આરોગ્ય વિભાગની સૌથી મોટી ભરતી જાહેર , કુલ 2000થી વધુ જગ્યાઓ ભરાશે, જાણો વિગત
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલે કે જીપીએસસી દ્વારા આરોગ્ય વિભાગમાં ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તબીબી ક્ષેત્રમાં સરકારી નોકરી કરવા ઈચ્છતા ઉમેદવારો માટે સારા સમાચાર છે.
Trending Photos
ગાંધીનગરઃ સરકારી ભરતીની તૈયારી કરી રહેલા લોકો માટે સારા સમાચાર છે. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા આરોગ્ય વિભાગની સૌથી મોટી ભરતી જાહેર કરવામાં આવી છે. જાહેરાત પ્રમાણે તબીબી ક્ષેત્રમાં 2 હજારથી વધુ ભરતી કરવામાં આવશે. આ માટેનો વિસ્તૃત કાર્યક્રમ પણ જીપીએસસી દ્વારા જાહેર કરવામાં આવશે.
આરોગ્ય વિભાગની સૌથી મોટી ભરતી જાહેર
પ્રાપ્ત વિગત અનુસાર આ આરોગ્ય વિભાગની સૌથી મોટી ભરતી હશે. જેમાં 2000 કરતા વધુ જગ્યા ભરવામાં આવશે. જો વાત કરવામાં આવે તો તબીબી અધિકારી વર્ગ-2ની 1506 જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે. આ સિવાય જનરલ સર્જન નિષ્ણાંતની 200 જગ્યાઓ ભરવામાં આવશે. ફિઝિશિયન તજજ્ઞની 227 જગ્યાઓ, ગાયનેકોલોજિસ્ટની 273 જગ્યાઓ તથા વીમા તબીબી અધિકારીની 147 જગ્યાઓ પર ભરતી થશે.
સરકારી દવાખાના તથા મેડિકલ કોલેજ માં ડોક્ટરો તથા પ્રાધ્યાપકો મળી રહે તે હેતુથી આયોગ દ્વારા કુલ 2800 થી વધુ જગ્યાઓ માટે 29 સંવર્ગની જાહેર ખબર વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે. જે ઉમેદવારો અભ્યાસના છેલ્લા વર્ષમાં હોય તેઓ પણ અરજી કરી શકશે.
— Hasmukh Patel (@Hasmukhpatelips) November 20, 2024
આરોગ્ય વિભાગની કુલ 2800 જગ્યાઓ માટેની અરજી આવતીકાલે બપોરે કલાક એક વાગ્યાથી ઓજસતી કરી શકાશે. અરજી કરવાની છેલ્લી તારીખ 10 ડિસેમ્બર 2024 રહેશે. આમાંથી એક પણ જગ્યા ખાલી ન રહે તે માટે ગુજરાતના ડોક્ટરોને તથા તબીબી વિદ્યાશાખામાં છેલ્લા વર્ષમાં ભણતા વિદ્યાર્થીઓને અરજી કરવા વિનંતી.
— Hasmukh Patel (@Hasmukhpatelips) November 20, 2024
આ જગ્યાઓ ભરાશે
તબીબી અધિકારી વર્ગ બેની 1506 જગ્યા ઉપર ની ભરતી જાહેર
જનરલ સર્જન તજજ્ઞ ની 200 જગ્યા ઉપર ની ભરતી જાહેર
ફિઝિશિયન તજજ્ઞ 227 જગ્ભરતી
ગાયનેકોલોજિસ્ટ 273 જગ્યા ઉપર ભરતી
વીમા તબીબી અધિકારી ને 147 જગ્યા ઉપર ભરતી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે