CR Patil : સીઆર પાટીલને જળશક્તિ મંત્રાલય સોંપાયા બાદ તેઓ પહેલીવાર ગુજરાત આવ્યા, કાર્યકર્તા આભાર દર્શન સમારોહમાં તેમણે બનાસકાંઠામાં ભાજપની હારની જવાબદારી લીધી, જાણો શું કહ્યું
ગુજરાતમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ભાજપનું હેટ્રિકનું સપનું રોળાઈ ગયું. 26માંથી 25 બેઠક જીતી પરંતુ બનાસકાંઠામાં હારનો સ્વાદ ચાખવો પડ્યો. વાવથી ધારાસભ્ય ગેનીબહેન ઠાકોરની ભવ્ય જીત બનાસકાંઠામાં થઈ. હવે કોઈ પણ બે પદ રહી શકતું નથી. ત્યારે ગેનીબહેન ઠાકોરે વાવના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે.
Geniben Thakor : બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર વાવના ધારાસભ્ય પદેથી આપશે રાજીનામું..... આજે સવારે 11 વાગ્યે રાજીનામું આપશે ગેનીબેન..... વિધાનસભા અધ્યક્ષને પોતાનું રાજીનામું સોંપશે
Geniben Thakor At Ambaji : લોકસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવીને ગુજરાત કોંગ્રેસને સજીવન કરનાર ગેનીબેન ઠાકોર મા અંબાના દ્વાર પહોંચ્યા, કોંગ્રેસના કાર્યકર્તાઓએ ઢોલ નગારા સાથે તેમનું સ્વાગત કર્યું હતું. અંબાજીના રસ્તા પર તેમની ભવ્ય રેલી નીકળી હતી. તો સામાન્ય શ્રદ્ધાળુની જેમ કોંગ્રેસના આ સાંસદે મા અંબાના દર્શન કર્યા હતા.
Geniben Thakor : ગુજરાત કોંગ્રેસ કરશે સાંસદ ગેનીબેન ઠાકોરનું સન્માન... 13 જૂને બપોરે 2 કલાકે રાજીવ ગાંધી ભવનમાં યોજાશે કાર્યક્રમ... ચૂંટણીમાં મજબૂતાઈથી લડનારા ઉમેદવારોનું પણ થશે અભિવાદન
EVM: ભારતમાં લોકસભા ચૂંટણીના પરિણામો 4 જૂને આવ્યા છે. આ ચૂંટણીઓમાં દર વખતની જેમ આ વખતે પણ અનેક નેતાઓએ સવાલો ઉભા કર્યા છે. ઈવીએમ એટલે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન જેનો ઉપયોગ મતદાન માટે થાય છે. અમે આ મોકાને ખાસ બનાવવા માટે અમે AI ટૂલ વડે કેટલીક તસવીરો તૈયાર કરી છે જે વર્ષ 2050માં EVM કેવું દેખાશે તેની માહિતી આપે છે. આવો આજે અમે તમને આ તસવીરો બતાવીએ.
Election Result 2024:લોકસભા ચૂંટણીના પરિણામ આવી ગયા છે, આ પરિણામથી વિપક્ષમાં આનંદ છવાયો છે, હા તેમને સત્તા નથી મળી, પરંતુ તેમનો હરખ સમાતો નથી. તેમના હરખનું કારણ ભાજપને સ્પષ્ટ બહુમતી નથી મળી તે છે. આ બધા વચ્ચે ગુજરાતની નજર ગુજરાતમાંથી કોને મંત્રીમંડળમાં સ્થાન મળશે તેના પર છે.
Lok Sabha Election Result 2024: ગુજરાતમાં સૌથી ચર્ચાનું કેન્દ્ર બનેલી રાજકોટ બેઠકનું એવું પરિણામ જેની કલ્પના કદાચ પરશોત્તમ રૂપાલાએ પણ નહીં કરી હોય. જે ક્ષત્રિયોએ લાંબા સમય સુધી કર્યો અને માહોલ એવું બન્યો હતો કે રૂપાલાને રાજકોટથી જીતવું અઘરુ પડી જશે, પણ જ્યારે પરિણામ આવ્યું ત્યારે બધુ ઉલટું જોવા મળ્યું.
કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP)ના ગઠબંધનનો વોટશેર 33.93 ટકા રહ્યો છે. જેમાં કોંગ્રેસનો વોટ શેર 31.24 ટકા છે. છેલ્લા ત્રણ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનો વોટશેર 31 ટકાની આસપાસ રહ્યો છે. 30 ટકા ગુજરાતીઓ કોંગ્રેસને આજે પણ વોટ આપે છે.
Lok Sabha Election Results:લોકસભાની ચૂંટણીના પરિણામોએ સૌથી વધારે ભાજપના અરમાનો પર પાણી ફેરવ્યું છે. કેમ કે ભારતીય જનતા પાર્ટી પોતાની દરેક રેલીઓ અને સભાઓમાં અબકી બાર 400 પારના જોરશોરથી નારા લગાવતું હતું. પરંતુ પરિણામોમાં 400 તો દૂરની વાત રહી.
Lok Sabha Election Results 2024: બનાસકાંઠાની બેઠક પર ગેનીબહેન ઠાકોરે એકલા હાથે જીત મેળવી. ભાજપે તમામ 26 બેઠકો જીતવાની હેટ્રિક મારવાનું લક્ષ્યાંક નક્કી કર્યુ પરંતુ બનાસકાંઠાના મતદારોએ કંઈક અલગ નક્કી કર્યુ હતું. બેઠક જીત્યા બાદ ગેનીબહેને શું કહ્યું? ગેનીબેન ઠાકોરે કેવી રીતે ભાજપની સોનાની થાળીમાં ગોબો પાડી દીધો?
Loksabha Election Result: લોકસભા ચૂંટણીમાં ઈન્ડિયા ગઠબંધનને શાનદાર પ્રદર્શન કરી બધાને ચોંકાવી દીધા છે. ઈન્ડિયા ગઠબંધને અનેક રાજ્યમાં શાનદાર પ્રદર્શન કરી ભાજપના 400 પારના નારાને ધરાશાયી કરી દીધો છે.
Lok Sabha Election Result 2024 11 વર્ષ પહેલા જ્યારે મોદી સત્તામાં આવ્યા તો તેમણે કોંગ્રેસ મુક્ત ભારતની વાત કહી હતી. 2019 અને 2024ની ચૂંટણીમાં પણ તેમણે કોંગ્રેસ મુક્ત ભારતની વાતો કહી. પરંતુ 2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના પ્રદર્શનમાં જોરદાર સુધારો થયો છે.
Top Stocks For Today: બજારમાં સોમવારે જોરદાર રેલી જોવા મળી હતી, પરંતુ આજે માર્કેટ ખૂલતાં જ 15 મિનિટ કડડભૂસ થઇ ગયું છે. આજે બજારમાં ઉતાર ચઢાવ જોવા મળી શકે છે. પરંતુ આ બધાની વચ્ચે ખાસ ખાસ સ્ટોક્સ ફોક્સમાં રહેશે.
Gujarat Lok Sabha Chunav Result 2024 : લોકસભાની ચૂંટણીના પરિણામ આજેઆવશે, આજે 4 જુના રોજ મતગણતરીમાં શુ થશે, કોણ જીતશે, કોણ હારશે એ તમામ માહિતી તમને મળી રહેશે, એ પણ એક ક્લિક પર
Gujarat Lok Sabha Chunav Result 2024: આજે લોકસભાની ચૂંટણી માટે પરિણામનો દિવસ છે, ગુજરાતની 26 બેઠકો પર કોણ જીતશે અને કોણ હારશે જુઓ લાઈવ અપડેટ્સ
Lok Sabha Chunav 2024 Result: સેવાનિવૃત્ત ન્યાયાધીશોએ ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાઈ. ચંદ્રચૂડ અને મુખ્ય ચૂંટણી કમિશનરને પણ આગ્રહ કર્યો કે જો વર્તમાન સત્તામાં રહેલી સરકાર જનાદેશ ગુમાવી દે તો તે સત્તાના સુચારૂ હસ્તાંતરણ નક્કી કરી બંધારણની મર્યાદા યથાવત રાખે.
Lok Sabha Election Result 2024ના એક દિવસ પહેલા ઉજ્જૈનના વાસ્તુ નિષ્ણાત અને જ્યોતિષ આચાર્ય પંડિત રાહુલ ભારદ્વાજે કહ્યું હતું કે આ વખતે ચૂંટણીનો મુકાબલો સીધો રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી વચ્ચે છે, મોદીની કુંડળીમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે.
ગુજરાતમાં 25 લોકસભા સીટ પર આવતીકાલે મત ગણતરી થવાની છે. મત ગણતરી પહેલા ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો દ્વારા પોત-પોતાની જીતના દાવા કરવામાં આવી રહ્યાં છે. પરંતુ સમગ્ર ચિત્ર તો મતગણતરી બાદ જ સ્પષ્ટ થશે.
દેશમાં આવતીકાલ એટલે કે મંગળવારે લોકસભા ચૂંટણીમાં મતગણતરી થવાની છે. ગુજરાતમાં 25 બેઠકો પર મતગણતરી હાથ ધરાશે. આ માટે ચૂંટણી પંચે તમામ વ્યવસ્થા કરી લીધી છે.
Lok Sabha Election Result 2024 : આવતી કાલે ચૂંટણી પરિણામ પહેલાં શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર, ZEE 24 કલાકની ટીમે જ્યોતિષ સાથે કરી ખાસ વાતચીત, જ્યોતિષ શાસ્ત્ર મુજબ પ્રધાનમંત્રી ત્રીજીવાર સંભાળશે સત્તાનું સુકાન
Lok Sabha Election Result 2024 : રાજ્યના 26 મતગણતરી કેન્દ્રો ખાતે તમામ આવશ્યક તૈયારીઓ પૂર્ણ થઈ, રાજ્યમાં 26 મતગણતરી કેન્દ્રો પર આવતીકાલે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ કરવામાં આવશે