મોટી દુર્ઘટના: વડોદરાના હરણી લેકમાં બોટ પલટી, એક વિદ્યાર્થીનું મોત, 15થી વધુની શોધખોળ શરૂ
હરણી લેક ઝોનમાં બોટ પલટી જતા એક વિદ્યાર્થીનું કરૂણ મોત થયું છે. જાણવા મળી રહ્યું છે કે બોટમાં ખાનગી સ્કુલના વિદ્યાર્થીઓ સવાર હતા. કુલ 15થી વધુ વિદ્યાર્થીઓ બોટમાં સવાર હતા. જેમાંથી એક વિદ્યાર્થીનું મોત થયું છે
Trending Photos
ઝી બ્યુરો/વડોદરા: વડોદરાના હરણી લેકમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. હરણી લેક ઝોનમાં બોટ પલટી જતા એક વિદ્યાર્થીનું કરૂણ મોત થયું છે. જાણવા મળી રહ્યું છે કે બોટમાં ખાનગી સ્કુલના વિદ્યાર્થીઓ સવાર હતા. કુલ 15થી વધુ વિદ્યાર્થીઓ બોટમાં સવાર હતા. જેમાંથી એક વિદ્યાર્થીનું મોત થયું છે, જ્યારે અન્ય 15 વિદ્યાર્થીઓ લાપતા છે. આ ઘટનાની માહિતી મળતાં જ ફાયર અને રેસ્ક્યૂ ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને તળાવમાંથી એક વિદ્યાર્થીનો મૃતદેહ બહાર કાઢ્યો છે, જ્યારે અન્ય 5 વિદ્યાર્થીઓની શોધખોળ ચાલું છે. વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, વડોદરાના હરણી તળાવમાં મોટી દુર્ઘટના સર્જાઇ છે. ન્યૂ સનરાઈઝ શાળાના વિદ્યાર્થીઓથી ભરેલ એક બોટ પલટી જતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર બોટમાં 15થી વઘુ વિદ્યાર્થી સવાર હતા. અમુક વિદ્યાર્થીનું અત્યાર સુધીમાં રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. પરંતુ દુર્ભાગ્યવશ એક વિદ્યાર્થીનું મોત થયું છે. આ ઘટનાની જાણ થતાં ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. કેટલાક વિદ્યાર્થીઓ ડૂબી ગયા હોવાની આશંકા સેવાઇ રહી છે. વિદ્યાર્થીઓની શોધ ચાલું છે.
BREAKING: વડોદરાના હરણી લેકમાં બોટ પલટી, આશરે 15થી 30 વિદ્યાર્થીઓ બોટમાં સવાર હોવાની શક્યતા#Gujarat #BreakingNews #Vadodara pic.twitter.com/bnO2rfzckZ
— Zee 24 Kalak (@Zee24Kalak) January 18, 2024
એવું પણ જાણવા મળી રહ્યું છે કે, ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓને લેક ઝોન ખાતે લાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ ભરેલી બોટ પલટી ખાતા બાળકો તળાવમાં ડૂબ્યા હતા. જેમાં એક બાળકનું ઘટના સ્થળ પર મોત થયું છે, જ્યારે 15થી વધુ બાળકો લાપતા બન્યા છે. બોટની કેપેસિટીથી વધુ બાળકોને બોટમાં બેસાડવામાં આવ્યા હતા. આ ઘટનામાં એડવેન્ચર ગ્રુપના ખાનગી કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે. બોટીંગ કોન્ટ્રાક્ટર દ્વારા બાળકોને લાઈવ જેકેટ પણ આપવામાં ન આવ્યું હતું. આ ઘટનાની પગલે ફાયરની ટીમ ઘટના સ્થળ પહોંચી બાળકોને રેસ્ક્યૂ કરવાની કામગીરી શરૂ કરી છે. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.
આ ઘટનાની જાણ થતા જ ઉચ્ચ અધિકારીઓ સાથે કલેક્ટર પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આ ઉપરાંત બચાવ કામગીરીની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તળાવમાંથી 5થી 6 વિદ્યાર્થીઓને તળાવમાંથી હેમખેમ કાઢી લેવામાં આવ્યા છે. બોટમાં 23 બાળકો સહિત 4 શિક્ષકો હાજર હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે