farmer

Red Ladyfinger: ખાસ પ્રકારના ભીંડાની ખેતી કરીને માલામાલ બની ગયો આ ખેડૂત, એક કિલોના મળે છે 800 રૂપિયા, તમે પણ અજમાવો

મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલના ખેડૂત મિશ્રીલાલ રાજપૂત હાલ એક  ખાસ પ્રકારના ભીંડાની ખેતીને કારણે ચર્ચામાં છે.

Sep 7, 2021, 03:05 PM IST

PM Kisan: પતિ-પત્ની બંનેને મળી શકે છે 6000 રૂપિયા? જાણો આ છે નિયમ

પીએમ કિસાન સન્માન નિધિ (PM Kisan Samman Nidhi) યોજના હેઠળ સરકાર ખેડૂતોને આર્થિક મદદ કરે છે. તેમાં વર્ષે 6000 એટલે કે 2000 રૂપિયાના ત્રણ હપ્તા ખેડૂતોના (Farmer) ખાતામાં સીધા જમા કરે છે

Aug 31, 2021, 03:59 PM IST

રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, માછીમારીનો દરિયો ન ખેડવાની ચેતવણી

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદ થવાનો છે. સમગ્ર રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદ થશે.

Aug 31, 2021, 02:27 PM IST

Valsad: વલસાડ જિલ્લામાં મેઘરાજાની પધરામણી, ઉમરગામમાં 5 અને વાપીમાં 4 ઇંચથી વધુ વરસાદ

રાજ્યના હવામાન વિભાગની આગાહી પ્રમાણે 31 ઓગસ્ટથી ત્રણ સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ રહેશે. 1 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ રહેશે.
 

Aug 31, 2021, 10:55 AM IST

Monsoon: રાજ્યમાં ફરી જામ્યો વરસાદી માહોલ, આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે. જન્માષ્ટમીના દિવસે રાજ્યમાં ફરી મેઘરાજાની પધરામણી થતાં ખેડૂતોના પાકને નવું જીવનદાન મળ્યું છે. 
 

Aug 31, 2021, 09:01 AM IST

રાજ્યમાં વરસાદ ખેંચાતા સરકાર બની ગંભીર, CM એ મંત્રીઓને સોંપી મહત્વની જવાબદારી

રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. હવે રાજ્ય સરકાર પણ મુંજવણમાં છે. સૂત્રો પાસેથી મળેલી વિગત પ્રમાણે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા માટે ત્રણ સીનિયર મંત્રીઓને જવાબદારી સોંપી છે. 

Aug 25, 2021, 05:43 PM IST

Amreli: અમરેલીમાં ખેડૂતોના પાકને મળ્યું નવું જીવનદાન, વરસાદ થતાં મળી થોડી રાહત

અમરેલીમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી થયેલા વરસાદથી ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. વરસાદને કારણે ખેડૂતોના પાકને નવી જીવનદાન મળ્યું છે. 
 

Aug 25, 2021, 04:49 PM IST

Banaskantha: બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે માત્ર 25.89% વરસાદ પડ્યો, પાક બચાવવા વલખા મારી રહ્યા છે ખેડૂતો

જિલ્લા સહિત લાખણી પંથકના ખેડૂતોની હાલત કફોડી બની છે. લાખણીમાં આ વર્ષે સીઝનનો ફક્ત 7.27 ટકા જ વરસાદ થયો છે. તો બીજી બાજુ કેનાલો ખાલી હોવાથી ખેડૂતોની હાલત કફોડી બની છે.

Aug 25, 2021, 04:21 PM IST

Patan: વરસાદ ખેંચાતા ખેડૂતોની સ્થિતિ ખરાબ, સુકાતા પાકને બચાવવા કેનાલમાં પાણી છોડવાની માંગ

પાટણ જિલ્લાનો સાંતલપુર તાલુકો મુખ્યત્વે ચોમાસા પર આધારિત ખેતી પર નિર્ભર છે. આ વિસ્તારમાં મુખ્યત્વે ખેડૂત તેમજ પશુપાલકો વસવાટ કરે છે. ત્યારે ચાલુ સાલે એકબાજુ વરસાદની ઘટ તેમજ બીજી બાજુ આ વિસ્તારમાં આવેલ નર્મદાની કેનાલોમાં પણ પાણી ન મળતા વાવેતરમાં મોટો ઘટાડો નોંધાવા પામ્યો છે. 

Aug 25, 2021, 04:00 PM IST

ચંદનની ખેતી કરી એક વૃક્ષમાંથી કમાઈ શકો છો લાખો રૂપિયા! જાણો ખેતીનો પ્રકાર

Sandalwood Farming Cost and Profit: ચંદનની ખરીદી અને વેચાણ પર સરકારે રોક લગાવી દીધી છે. એવામાં માત્ર સરકાર જ તેને ખરીદે છે. 2017માં બનેલા નવા નિયમો પ્રમાણે કોઈપણ ખેડૂત ચંદનની ખેતી કરી શકે છે. પરંતુ એક્સપોર્ટ માત્ર સરકાર જ કરી શકે છે.

