ભાવનગરમાં આધેડની હત્યા, કૌટુંબિક ઝઘડાની દાઝ રાખી 5 શખ્સોએ કર્યો હુમલો

ભાવનગરના (Bhavnagar) ઘોઘામાં આધેડની હત્યા (Murder) થતાં સમગ્ર ગામમાં ચકચાર મચી જવા પામી છે. આધેડ પર 5 શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેમાં આધેડનું મોત નીપજ્યું હતું

Updated By: Jun 23, 2021, 09:22 PM IST
ભાવનગરમાં આધેડની હત્યા, કૌટુંબિક ઝઘડાની દાઝ રાખી 5 શખ્સોએ કર્યો હુમલો
પ્રતિકાત્મ તસવીર

નવનીત દલવાડી/ ભાવનગર: ભાવનગરના (Bhavnagar) ઘોઘામાં આધેડની હત્યા (Murder) થતાં સમગ્ર ગામમાં ચકચાર મચી જવા પામી છે. આધેડ પર 5 શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેમાં આધેડનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા પોલીસ (Police) કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

ભાવનગરના (Bhavnagar) ઘોઘાના રામપર (ગોરિયાળી) ગામમાં આઘેડની હત્યાની (Murder) ઘટના સામે આવી છે. આ ઘટના બાદ સમગ્ર ગામમાં ચકચાર મચી ગઈ હતી. ત્યારે આ માલલે પોલીસે વધુ તપાસ હાથ ધરતા પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું હતું કે, જૂની અદાવતના કારણે આધેડની હત્યા કરાઈ છે. કૌટુંબિક ઝઘડાની (Family Quarrels) દાઝ રાખી 5 શખ્સો દ્વારા આધેડ પર હુમલો કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:- દિલ્હીના DyCM ના આગમન પહેલા રાજકારણ ગરમાયું, સુરતના મોટા નામો AAP જોડાઈ તેવી શક્યતા

જો કે, આધેડને ઢીકાપાટું અને બોથડ પદાર્થ વડે માર મારતા તેનું મોત નીપજ્યું હતું. આ ધટનામાં તેજાભાઈ, ભુપતભાઈ, અશ્વિનભાઈ, જેરામભાઈ અને રતનાબેન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે આધેડ પર હુમલો કરનાત તમામ લોકો મૃતકના નજીકના સંબંધીઓ હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube