murder

અમદાવાદ: દાણીલીમડા પત્નીની હત્યા કેસમાં આરોપી પતિની ધરપકડ

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં પતિએ જ પત્નીને હત્યા કર્યાનો બનાવ સામે આવ્યો. જોકે ગણતરીના જ કલાકોમાં પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી લીધી અને હત્યા અંગે પ્રાથમિક તપાસ કરતા ઘરકંકાસ કારણભૂત હોવાનું સામે આવ્યુ છે.

Jul 22, 2020, 11:32 PM IST

સુરતમાં છેડતી બાબતે ખુનીખેલ, હથિયાર સાથે થયેલી બબાલમાં યુવકની હત્યા

નાનાપુરા માછીવાડ હોલી મહોલ્લા ગત રોજ સંદીપ અને તેનો વિપુલ અને તેનાં સાગરીતો ચપ્પુ જેવા ઘાતક હથિયાર લઇને નાનાપુરા માછીવાડમાં ઘુસ્યા હતા. એકાએક નિરંજન ભીમ્પોરિયા પર હુમલો કર્યો હતો. હુમલામાં મહોલ્લાનાં લોકો એકત્ર થઇને નિરંજનના બચાવમાં ઉતર્યા હતા. ત્યાં કેટલાક ઇસમોએ મૃતક સંદીપ પર હુમલો કર્યો હતો. ત્યાં સંદીપનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. 

Jul 21, 2020, 12:02 AM IST

સુરત : સોસાયટીમાં ઘુસવા જેવી સામાન્ય બાબતમાં એક વ્યક્તિની હત્યા

લાલગેટ વિસ્તારના માછીવાડ ખાતે મોપેડ પર આવેલા બે મિત્રોને મહોલ્લામાં અડધી રાત્રે કેમ આવ્યા છો તેમ પુછતા ઉશ્કેરાયેલા બંન્ને યુવક અને તેની સાથેના મિત્રો પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં એકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.  જ્યારે બીજો સારવાર હેઠળ છે. બનાવ અંગે લાલગેટ પોલીસે હત્યાના પ્રયા હેઠળ ધરપકડ કરી છે.

Jul 13, 2020, 05:26 PM IST

અમદાવાદમાં હત્યારાઓ બેખોફ: લૂંટના ઇરાદે આશાસ્પદ યુવાનને રહેંસી નાખ્યો

શહેરના ઘોડાસર વિસ્તારમાં આવેલા ગુરૂજી બ્રિજ પર મોડી રાત્રે યુવકની લૂંટના ઇરાદે હત્યા થતા ચકચાર મચી જવા પામી છે. પાકીટ અને મોબાઇલ જેવી સામાન્ય વસ્તુની લૂંટ માટે યુવકની હત્યા થઇ ગઇ છે. યુવક ઘરેથી એક કામ પતાવીને આવું છું તેમ કહીને નિકળેલા યુવકનો મૃતદેહ જ ઘરે પહોંચ્યો હતો. 

Jul 11, 2020, 10:23 PM IST

પ્રેમિકાને મળવા ગયેલા યુવકને મળ્યું મોત, આ રીતે પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલ્યો ભેદ

મૃતક ધ્રુવ યુવતિ સાથે પ્રેમમાં હોવાથી તેના મિત્રની બાઈક પર બેસી અને મળવા ગયો હતો. ધ્રુવ ત્યાં જતાં સંતાઈ રહેલા તેના કાકા અને મામાએ ધ્રુવને પકડી લઈને માર મારવાનું શરૂ કર્યું હતું.

Jul 6, 2020, 12:24 PM IST

સુરતના કામરેજમાં પ્રેમિકા સાથે અફેર હોવાના વહેમમાં યુવાનની હત્યા

કામરેજ ખાતે એક યુવાનને પ્રેમ કરવાના બદલામાં મોત મળ્યું બે દિવસ અગાઉ પ્રેમ પ્રકરણમાં યુવાનની હત્યા થઈ હતી અને યુવાનની હત્યા કરાયેલી લાશ એક ગાદલામાંથી વિટાળાયેલી મળી આવી હતી.

