હાર્દિકનાં પિતાનું વર્ષો જુનુ સપનું પુર્ણ થયું અને 2 જ દિવસમાં લીધી વિદાય

આર્થિક સંઘર્ષ કરીને બાળકોનાં સપના પુરા કર્યા જ્યારે તેમનો સમય પુરા કરવાનો સમય આવ્યો ત્યારે તેમની અચાનક વિદાયથી સમગ્ર પરિવાર શોકસંતપ્ત

હાર્દિકનાં પિતાનું વર્ષો જુનુ સપનું પુર્ણ થયું અને 2 જ દિવસમાં લીધી વિદાય

વડોદરા: હાર્દિક અને કૃણાલ પંડ્યાના પિતા હિમાંશુભાઇએ આર્થિક સ્થિતી સારી ન હોવા છતા ખુબ જ સંઘર્ષ કરીને પોતાના બંન્ને બાળકોનાં સ્વપ્ન પુર્ણ કર્યા હતા. આજે તેમનું 71 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. હિમાંશુભાઇ બે દિવસ પહેલા જ પોતાનાં શોખના કારણે પંજાબથી જીપ લાવ્યા હતા. જો કે તેઓ આ નવી જીપમાં માત્ર બે દિવસ જ ફરી શક્યા હતા. આ ઉપરાંત તેમણે અંતિમ ઉતરાયણ પત્ની અને સગા સંબંધીઓ સાથે ઉજવણી કરી હતી. 

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક અને કૃણાલ પંડ્યાના પિતા હિમાંશુભાઇ કારના ખુબ જ શોખીન હતા. તેમાં તેઓ જીપ લેવાનું તેમનું પહેલાથી જ સ્વપ્ન હતું. 13 જાન્યુઆરીના રોજ તેઓ પંજાબ ખાતેથી જીપ લાવ્યા હતા. તેમના મિત્ર અલી પીરઝાદા સાથે તેઓ જીપ લઇને નિકળતા હતા. તેઓ એલેમ્બિક રોડ પર આવેલા એફબી મેદાન ખાતે ચાલી રહેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં મેચ જોવા માટે પણ ગયા હતા. 

હાર્દિકના પિતા હિમાંશુ પંડ્યા સુરતમાં ફાયનાન્સનો વેપાર કરતા હતા. જો કે 1998માંતેના પિતા વેપાર બંધ કરીને પુત્રોની કારકિર્દી માટે વડોદરા આવી ગયા હતા. તે સમયે હાર્દિક માત્ર પાંચ વર્ષનો હતો. વડોદરામાં પરિવાર ભાડાનાં મકાનમાં રહેતા હતા. હાર્દિકના પિતાએ ક્રિકેટની રમક ખુબ જ પસંદ હતી. તેઓ હંમેશા પોતાના દીકરાઓને મેચના નિર્ણય બાબતે સપોર્ટ કરતા હતા. બંને પુત્રોએ ક્રિકેટ માટે અભ્યાસ છોડ્યો તે છતા પણ તેમના આ નિર્ણયને સપોર્ટ કર્યો હતો. જેના કારણે તેમણે અનેક આર્થિક સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news