ગુજરાતના મોસ્ટ વોન્ટેડ બુટલેગરને પકડવા ક્રાઈમ બ્રાન્ચની ટીમ જાનૈયા બની, માથા પર સાફો પહેરીને પહોંચી લગ્નમાં

દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે જાનૈયાઓનો વેશ ધારણ કરી રાજ્યાન મોસ્ટ વોન્ટેડ બુટલેગર ઝડપી પાડ્યો છે. આ બુટલેગર 144 થી વધુ ગુનાઓમાં વોન્ટેડ હતો. દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે જાનૈયાઓનો વેશ ધારણ કરી રાજ્યનો મોસ્ટ વોન્ટેડ બુટલેગર ઝડપી પાડ્યો છે. 

ગુજરાતના મોસ્ટ વોન્ટેડ બુટલેગરને પકડવા ક્રાઈમ બ્રાન્ચની ટીમ જાનૈયા બની, માથા પર સાફો પહેરીને પહોંચી લગ્નમાં

Dahod News હરિન ચાલીહા/દાહોદ : દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે જાનૈયાઓનો વેશ ધારણ કરી રાજ્યાન મોસ્ટ વોન્ટેડ બુટલેગર ઝડપી પાડ્યો છે. આ બુટલેગર 144 થી વધુ ગુનાઓમાં વોન્ટેડ હતો. દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે જાનૈયાઓનો વેશ ધારણ કરી રાજ્યનો મોસ્ટ વોન્ટેડ બુટલેગર ઝડપી પાડ્યો છે. 

દાહોદ જિલ્લો સરહદી જિલ્લો છે, જેની પાસે રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડર અડીને આવેલી છે. અન્ય રાજ્યોની બોર્ડર નજીક આવેલી હોઈ અહી આસાનીથી દારુ ગાંધીના ગુજરાતમા અનેક રસ્તાઓથી ધુસાડવામા આવે છે. પરંતુ જેમ બુટલેગરો સ્માર્ટ બની રહ્યા છે તેવી જ રીતે પોલીસ પણ હવે સ્માર્ટ બની રહી છે. ફિલ્મી થ્રીલરની જેમ રાજયના સૌથી મોસ્ટ વોન્ટેડ બુટલેગરને ઝડપી પાડવામા લોકલ ક્રાઈમ બ્રાંચને સફળતા મળી હતી. 

રાજ્યના ટોપ-24 તથા જિલ્લામાં ટોપ-10 યાદીમા જેનું નામ વોન્ટેડ લિસ્ટ મા સૌથી મોખરે છે અને જે બુટલેગર છેલ્લા 2007 થી પોલીસ ચોપડે 144 થી વધુ ગુનાઓમા નાસ્તો ફરતો ફરીર હ્યો છે, તેવા પીદીયા રતના સંગાડીયા (સંગાડા), રહે ગોવાળી પતરા, તાલુકા-મેધનગર જિલ્લો- ઝાબુઆ મદયપ્રદેશને પકડી પાડ્યો છે. જેના ઉપર રુપીયા 10 હજારનું રોકડ ઇનામ જાહેર કરાયેલ હતો. તે એક લગ્ન પ્રસંગમા આવવાનો હોવાનુ લોકલ ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી હતી. 

અમીર પરિવારની વહુ પણ કરતા ખચકાય તેવુ કામ ગરીબ માતાએ કહ્યું, દીકરાને કિડની આપી
 
દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ કેડી ડીંડોર દ્વારા જિલ્લા પોલીસ વડા બલરામ મીણાની સુચનાના આધારે લગ્નમાં જાનૈયાના રુપમાં જવા માટે પોલીસની ટીમ એવી જ રીતે તૈયાર થઈ હતી. તમામ પોલીસ કર્મચારીઓએ માથા પર સાફો પહેર્યો હતો. સ્થાનિક પેહવેશ પેહરી જિલ્લાની પોલીસ પરંપરાગત ગત ડીજેના તાલે નાચતા નાચતા મોસ્ટ વોન્ટેડ બુટલેગર જ્યા છુપાયો હતો, તે જગ્યાએ પહોંચી ધેરો નાંખ્યો હતો. બુટલેગર નાસવા જાય તે પેહલા જ પોલીસે તેને દબોચી લીધો હતો.
 
આરોપીનોની વાત કરીએ તો પીદીયા સંગાડીયા મદધપ્રદેશ રાજસ્થાનથી મોટા પાયે દારુનો જથ્થો મંગાવી ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ પહોંચાડતો હતો. હાલ તો દાહોદ લોકલ ક્રાઈમ બ્રાંચે દાહોદ જિલ્લા સહીત રાજ્યના અને મદયપ્રદેશના 144 થી વધુ ગુના બહાર આવવા પામ્યા છે. ત્યારે હજી વધુ ગુના નો વધશે તેમ લાગે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news