ખેડૂતોની મદદે આવ્યા ધારાસભ્ય કાંધલ જાડેજા, પિયતના પાણી માટે ભરી આપ્યા 2 લાખ રૂપિયા

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભુખી ગામ પાસે આવેલ ભાદર-2 ડેમમાંથી આવતીકાલે એટલે કે ગુરૂવારે ભાદર નદીમાં પાણી છોડાશે.

ખેડૂતોની મદદે આવ્યા ધારાસભ્ય કાંધલ જાડેજા, પિયતના પાણી માટે ભરી આપ્યા 2 લાખ રૂપિયા

રાજકોટઃ કુતિયાણા-રાણાવાવના ધારાસભ્ય કાંધલ જાડેજા ફરી ખેડૂતોના વહારે આવ્યા છે. કાંધલ જાડેજાએ ખેડૂતો માટે પિયતના પાણીની વ્યવસ્થા કરી આપી છે. આ માટે તેમણે સ્વખર્ચે બે લાખ રૂપિયાની રકમ પણ ભરી દીધી છે. હવે ગુરૂવારથી ભાદર ડેમમાંથી ખેડૂતો માટે પાણી છોડવામાં આવશે. 

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભુખી ગામ પાસે આવેલ ભાદર-2 ડેમમાંથી આવતીકાલે એટલે કે ગુરૂવારે ભાદર નદીમાં પાણી છોડાશે. કુતિયાણા, રાણાવાવ તાલુકાના ખેડૂતો માટે પિયતના પાણીની વ્યવસ્થા ધારાસભ્ય કાંધલ જાડેજાએ કરી આપી છે. કુતિયાણા અને રાણાવાવ તાલુકાના ખેડૂતો માટે પોતાના સ્વખર્ચે 2 લાખ રૂપિયા કરતાં વધારે પૈસા ભરી દેતા પાણી છોડાશે. ભાદર ડેમમાંથી પિયત માટે ખેડૂતોએ કોઈ પૈસા નહીં કરવા પડે. આ પાણીથી ભાદર નદી કાંઠાના ધોરાજી, ઉપલેટા, કુતિયાણા, રાણાવાવ અને માણાવદર તાલુકાના 100 જેટલા ગામોને રવિ પાક માટે સિંચાઈનો લાભ થશે. છેલ્લા ત્રણ-ચાર વર્ષથી કાંધલ જાડેજા સિંચાઈ માટેના પૈસા ભરે છે.

હંમેશા ખેડૂતોની મદદ કરતા રહે છે કાંધલ જાડેજા
કુતિયાણા વિસ્તારના ધારાસભ્ય કાંધલ જાડેજા આ પહેલા પણ ખેડૂતો માટે પાણીના પૈસા ભરી ચુક્યા છે. આ વખતે પણ તેમણે પૈસા ભરી આપતા અનેક ખેડૂતોને તેનો લાભ મળશે. ખાસ કરીને જે ખેડૂતોએ શિયાળુ પાકની વાવણી કરી છે, તેમનો પાક હવે સુકાઈ જશે નહીં. આ પાણીનો લાભ આસરે 100 જેટલા ગામના ખેડૂતોને મળવાનો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news