Kejriwal In Gujarat Live Update: હું તમારા માટે ખુશખબર લાવ્યો છું, IB નો રિપોર્ટ છે કે ગુજરાતમાં AAPની સરકાર બનશે: કેજરીવાલ

Kejriwal In Gujarat Live Update : આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ સભા સ્થળે લોકોનું અભિવાદન ઝીલીને ભારત માતા કી જય સાથે સંબોધન શરૂ કર્યું હતું. જેમાં તેમણે, કેમ છો મઝામાં?

Kejriwal In Gujarat Live Update: હું તમારા માટે ખુશખબર લાવ્યો છું, IB નો રિપોર્ટ છે કે ગુજરાતમાં AAPની સરકાર બનશે: કેજરીવાલ

હરીન ચાલીહા/દાહોદ: વિધાનસભાની ચૂંટણી હજી જાહેર થઈ નથી, પરંતુ તેના પહેલા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં સભાઓ ગજવી રહ્યા છે. આજે દાહોદ ખાતે દિલ્હીના સીએમ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગંવત માન નવજીવન આટર્સ  એન્ડ કોમર્સ કોલેજ ખાતે એક સભાનું આયોજન કરાયું છે. જ્યાં મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડી છે. બીજી બાજુ AAPના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અહીં સ્ટેજ પરથી કેજરીવાલે ગુજરાતીમાં ભાષણ સંબોધ્યું હતું.

આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ સભા સ્થળે લોકોનું અભિવાદન ઝીલીને ભારત માતા કી જય સાથે સંબોધન શરૂ કર્યું હતું. જેમાં તેમણે, કેમ છો મઝામાં? ગુજરાતીમાં કહ્યું હતું. કેજરીવાલે જણાવ્યું કે, ગુજરાતમાં મને ખુબ પ્રેમ મળે છે. જ્યારે પણ અમારી સરકાર બનશે તમામ કરેલા વાયદા પુરા કરીશું. હું તમારા માટે ખુશ ખબર લાવ્યો છું. આઈબીનો રિપોર્ટ છે કે સર્વેમાં ગુજરાતમાં આમ આદમીની સરકાર બનશે. આઈ બી રિપોર્ટ પ્રમાણે આમ આદમી પાર્ટી  84 થી 86 બેઠકો આવશે.

પરિવર્તન નિશ્રિત છે,
એક મોકો કેજરીવાલને!! #GujaratWithAAP pic.twitter.com/sUSL1pXqpR

— AAP Gujarat | Mission2022 (@AAPGujarat) October 8, 2022

કેજરીવાલે ભારપૂર્વક જણાવ્યું હતું કે, IBએ કેન્દ્ર સરકારને રિપોર્ટ આપ્યો છે કે ગુજરાતમાં આપની સરકાર બની રહી છે. આ હું નથી કહી રહ્યો. રિપોર્ટ બોલી રહ્યો છે. આમ આદમી પાર્ટી જીતી રહી છે. બે ત્રણ સીટથી જીતી રહી છે. પરંતુ બે ત્રણ નહીં પરંતુ 30-40 સીટથી જીત થવી જોઇએ. તેના માટે આપણે બધાએ ખૂબ મહેનત કરવી પડશે. આપડે રેકોર્ડબ્રેક બેઠકો લાવવાની છે. 

કેજરીવાલે જણાવ્યું હતું કે, 1 ડિસેમ્બરે જ્યારે ગુજરાતમાં સરકાર આમ આદમીની સરકાર બનશે ત્યારે આપણે સૌથી પહેલા ભ્રષ્ટચાર હટાવીશું. તમામ એમપીએમએલએ એ ગુજરાતમાં લૂંટ ચલાવી છે. તમામ વસ્તુઓ પર ટેક્સ લગાવ્યો છે. ગુજરાત સરકાર દર વર્ષે અઢી લાખ કરોડ રૂપિયા ખર્ચે છે. પણ કોઈ વિકાસ નથી માત્ર પોતાનો વિકાસ કરે છે. પરંતુ આમ આદમીની સરકાર બનશે તો ગુજરાતને જેણે લૂંટયા તેમની પાસેથી રૂપિયા રિકવર કરીશું અને મફત વીજળી આપીશું. અમારો કોઈપણ નેતા ભ્રષ્ટચાર કરશે તો જેલમાં મોકલીશું. 

તેમણે ઉમેર્યું હતું કે, પંજાબમાં એક મંત્રીએ ગરબડ કરી તો ત્યાં એ મંત્રીને જેલમાં ધકેલી દેવામાં આવ્યો. અમે ગુજરાતમાં ચાલતા તમામ ગોટાળા બંધ કરાવીશું. પેપર ફોડવા વાળાઓને 10 વર્ષ સુધી જેલમાં મોકલીશું. દિલ્હીમાં કોઈ સરકારી ઓફિસે નથી જવું પડતું, ફોન કરો તો બધી સુવિધા ઘરે બેઠા મળશે. કેજરીવાલે જણાવ્યું કે, એક માર્ચ પછી ખુબ જ મોંઘવારી વધી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news