Jul 6, 2020, 08:31 AM IST

થઈ જજો સાવધાન: આ પ્રકારની પણ ગેંગ થઈ છે સક્રિય, પોલીસે 4 આરોપીની કરી ધરપકડ

ગુજરાતમાં ચોરી લૂંટના બનાવ આમ બન્યા છે. પરંતુ લૂંટ માટે નવો જ કીમિયો અપનાવનાર લૂંટારુઓને ઝડપી અમદાવાદ ગ્રામ્ય પોલીસે અનેક ગુનાઓના ભેદ ઉકેલ્યા છે. જે ગેંગ નેશનલ અને સ્ટેટ હાઇવે પર રાત્રીના સમયે સ્ત્રીનો વેશ ધારણ કરીને લૂંટ કરતા હતા. લૂંટ કરતી ડફેર ગેંગના 4 આરોપીઓની શું હતી મોડેસ ઓપરેન્ડી આવો જોઇએ આ અહેવાલમાં...

Jul 1, 2020, 05:36 PM IST

બોટાદના બરવાળામાંથી મળી અજાણ્યા પુરૂષની લાશ, હત્યા કે આત્મહત્યા રહસ્ય અકબંધ

બોટાદમાં એજાણ્યા પુરૂષની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસને ઘટના સ્થળે પહોંચી લાશ અંગે વધુ તપાસ હાથ ધરી છે. જો કે, પુરૂષની હત્યા થઈ છે કે, આત્મહત્યા તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. લાશના પીએમ રિપોર્ટ બાદ વધુ વિગતો સામે આવી શકે છે.

Jun 30, 2020, 04:44 PM IST

સુરેન્દ્રનગર: હોટલની રૂમમાંથી યુવક લોહીયાળ હાલતમાં આવ્યો બહાર, અંદર હતી સ્વરૂપવાન યુવતી

લીંબડીની  હોટલ યોગીમાંથી ગળુ કપાયેલી હાલતમાં એક યુવક બહાર નિકળ્યો હતો. લોહીલુહાણ હાલતમાં નીકળેલા આ યુવક સાથે એક યુવતી પણ બેડ પર મૃતહાલતમાં પડેલી મળી હતી. આ યુવક યુવતી બંન્ને હોટલમાં રૂમ બુક કરાવીને રોકાયા હતા. તેઓ અહીં રૂમ બુક કરાવીને રોકાયા હતા. જો કે ઘરેથી બંન્ને લગ્ન કરવાનાં ઇરાદાથી નિકળ્યાં હતા. જો કે અચાનક તે એવું શું થયું કે, અચાનક બંન્ને લોહીયાળ હાલતમાં મળી આવ્યા. હાલ તો આ સમગ્ર ઘટનાને પગલે ચકચાર મચી ગઇ છે. 

Jun 26, 2020, 04:41 PM IST

ગુજરાત ATSને મળી વધુ એક સફળતા, મોજશોખ માટે લૂંટ અને હત્યા કરનાર સિરિયલ કિલર 10 વર્ષે ઝડપાયો

ગુનાની દુનિયા છોડ્યા બાદ અસ્લમે હિદું બનીને 11 વર્ષ થી રહેતો હતો. જેમા લાલાભાઈ કમલેશભાઈ પટેલના નામથી સુરતના વેસુ વિસ્તારમાં રહેતો હતો અને ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતો હતો.