Aug 25, 2021, 02:44 PM IST

મહિસાગરમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગના કારણે ખેડૂત દંડાય છે

જિલ્લામાં કેનલોમાં મોટા મોટા ભ્રષ્ટચારના ગાબડા પાડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહયો છે. મહીસાગર જિલ્લામાં આવેલ કડાણા ડેમ મારફતે સિંચાઇ માટે કેટલાય એવા જિલ્લાઓ સિંચાઇ તેમજ પીવાનું પાણી કેનાલ મારફતે પૂરું પાડવામાં આવી રહ્યું છે, ત્યારે કડાણા ડેમમાંથી નીકળતી કડાણા ડાબા કાંઠા સબ માઇનોર કેનાલમાં છાપોરા ગામ પાસે અંદાજીત 1 વર્ષ માં ત્રણ વખત મોટા મોટા ગાબડા પડતા આજુ બાજુના ખેતરોમાં પાણી ઘૂસી ગયા હતા. જેના કારણે કેટલાય હેકટરના ખેતરોમાં રહેલો ઉભો પાક નષ્ટ થઈ ગયો. લુણાવાડા તાલુકાના છાપોરા ગામે થોડા મહિના પહેલા પણ કેનાલનું મરામતનું કામ પૂર્ણ કર્યાને બે થી ત્રણ ત્રણ દિવસમાં મોટું ગાબડું પડી કેનલોમાં મોટી મોટી તિરાડો પડતા ખેડૂતોનો પાક પાણીમાં ધોવાઈ ગયો હતો. કેનાલમાં કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી કરવામાં આવે છે, પરંતુ કામગીરી એટલી હલકી ગુણવત્તાનો માલ વાપરીને કરવામાં આવી રહી છે કે કામ કરતા જ ધોવાઈ જતા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતની હોવાનું સ્પષ્ટ રીતે જણાઇ આવે છે. 

Aug 23, 2021, 11:55 PM IST

GUJARAT સરકારનો અનોખો પ્રોજેક્ટ, ખેડૂત લાખો નહી કરોડપતિ બની જશે, તમે લાભ લીધો કે નહી?

ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તે માટે મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના ઉપક્રમે રાજ્યભરના 33 જિલ્લાના 80 સ્થાનોએ આયોજિત ‘સાત પગલાં કૃષિ કલ્યાણ’ના યોજનાનું ઇ-લોન્ચિંગ ગાંધીનગરથી કર્યુ હતું. રાજ્યના સંતુલિત વિકાસ માટે એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રી, સર્વિસ સેકટર સહિતના ગ્રોથમાં નવા સંશાધનો અને આધુનિક ખેતી પદ્ધતિ સાથે ગુજરાત વિકાસનું આગવું રોલ મોડેલ બન્યું છે. જેમાં બનાસકાંઠાના પણ ખેડૂતોએ મોટી સંખ્યામાં પાક સહાય યોજનાનો લાભ લઈને પોતાના ખેતરોમાં પાક સંગ્રહ માટેનું સ્ટ્રક્ચર બનાવ્યું છે.

Aug 21, 2021, 07:27 PM IST

નાગરિકો માટે સૌથી મોટા રાહતના સમાચાર: ગભરાવાની જરૂર નથી ઓગષ્ટની આ તારીખથી ચોમાસુ ફરી સક્રિય થશે

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મેઘરાજા રિસાયા હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં ખેતી તો ટીક પીવાના પાણીના પણ ફાંફા પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. 60 ટકાથી વધારે ડેમો તળીયા ઝાટક છે અથવા તો તળીયા ઝાટક થવાની નજીકમાં છે. તેવામાં ગુજરાત સામે દુષ્કાળની સ્થિતિનું સંકટ મોઢુ ફાડીને ઉભુ છે. બીજી તરફ ઉત્તર ભારતમાં ભારે વરસાદથી ગંગા નદીમાં પુરની સ્થિતિ સર્જાઇ છે. જો કે ગુજરાતમાં ફરી એકવાર ચોમાસુ સક્રિય થઇ રહ્યું છે.

Aug 16, 2021, 06:00 PM IST

Olpad: પીડિત પરિવારને સાંત્વન આપવા પહોચેલા હાર્દિક પટેલ ગાજ્યા, કહી આ વાત

કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ હાર્દિક પટેલ (Hardik Patel) પરિવાર ને સાંત્વના આપવા કોંગ્રેસ (Congress) કાર્યકરો સાથે પહોંચ્યા હતા. જીવન જરૂરિયાતની વસ્તુ આપી મદદ કરી હતી.

Aug 15, 2021, 10:12 PM IST

ભાવનગરમાં લાંબા વિરામ બાદ વરસાદ, ખેડૂતોમાં ખૂશીનો માહોલ

ભાવનગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે. ભાવનગર જિલ્લાના જેસર પંથકમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. ત્યારે હળવો વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોએ રાહત અનુભવી હતી

Aug 10, 2021, 04:19 PM IST

Gujarat માટે માઠા સમાચાર, રાજ્યમાં વરસાદની શક્યતા નહિવત, ચિંતાના વાદળો છવાયા

હાલમાં રાજ્યમાં વરસાદની શક્યતા નહીવત છે. સામાન્ય રીતે ઓગસ્ટના પ્રથમ સપ્તાહ સુધી  450 મીમી વરસાદ થવો જોઇએ. ચાલુ ચોમાસામાં અત્યાર સુધી માત્ર 253 મીમી વરસાદ નોંધાયો છે.

Aug 9, 2021, 03:11 PM IST

Kheti Bank: આવતીકાલે ખેતી બેંકની ચૂંટણી યોજાશે, ચૂંટણી પહેલા જ બેંક પર ભાજપનો કબજો

ADC બેંકના 1 પ્રતિનિધિ સહિત ભાજપના કુલ 10 સભ્યો થયા છે આમ બેંકની ગવર્નિંગ બોડી પર ભાજપનો કબજો થઈ ચૂક્યો છે. ભાજપ (BJP) ના પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ સી આર પાટીલે (CR Patil) આપેલી સૂચનાઓ પ્રમાણે વધુ એક સહકારી સંસ્થા પર ભાજપનો દબદબો જોવા મળ્યો છે.

Aug 6, 2021, 06:09 PM IST