Gujarat Election 2022 : બીજા તબક્કાનું મતદાન 8 મંત્રીઓના ભાવિનો ફેંસલો કરશે, હારશે તો ક્યાંયના નહિ રહે

Gujarat Second phase Assembly Election : બીજા તબક્કામાં મુખ્યમંત્રી સહિત ભાજપના અનેક મોટા ચહેરાઓ મેદાને,,,  ઋષિકેશ પટેલ, જગદીશ પંચાલ, મનીષા વકીલ સહિત 8 મંત્રીઓના ભવિષ્યનો થશે ફેંસલો 

Gujarat Election 2022 : બીજા તબક્કાનું મતદાન 8 મંત્રીઓના ભાવિનો ફેંસલો કરશે, હારશે તો ક્યાંયના નહિ રહે

Gujarat Second phase Vidhan Sabha Chunav 2022 : ગુજરાત વિધાનસાની ચૂંટણી માટે આજે બીજા તબક્કાનું મતદાન છે. 14 જિલ્લાની 93 બેઠક પર મતદાન થશે. સવારે 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી લોકો મતદાન કરી શકશે. ત્યારે બીજા તબક્કામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત 8 મંત્રીઓ મેદાનમાં છે. વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદની ઘાટલોડિયા બેઠકથી લડી રહ્યા છે. તો ઋષિકેશ પટેલ વિસનગરથી અર્જુનસિંહ ચૌહાણ મહેમદાવાદથી લડી રહ્યા છે. બીજા તબક્કામાં જગદીશ પંચાલ અમદાવાદની નિકોલથી, મનીષા વકીલ વડોદરા શહેરની બેઠકથી લડી રહ્યા છે. મોરવા હડફથી નિમિષા સુથાર, સંતરામપુરથી કુબેર ડિંડોર, કાંકરેજથી કીર્તિસિંહ વાઘેલા, પ્રાંતિજથી ગજેન્દ્રસિંહ પરમાર લડી રહ્યા છે.

આજે બીજા તબક્કામાં અનેક દિગ્ગજ નેતાઓના ભાવિ EVM માં સીલ થશે. બીજા તબક્કામાં 12 પૂર્વ મંત્રીઓ મેદાનમાં છે. તો બીજા તબક્કામાં CM અને 8 મંત્રીઓ મેદાનમાં છે. ઘાટલોડિયા બેઠક પરથી CM ભૂપેન્દ્ર પટેલ મેદાનમાં છે. તો વિસનગર બેઠક પરથી ઋષિકેશ પટેલ, મહેમદાવાદ બેઠક પરથી અર્જુનસિંહ ચૌહાણ, નિકોલ બેઠક પરથી જગદીશ પંચાલ, વડોદરા શહેર બેઠક પરથી મનીષા વકીલ, મોરવા હડફ બેઠક પરથી નિમિષા સુથાર, સંતરામપુર બેઠક પરથી કુબેર ડિંડોર, કાંકરેજ બેઠક પરથી કીર્તિસિંહ વાઘેલા, પ્રાંતિજ બેઠક પરથી ગજેન્દ્રસિંહ પરમાર મેદાને છે. તો બીજી તરફ, પૂર્વ મંત્રીઓની વાત કરીએ તો શંકર ચૌધરી, કેશાજી ચૌહાણ, દિલીપ ઠાકોર, રમણલાલ વોરા, ગોવિંદ પરમાર, જયદ્રથસિંહ પરમાર, બચુભાઈ ખાબડ, યોગેશ પટેલ, સી. કે. રાઉલજી, કિરીટ પટેલ, વી. ડી. ઝાલા અને પ્રભાતસિંહ ચૌહાણના ભવિષ્યનો આજે ફેંસલો થશે. 

કોણ ક્યાં મતદાન કરશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શીલજમાં કરશે મતદાન
પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ શીલજમાં કરશે મતદાન
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નારણપુરામાં કરશે મતદાન
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કડીમાં કરશે મતદાન
અલ્પેશ ઠાકોર રાણીપમાં કરશે મતદાન
સાંસદ કિરીટ સોલંકી રાણીપમાં કરશે મતદાન
શંકર ચૌધરી પાટણમાં કરશે મતદાન
સાંસદ રંજનબેન ભટ્ટ વડોદરાના નિજામપુરામાં કરશે મતદાન
કેન્દ્રીયમંત્રી દેવુસિંહ ચૌહાણ ખેડામાં કરશે મતદાન
જગદીશ ઠાકોર નરોડામાં કરશે મતદાન
શંક્તિસિંહ ગોહિલ ગાંધીનગરમાં કરશે મતદાન
ઈસુદાન ગઢવી ઘુમામાં કરશે મતદાન

બીજા તબક્કાના મતદાનનું ગણિત 
બીજા તબક્કામાં કુલ 833 ઉમેદવારો મેદાનમાં
બીજા તબક્કામાં 833માંથી 764 પુરૂષ અને 69 મહિલા ઉમેદવાર મેદાને
93 બેઠક પર 2 કરોડ 51 લાખ 58 હજાર 730 મતદારો
1 કરોડ 29 લાખ 26 હજાર 501 પુરૂષ અને 1 કરોડ 22 લાખ 31 હજાર 335 મહિલા સહિત 894 અન્ય મતદારોનો સમાવેશ થાય છે
બીજા તબક્કામાં 2,904 શહેરી મતદાન મથક સ્થળો પર 8,533 મતદાન મથકોમાં થશે મતદાન
બીજા તબક્કામાં 12,071 ગ્રામ્ય મતદાન મથક સ્થળો પર 17,876 મતદાન મથકોમાં મતદારો કરશે મતદાન 
8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે

બીજા તબક્કામાં કુલ 833 ઉમેદવારો મેદાનમાં
બીજા તબક્કામાં ક્યા જિલ્લાની કેટલી બેઠક પર મતદાન થશે તેની વાત કરીએ તો, બનાસકાંઠાની 9, પાટણની 4, મહેસાણાની 7, સાબરકાંઠાની 4, અરવલ્લીની 3, ગાંધીનગરની 5, અમદાવાદની 21, આણંદની 7, ખેડાની 6, મહીસાગરની 3, પંચમહાલની 5, દાહોદની 6, વડોદરાની 10, છોટા ઉદેપુરની 3 બેઠકો માટે મતદાન થશે. બીજા તબક્કામાં 60 પક્ષોએ તેમના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. જેમાં ભાજપ-આપે તમામ 93 બેઠક, કોંગ્રેસે 90, બીએસપીએ 44,  બીટીપીએ 12, સમાજવાદીએ પાર્ટીએ 5, એનસીપીએ 2 બેઠક પર પોતાના ઉમેદવારોને તક આપી છે. કુલ 285 અપક્ષ ઉમેદવારોએ પણ પોતાનું નસિબ અજમાવવા ચૂંટણીના મેદાનમાં ઝુકાવ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news