Jun 26, 2020, 02:57 PM IST

મેઘાણીનગરમાં અંગત અદાવતમાં યુવકની હત્યા, પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારાઓને ઝડપ્યાં

શહેરના મેઘાણીનગર વિસ્તારમાં અગાઉ ઝઘડાના સમાધાન માટે બોલાવી યુવકની કરવામાં આવેલી હત્યા કેસમાં પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપીઓને ઝડપી લીધા છે. જોકે આજે મૃતકની અંતિમયાત્રા દરમ્યાન પરિવારજનોએ આરોપીઓના ઘર પાસે તોડફોડ કરતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે. 

Jun 26, 2020, 12:18 AM IST

સુરત : મનીયા ડુકકરે જેલમા બેઠા-બેઠા વિશાલના પરિવાર પર હુમલાની સોપારી આપી

સુરતના લિંબાયત વિસ્તારમા થયેલી યુવાનની હત્યા પ્રકરણમા નવો ચોંકાવનારો ખુલાસો થયો છે. જેલમા બેઠા બેઠા મનીયો ડુકકર નામના શખ્સે સોપારી આપી હતી. જે સોપારી લઇને ત્રણ આરોપીઓએ હત્યા કરી હતી. હાલ લિંબાયત પોલીસે ત્રણેય આરોપીઓને કોર્ટમા રજૂ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

Jun 13, 2020, 03:09 PM IST

રાજકોટમાં સબંધોનો કરૂણ અંજામ, પુત્રએ વૃદ્ધ માતાને ઉતારી મોતને ઘાટ

રાજકોટમાં સબંધોનો કરૂણ અંજામ આવ્યો છે. ઘંટેશ્વર ગામ નજીક 25 વારીયા કવાર્ટરમાં રહેતા વૃદ્ધ માતાની તેનાં જ પુત્રએ ક્રુર હત્યા કરી હતી. પોલીસ તપાસમાં રીક્ષા ચાલક પુત્ર પાસે કોઇ કામ ન હોવાથી માતા પાસે રૂપીયાની માંગણી કરતો હતો. પરંતુ ઘરમાં રૂપીયા ન હોવાથી તેની માતાએ રૂપીયા આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા પુત્રએ માતાને તીક્ષ્ણ ઘોકો ફટકારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

Jun 8, 2020, 06:29 PM IST

લોકડાઉન ખુલતા જ અમરાઇવાડીમાં ખુની ખેલ, પ્રેમપ્રકરણમાં યુવકની તલવારના ઘા મારીને હત્યા

શહેરના અમરાઈવાડી વિસ્તારમાં વરસતા વરસાદમાં ખેલાયો ખૂની ખેલ. જેમા યુવકને તલવારના 10થી વધુ ઘા ઝીંકી હત્યા કરવામા આવી. દરજીની ચાલીમા રહેતા જતીન ઉર્ફે ભોલા નામના યુવકને દિલીપ ઉર્ફે ટાઈગર નામના માથાભારે શખ્સની બહેન સાથે પ્રેમસંબંધ હતો. અને તેની અદાવત રાખી જતીન નામના યુવક સાથે ઝગડો કર્યો હતો. યુવકને તલવારના 10થી વધુ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો.

Jun 7, 2020, 06:43 PM IST

રાજકોટ : પાડોશી દંપતીની બેરહેમીથી હત્યા કરનાર કોન્સ્ટેબલને 25 વર્ષની સજા ફટકારાઈ

પાડોશી પતિ-પત્નીની નજીવા બાબતે બેરહેમીપૂર્વક હત્યા કરનાર આરોપી કોન્સ્ટેબલને આજે રાજકોટ સેસન્સ કોર્ટે દોષિત જાહેર કર્યો છે. સાથે જ 25 વર્ષની સજા પણ ફટકારવામાં આવી છે. રાજકોટ સેસન્સ કોર્ટે વર્ષ 2014ના ડબલ મર્ડર કેસમાં આરોપી કોન્સ્ટેબલને દોષિત જાહેર કર્યો છે. કોન્સ્ટેબલ કમલેશ મેહતાએ આઇઓસીના કર્મચારી ભૂપત તેરૈયા અને તેમના પત્ની ગુણવંતીબેનની જાહેરમાં હત્યા કરી હતી. 

