ગૃહ વિભાગે માસ્કના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, જાણી લો નહી તો કાલે 1000 દંડ ભરવો પડશે

આરોગ્યશાખા અને ગૃહ વિભાગમાં રહેલી કેટલી વિસંગતા દુર કરીને ગૃહવિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં લાગુ પડતો એક સંયુક્ત પરિપત્ર કરવામાં આવ્યો છે

Updated By: Jan 16, 2021, 11:45 PM IST
ગૃહ વિભાગે માસ્કના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, જાણી લો નહી તો કાલે 1000 દંડ ભરવો પડશે
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદ : રાજ્યના ગૃહ વિભાગે જાહેર સ્થલો, કાર્યસ્થળો અને મુસાફરી દરમિયાન માસ્ક પહેરવાનું ફરજીયાત કર્યું છે. આ ઉપરાંત ફોર વ્હીલમાં મુસાફરી દરમિયાન વાહનમાં એક વ્યક્તિ હોય કે તેનાથી વધારે દરેકે માસ્ક પહેરવું ફરજીયાત રહેશે. જેના પગલે રિક્ષા, ટેક્સી, કેબ, સરકારી કે ખાનગી વાહનોનાં ચાલકોએ અને મુસાફરોએ માસ્ક પહેરવું પડશે. માસ્ક નહી પહેર્યું હોય તો દંડ વસુલવામાં આવશે. 

પ્રણય ત્રિકોમાં સુરત લોહીયાળ, પ્રેમિકાને પામવા માટે એકે બીજાની હત્યા કરી નાખી

અમદાવાદની વિશેષ શાખાના અધિક્ષ પોલીસ કમિશ્નર ડી.એચ દેસાઇએ તમામ ઝોન અને ટ્રાફિક પોલીસ, એસઓજી, સાયબર ક્રાઇમને ગૃહવિભાગના હવાલાથી જાણ કરી હતી કે, શહેરમાં કોઇ પણ ફોર વહ્લીમાં મુસાફરી દરમિયાન માસ્ક ફરજિયાત હોવાની જાણ કરી હતી. જેના પગલે રિક્ષા, ટેક્સી કે કેબ ચાલક સરકારી કે ખાનગી વાહનચાલકો અને મુસાફરોએ તમામે માસ્ક ફરજિયાત પહેરવો પડશે. ડ્રાઇવર એકલા હશે તો પણ માસ્ક ફરજીયાત પણે પહેરવાનો રહેશે. 

રત્ન'કલાકાર' નોકરીનાં પ્રથમ દિવસે જ 1.75 લાખ રૂપિયાનાં હીરા લઇને ફરાર થઇ ગયો

જેમાં સ્પષ્ટતા કરવામાં આવી કે, 2020 ના ગૃહ વિભાગ દ્વારા ફોર વ્હીલરમાં મુસાફરી દરમિયાન એક વ્યક્તિ હોય તો તેને માસ્ક પહેરવામાંથી મુક્તી અપાઇ હતી પરંતુ હવે એક વ્યક્તિ હશે તો પણ માસ્ક પહેરવું પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગૃહવિભાગ અને આરોગ્ય વિભાગના અલગ અલગ પરિપત્રના કારણે પોલીસ અને નાગરિકો વચ્ચે ઘર્ષણના અનેક કિસ્સા સામે આવ્યા હતા. જેના કારણે આ પરિપત્ર કરીને સ્પષ્ટતા કરવામાં આવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube