને તે હવે વધીને 1500, ડીઝલનો ભાવ 32થી વધીને 100, મજૂરી 100થી વધીને 500 થઈ ગઈ છે. ખેતીમાં વળતર નથી કે મોંઘવારીનો માર? અમરેલીના ખેડૂતે 'ગાંજો' વાવવાની પરમિટ માંગી!
Amreli News: અમરેલી બનશે ગુજરાતનું નવું ડાયમંડ હબ, સુરત બાદ હવે અમરેલી ડાયમંડ માર્કેટમાં ડંકો વગાડશે તેવી ડાયમંડ એસોસિએશને જાહેરાત કરી છે. જિલ્લામાં ટૂંક સમયમાં 150 થી વધુ અદ્યતન ઓફિસો ધરાવતું ભવ્ય ડાયમંડ માર્કેટ બનશે, જેનાથી હીરા ઉદ્યોગમાં સુવર્ણ યુગની શરૂઆત થશે. અમરેલીના 947 કારખાના અને 47,000 રત્નકલાકારોને હવે નવી વૈશ્વિક ઓળખ મળશે અને યુવાનોને ઘરઆંગણે રોજગારીની મોટી તકો ઊભી થશે.
Amreli Earthquake:થોડા દિવસ પહેલા રાજકોટમાં ઉપરા ઉપરી ભૂકંપના આંચકા અનુભવાયા હતા અને હવે હાલમાં કચ્છ બાદ હવે અમરેલીમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો દહેશતમાં આવી ગયા છે. જાણો ગુજરાતમાં કેમ ધ્રુજી રહી છે ધરા?
અમરેલીના બગસરાના હડાળ ગામ પાસે પૂરપાટ ઝડપે જતી કાર પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં 3 યુવાનોના મોત થયા જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો છે.
Lion Attack In Gujarat : એક મહિનામાં ગુજરાતમાં સિંહો દ્વારા માનવો પર કરાયેલા હુમલાની ચોથી ઘટના બની, શું ગીરમાં સિંહો હિંસક બની રહ્યા છે?
Dr Bharat Kanabar On Amreli : ભાજપના જૂનાં જોગી ડો. ભરત કાનાબાર હવે સક્રિય રાજનીતિમાં નથી પરંતુ છાશવારે સોશિયલ મીડિયા પર રાવ-ફરિયાદ કરીને પોતાની જ પાર્ટીને ક્ષોભજનક સ્થિતિમાં મૂકતાં રહે છે
ડો. ભરત કાનાબારના ટ્વીટ બાદ સવાલ ઉઠ્યા છે. "અમરેલી જિલ્લામાં કોઈ દીકરીઓ આપવા તૈયાર નથી."