સોખડા મંદિરમાં આજે જે થયું તે જોઇ સ્વામિનારાયણ ભગવાન પણ રડી પડ્યાં હશે, પોલીસ દ્વારા...

શહેરના સોખડા સ્વામિનારાયણ મંદિરમાં સેવક અનુજને સંતો દ્વારા માર મારવાના મામલે આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે સંતો સહિત 7 શખ્સો સામે ગુનો દાખલ કર્યો હતો. વડોદરાના સોખડા સ્વામિનારાયણ મંદિરમાં એકાઉન્ટ વિભાગમાં કામ કરતા સેવક અનુજ ચૌહાણને 4 સંતોએ માર માર્યો હતો. જેનો વિડિયો સોશીયલ મીડીયામાં વાયરલ થતાં હડકંપ મચ્યો હતો. અનુજે સમગ્ર મામલે તાલુકા પોલીસ સ્ટેશનમાં 4 સંતો સહિત મંદિરના અન્ય લોકો સામે અરજી આપી હતી, ત્યારબાદ અનુજ અને તેનો પરિવાર ભૂગર્ભમાં ઉતરી ગયો હતો, બાદમાં આજે અનુજ અને તેના પિતા તાલુકા પોલીસ સમક્ષ હાજર થયા. 
સોખડા મંદિરમાં આજે જે થયું તે જોઇ સ્વામિનારાયણ ભગવાન પણ રડી પડ્યાં હશે, પોલીસ દ્વારા...

વડોદરા : શહેરના સોખડા સ્વામિનારાયણ મંદિરમાં સેવક અનુજને સંતો દ્વારા માર મારવાના મામલે આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે સંતો સહિત 7 શખ્સો સામે ગુનો દાખલ કર્યો હતો. વડોદરાના સોખડા સ્વામિનારાયણ મંદિરમાં એકાઉન્ટ વિભાગમાં કામ કરતા સેવક અનુજ ચૌહાણને 4 સંતોએ માર માર્યો હતો. જેનો વિડિયો સોશીયલ મીડીયામાં વાયરલ થતાં હડકંપ મચ્યો હતો. અનુજે સમગ્ર મામલે તાલુકા પોલીસ સ્ટેશનમાં 4 સંતો સહિત મંદિરના અન્ય લોકો સામે અરજી આપી હતી, ત્યારબાદ અનુજ અને તેનો પરિવાર ભૂગર્ભમાં ઉતરી ગયો હતો, બાદમાં આજે અનુજ અને તેના પિતા તાલુકા પોલીસ સમક્ષ હાજર થયા. 

જેમને અરજી સંદર્ભે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. સાથે જ પોતાના નિવેદનો લખાવ્યા જેના આધારે તાલુકા પોલીસે મંદિરના 5 સંતો સહિત 7 શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે. અનુજ અને તેના પિતાએ પોલીસ કાર્યવાહીથી સંતોષ વ્યક્ત કર્યો છે, સાથે જ આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. અનુજની અરજીના અનુસંધાને તાલુકા પોલીસે સોખડા મંદિરના સંતો પ્રભુપ્રિય સ્વામી, હરીસ્મરણ સ્વામી, ભક્તિ વલ્લભ સ્વામી, સ્વામીસ્વરૂપ સ્વામી, હિરલ સ્વામી, આસોજના પ્રણયભાઈ, સોખડાના મનહરભાઈ પટેલ સામે ગુનો દાખલ કર્યો છે.

પોલીસે આરોપીઓ સામે આઈ.પી.સી. કલમ143,147,149,323,294(ખ) મુજબ ગુનો દાખલ કર્યો. તપાસ અધિકારીએ કહ્યું કે આરોપીઓએ અનુજને માર માર્યો હોવાનુ તપાસમાં ફલિત થયું. પોલીસ ફરિયાદ બાદ હવે પોલીસે આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે, સાથે જ પોલીસ ફરિયાદ થતાં સોખડા મંદિરની ગાદીપતિ માટેની લડાઈ હવે વધુ તેજ બનશે તેવું લાગી રહ્યું છે. ત્યારે આગામી દિવસોમાં ફરિયાદના શું પડઘા પડે છે તે તો સમય જ બતાવશે.

સોખડા સ્વામિનારાયણ મંદિરમાં સેવકને માર મારવાનો મામલે હવે પોલીસ દ્વારા આક્રમક કાર્યવાહી. તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ અજયપાલસિંહ રાઉલજીનું નિવેદન સામે આવ્યું છે. પોલીસે મંદિરના 7 લોકો સામે ગુનો દાખલ કર્યો છે. આસોજના પ્રણયભાઈ, સોખડાના મનહરભાઈ, પ્રભુપ્રિય સ્વામી, હરીસ્મરણ સ્વામી, ભક્તિ વલ્લભ સ્વામી, સ્વામીસ્વરૂપ સ્વામી, હિરલ સ્વામી સામે ગુનો દાખલ કર્યો છે. પોલીસે આઈ.પી.સી. કલમ 143,147,149,323,294(ખ) મુજબ ગુનો દાખલ કર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news