અમદાવાદના હાર્દસમાન લાલ દરવાજા ટર્મિનસમાં બનશે હેરિટેજ લૂકમાં બસ સ્ટેન્ડ, જાણો કેવી મળશે સુવિધા?

અમદાવાદ શહેરને વર્લ્ડ હેરીટેજ સિટીનો દરજ્જો મળ્યો છે, ત્યારે તેજ થીમ પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લાલ દરવાજા એએમટીએસ ટર્મિનસને પણ હેરીટેજ લુક સાથે તૈયાર કરાઇ રહ્યુ છે. લાલ દરવાજા એએમટીએસ ટર્મિનસ, કે શહેરની મધ્યમાં આવેલુ છે.

અમદાવાદના હાર્દસમાન લાલ દરવાજા ટર્મિનસમાં બનશે હેરિટેજ લૂકમાં બસ સ્ટેન્ડ, જાણો કેવી મળશે સુવિધા?

ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદની એક ઓળખ લાલ બસ, એટલે કે AMTS બસ. AMTSનું મુખ્ય બસ સ્ટેન્ડ લાલદરવાજા બસ ટર્મિનસ હવે હેરિટેજ લુક સાથેનું નવું બસ ટર્મિનસ બની રહ્યુ છે. 65 વર્ષ જૂના બસ સ્ટેન્ડને હેરિટેજ લુક આપી નવું બનાવવા માટેની કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે. આગામી બે મહીનામાં લાલદરવાજા બસ ટર્મિનસ મુસાફરો માટે કાર્યરત કરી દેવાશે. હેરિટેજ લુક સાથેનું નવું બસ સ્ટેન્ડ કેવું હશે અને એમાં કેવી સુવિધાઓ હશે.

અમદાવાદ શહેરને વર્લ્ડ હેરીટેજ સિટીનો દરજ્જો મળ્યો છે, ત્યારે તેજ થીમ પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લાલ દરવાજા એએમટીએસ ટર્મિનસને પણ હેરીટેજ લુક સાથે તૈયાર કરાઇ રહ્યુ છે. લાલ દરવાજા એએમટીએસ ટર્મિનસ, કે શહેરની મધ્યમાં આવેલુ છે અને મુસાફરોની ખુબ જ મોટી ભીડ પણ જોવા મળે છે. આ ટર્મિનસ પરથી દૈનિક 49 રૂટ પર 118 બસની અવરજવર થાય છે, જેનો અંદાજે અઢી લાખ મુસાફરો દૈનિક ઉપયોગ કરે છે. 

No description available.

  • હેરીટેજ સિટીમાં બની રહ્યુ છે હેરીટેજ લુક સાથેનુ બસ ટર્મિનસ
  • એએમટીએસ દ્વારા લાલ દરવાજા ટર્મિનસનું નવીનીકરણ
  • ખાસ રાજસ્થાની માર્બલનો ઉપયોગ કરી હેરીટેજ લુક અપાઇ રહ્યો છે
  • એપ્રિલ 2023 સુધીમાં બસ ટર્મિનસ તૈયાર થશે
  • 8.5 કરોડના ખર્ચે 11,583 સ્કવેરમીટર પર બની રહ્યુ છે નવું બસ સ્ટેન્ડ
  • 1 એપ્રિલ, 1947માં AMTS બસ સેવાની શરૂઆત થઈ હતી
  • વર્ષ 1955-56માં લાલદરવાજા AMTS ટર્મિનસ બનાવવામાં આવ્યું
  • ટર્મિનલ ઓફિસ, કેશ કેબિન,ટિકિટ ઇશ્યૂ સેન્ટર, સ્ટાફ માટેની સુવિધા ઊભી કરાશે
  • દિવ્યાંગ મુસાફરો માટે હશે ખાસ સુવિધા, સીસીટીવી થી થશે સતત નિરીક્ષણ
  • તમામ પ્લેટફોર્મ ઉપર ડિજીટલ ટાઇમટેબલની સુવિધા
  • બસની સ્પીડ નિયંત્રણ કરવા અત્યાધુનિક કંટ્રોલરૂમની વ્યવસ્થા
  • વીજ બચત કરવા બિલ્ડીંગની છત પર સોલાર પેનલ ફીટ કરાશે

AMTS કમિટીના ચેરમેન વલ્લભભાઈ પટેલે ઝી 24 કલાક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે લાલ દરવાજા બસ સ્ટેન્ડની આસપાસ ઐતિહાસિક ઇમારતો આવેલી હોવાથી દિલ્હીથી આર્કિયોલોજી વિભાગ પાસેથી મંજૂરી સહિત અન્ય પ્રક્રિયામાં વિલંબ થયો હતો, જે દૂર થતાં હવે આગામી દિવસોમાં નવું હેરિટેજ લુક સાથે બસ સ્ટેન્ડ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને આગામી 2 મહીનામાં અમદાવાદીઓ માટે ઉપયોગ શરૂ કરી દેવામાં આવશે. 

વર્ષ 2019માં મંજૂર થયેલી દરખાસ્ત બાદ લાલદરવાજા ટર્મિનસના નવીનીકરણની કામગીરી શરૂ થવાની હતી, પણ બસ ટર્મિનસની 200 મીટર નજીક આવેલી હેરિટેજ ઇમારતને કારણે દિલ્હી સ્થિત આર્કિયોલોજી વિભાગ પાસે પરવાનગી લેવામાં બે વર્ષનો સમય લાગ્યો હતો. વર્ષ 2017માં 5.72 કરોડના ખર્ચે બનવાનું હતું. 

જોકે લાલદરવાજા મજૂર મહાજન ઓફિસ પાસે 3 પ્લેટફોર્મ અને સોલર પેનલના રૂ. 15.75 લાખનો વધારો થતાં ટેન્ડરિંગની પ્રક્રિયા પૂર્ણ કરી દેવાયા બાદ અંદાજિત 8.5 કરોડના ખર્ચે અમદાવાદ શહેરનું નવું AMTS બસ ટર્મિનસ બનાવવામાં આવી રહ્યુ છે. મુસાફરો અને કર્મચારીઓ માટેની તમામ સુવિધાઓ ધરાવતુ ટર્મિનસ આગામી બે મહીનામાં શરૂ કરી દેવામાં આવશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news