Shreyas Iyer Statement : સતત ચાર હાર બાદ પંજાબ કિંગ્સનો કેપ્ટન શ્રેયસ ઐયર આખરે અકળાયો છે. હાર બાદ તેણે ટીમના બોલરોને આડે હાથ લીધા અને હારનું મુખ્ય કારણ નબળી ફિલ્ડિંગ પણ ગણાવી. ઐયરે વધુમાં સ્વીકાર્યું કે આ પીચ પર કુલ 210 રન પૂરતા હતા અને તેનો સફળતાપૂર્વક બચાવ કરી શકાયો હોત.
PBKS vs SRH : સનરાઇઝર્સ હૈદરાબાદ સામેપંજાબ કિંગ્સની 33 રનથી કારમી હાર થઈ છે. આ મેચમાં પંજાબ કિંગ્સનો શશાંક સિંહ રડાર પર હતો. કારણ કે છેલ્લી ઘણી મેચોથી શશાંક સિંહ કેચ છોડવાના કારણે શંકાના ઘેરામાં હતો. ત્યારે આ મેચમાં ફરી એકવાર આ જ ભૂલો કરી છે. ત્યારે હવે શ્રેયસ ઐયરે આખરે આ બાબતે પોતાનું મૌન તોડ્યું છે.
IPL 2026 : પંજાબ કિંગ્સને ગુજરાત ટાઇટન્સ સામેની રમાયેલી મેચમાં 4 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે પિચ પર સવાલ ઉઠાવ્યા હતા. શ્રેયસને લાગ્યું કે, મુશ્કેલ પિચ હોવા છતાં તેની ટીમ 160થી વધુનો સ્કોર બનાવવામાં સફળ રહી.
Shreyas Iyer Statement : રાજસ્થાન રોયલ્સે પંજાબ કિંગ્સને 6 વિકેટથી હરાવ્યું. આ પછી પંજાબના કેપ્ટન શ્રેયસ ઐયરે એક મોટું નિવેદન આપ્યું. તેણે હારના કારણો જણાવ્યા અને તેમના ખરાબ પ્રદર્શન વિશે ખુલીને વાત કરી.
T20 Team Selection: ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરે શ્રેયસ ઐયરની પ્રશંસા કરી છે અને ભારતીય ટી20 ક્રિકેટ ટીમમાંથી બાકાત રાખવા પર પોતાનો ગુસ્સો પણ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે જો ઐયરનો સમાવેશ નહીં થાય, તો તેઓ અવાજ ઉઠાવશે અને તેમના માટે વિરોધ કરશે.
Shreyas Iyer : પંજાબ કિંગ્સે IPLમાં સતત બીજી જીત મેળવી, પરંતુ સ્લો ઓવર રેટના કારણે કેપ્ટન શ્રેયસ ઐયર અને ટીમને દંડ ફટકારવામાં આવ્યો. ઐયરને ₹24 લાખનો દંડ ફટકારવામાં આવ્યો, જ્યારે અન્ય ખેલાડીઓને પણ દંડ ફટકારવામાં આવ્યો. જો કે, વારંવાર આ નિયમના ભંગથી હવે ભવિષ્યમાં પ્રતિબંધનું જોખમ વધી ગયું છે.
Shreyas Iyer : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયર સામે કાર્યવાહી કરી છે. શ્રેયસ ઐયરની કેપ્ટનશીપ હેઠળ પંજાબ કિંગ્સે IPL 2026માં તેમના અભિયાનની શાનદાર શરૂઆત ગુજરાત ટાઇટન્સને હરાવીને કરી હતી.
IND vs NZ 4th T20 : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે વિશાખાપટ્ટનમમાં ચોથી T20 મેચ રમાશે. 5 મેચોની સિરીઝમાં ભારતે 3-0થી સિરીઝ પર કબજો કરી લીધો છે, ત્યારે ચોથી મેચમાં આજે ભારતની પ્લેઈંગમાં કેટલાક ફેરફાર જોવા મળી શકે છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, પ્લેઈંગ 11માં કોને તક મળી શકે છે.
IND vs NZ : ન્યૂઝીલેન્ડ સામેની પહેલી T20 માટે ઈશાન કિશનની ભારતીય ટીમમાં વાપસી થશે અને ત્રીજા નંબરે બેટિંગ કરશે. કેપ્ટન સૂર્યકુમાર યાદવે સ્પષ્ટ કર્યું કે તિલક વર્માની ગેરહાજરીમાં ઈશાન શ્રેષ્ઠ વિકલ્પ છે. ઘરેલુ ક્રિકેટમાં પોતાના પ્રભાવશાળી પ્રદર્શનને કારણે ઈશાને ભારતીય ટીમમાં પોતાનું સ્થાન ફરીથી સ્થાપિત કર્યું છે.
Team India Playing 11: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ODI સીરીઝની પહેલી મેચ 11 જાન્યુઆરીએ રમાશે. વડોદરામાં આ મેચમાં ઋષભ પંતને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળે તેવી શક્યતા હાલ દેખાઈ રહી નથી. ત્યારે ચાલો જાણીએ કે પહેલી વનડેમાં ભારતની પ્લેઈંગ કેવી હશે.
ન્યુઝીલેન્ડ સામેની વનડે સિરીઝ પહેલા શ્રેયસ ઐયરને મુંબઈનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. અત્યાર સુધી મુંબઈની કેપ્ટનશીપ કરી રહેલો શાર્દુલ ઠાકુર ટીમમાંથી બહાર થઈ ગયો છે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રણ મેચની ODI શ્રેણી માટે ટીમ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, પરંતુ એ સ્પષ્ટ છે કે શ્રેયસ ઐયરની વાપસી હવે અશક્ય છે. તેથી આ ખેલાડીને લોટરી લાગી શકે છે, કેપ્ટન શુભમન ગિલની વાપસી લગભગ નિશ્ચિત છે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની વનડે શ્રેણી શરૂ થવામાં બે અઠવાડિયાથી પણ ઓછો સમય બાકી છે, ત્યારે ભારતીય ટીમ માટે કેટલાક ખરાબ સમાચાર આવ્યા છે. સ્પર્ધાત્મક ક્રિકેટ માટે ફિટ દેખાતા સ્ટાર બેટ્સમેન શ્રેયસ ઐયરની વાપસીમાં વિલંબ થઈ શકે છે.
IND vs NZ : શુભમન ગિલ ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાં ટીમનું નેતૃત્વ કરશે. ગિલ સંપૂર્ણપણે ફિટ છે અને તેણે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. વધુમાં શ્રેયસ ઐયર પણ ઈજામાંથી સ્વસ્થ થયા પછી ટીમમાં વાપસી કરી શકે છે.
Shreyas Iyer Injury Update : ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી શ્રેયસ ઐયરની ઈજા અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તેને ઓસ્ટ્રેલિયા સામેની ODI શ્રેણી દરમિયાન ઈજા થઈ હતી અને ત્યારથી તે ક્રિકેટથી દૂર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ ODI શ્રેણી ગુમાવી શકે છે. IPLમાં પણ રમવા અંગે શંકા છે.
ટેસ્ટ બાદ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ ODI મેચ પણ રમાશે, જેના માટે ટીમની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. ત્યારે ODI સિરીઝમાં આ ખતરનાક ખેલાડીની રમવાની શક્યતા ઘણી ઓછી છે.
Shreyas Iyer Injury : ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડે દરમિયાન વનડે ટીમના વાઈસ-કપ્તાન શ્રેયસ ઐયરને ઈજા થઈ હતી, જેના કારણે તેને ICUમાં રાખવો પડ્યો હતો. ત્યારે ICUમાંથી બહાર આવ્યા બાદ ઐયરે પહેલું નિવેદન આપ્યું છે.
Shreyas Iyer Injury Update : ભારતીય ક્રિકેટ ટીમના ચાહકો માટે એક મોટી અપડેટ આવી છે. ઈજાગ્રસ્ત ટીમ ઈન્ડિયાના ખેલાડી શ્રેયસ ઐયરના સ્વાસ્થ્યમાં સુધારો થયો છે. BCCIએ તેની ઈજા અંગે એક મેડિકલ અપડેટ શેર કરી છે.
Shreyas Iyer Collapsed in Dressing Room : શ્રેયસ ઐયર ઓસ્ટ્રેલિયા સામે સિડનીમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ દરમિયાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હાલ તેની તબિયત સુધારા પર છે.
shreyas iyer injury update: શ્રેયસ અય્યરને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે સિરીઝ માટે ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. આ સિરીઝમાં ભારતને 1-2થી હાર થઈ હતી. સિડની વનડે દરમિયાન શ્રેયસ અય્યર ઈજાગ્રસ્ત થયો હતો.
IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી વનડે મેચમાં ટીમ ઈન્ડિયાએ 9 વિકેટે જીત મેળવી છે, પરંતુ આ જ મેચ દરમિયાન એક મોટો ઝટકો લાગ્યો. ટીમનો સ્ટાર ખેલાડી ફિલ્ડિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયો. જેના કારણે તેને મેદાન છોડીને બહાર જવું પડ્યું. હવે આ ખેલાડીની ફિટનેસ અંગેની અપડેટ સામે આવી છે. જેના કારણે તે 3 અઠવાડિયા માટે ક્રિકેટના મેદાનથી દૂર થઈ ગયો છે.
Shreyas Iyer : BCCIની પસંદગી સમિતિએ વેસ્ટ ઇન્ડીઝ સામેની બે મેચની ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી છે. મિડલ ઓર્ડરના બેટ્સમેન શ્રેયસ ઐયરને ફરી એકવાર ભારતની ટેસ્ટ ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો છે. ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝ આવતા મહિને શરૂ થશે.