Jun 5, 2020, 02:54 PM IST

રાજકોટઃ પાડોશીઓ વચ્ચે થયેલી માથાકુટનો બનાવ હત્યામાં પલટાયો

 હુમલાની ઘટનાનો લાઇવ વિડીયો સામે આવ્યો હતો. ઇજાગ્રસ્ત મહિલાનું સિવીલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થતા યુનિવર્સિટી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
 

Jun 3, 2020, 10:53 PM IST

કઠવાડામાં સામાન્ય ઝઘડામાં ખેલાયો ખૂની ખેલ, તીક્ષ્ણ હથિયારથી યુવકની હત્યા કરાઈ

લોકડાઉન સમયમાં ગુના આચરવાનો સિલસિલો હજી પણ યથાવત છે. કઠવાડામાં સામાન્ય ઝઘડામાં ખૂની ખેલ ખેલાયો છે. જેમાં એક યુવકની હત્યા થઈ છે, તો બીજા બંને પક્ષના લોકોને ઇજા પહોંચી છે. નિકોલ પોલીસે હત્યાનો અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી બે આરોપી અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે.

May 31, 2020, 10:26 PM IST

સેન્ટ્રલ જેલમાંથી બહાર આવતા જ આરોપીએ કરી હત્યા, પોલીસે હત્યારાઓની કરી ધરપકડ

અમદાવાદના વટવા વિસ્તારમાં તાજેતરમાં યુવકની અંગત અદાવતમાં કરવામાં આવેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. વટવા પોલીસે મોહસીન મેમણ નામના યુવકની હત્યા કેસમાં સંડોવાયેલા છ આરોપીઓ પૈકી ચાર આરોપીઓની ધરપકડ કરી છે. જો કે હત્યામાં વપરાયેલ હથિયારો કબજે કરી અન્ય ફરાર બે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

May 29, 2020, 05:12 PM IST

સુરત : 22 વર્ષના વિશાલની હત્યાનું કનેક્શન સાઉથ આફ્રિકા નીકળતા પોલીસ પણ ચોંકી

સુરતના ઉધના વિસ્તારમાં પોલીસના બાતમીદારની ચપ્પુના ત્રણથી ચાર ઘા ઝીંકી હત્યા કરી દેવાની ઘટનામાં દક્ષિણ આફ્રિકા કનેક્શન નીકળતા પોલીસ ચોંકી ઉઠી છે. દક્ષિણ આફ્રિકામાં બેઠા બેઠા બાતમીદારની સોપારી આપી હત્યા કરાવવામાં આવી હોવાનો ખુલાસો થયા બાદ પોલીસે સોપારી લેનાર કતારગામના 17 વર્ષીય તરુણ સહિત સાત લોકોની ધરપકડ કરી છે. તેમજ વધુ તપાસ હાથ ધરી છે.

May 27, 2020, 11:44 AM IST

આ સીરિયલ કિલિંગ મર્ડર મિસ્ટ્રીનો પરદાફાર્શ! પરંતુ આરોપીને નહીં થાય સજા

દક્ષિણ કોરિયા (South Korea)ના સૌથી ક્રુર સીરિયલ કિલિંગ (Serial Killing)ના રાઝ પરથી પરદો ઉઠતો જોવા મળી રહ્યો છે. સાઉથ કોરિયામાં 1986થી લઇને 1991ની વચ્ચે ખ્યોંકી પ્રાંતથી હસાંગમાં 10 મહિલાઓ સાથે દુષ્કર્મ બાદ હત્યા કરવામાં આવી હતી. હવે આ મામલે એક કન્ફેશન સામે આવ્યું છે. જેના આધારે આ કેસનો ઉકેલ આવી શકે છે.

May 25, 2020, 04:56 PM IST