jetpur

જેતપુરમાં આંખમાં મરચું પાઉડર નાખી વેપારી પાસેથી 40 લાખના સોનાની લૂંટ

જેતપુરની સોની બજારમાંથી 40 લાખના સોનાની લૂંટ થઇ છે. પોલીસે CC TV આધારે આરોપી ને પકડવા ની તજવીજ શરૂ કરેલ છે. 
 

Oct 21, 2020, 09:38 PM IST

જેતપુર : વેપારીના આંખમાં ચટણી નાંખીને બે શખ્સોએ 700 ગ્રામ સોનું લૂંટી લીધું

વેપારી પાસેના થેલામાં 700 ગ્રામ સોનુ અને 2 લાખ રૂપિયા રોકડા હતા. ત્યારે જેતપુરમાં આટલી રકમના સોનાની લૂંટથી પોલીસ પણ દોડતી થઈ છે

Oct 21, 2020, 12:45 PM IST

લોહીના સંબંધ વગર આ બંને વૃદ્ધ મહિલાઓ વચ્ચે બંધાયો છે એવો નાતો કે ભગવાન પણ છૂટા ન પાડી શકે

  • ઘણા વર્ષોથી સેવા કરી રહેલા ધનલક્ષ્મીબેનની પણ ઉંમર 70 વર્ષ થઈ ગઈ છે, ત્યારે આ રીતની સેવા કરવી તેમના માટે પણ મુશ્કેલી છે. આમ છતાં પણ માનવ સેવાને સર્વોપરી ગણતા આ વૃદ્ધાને એક નમન કરવા પડે તે ચોક્કસ છે.

Sep 25, 2020, 02:36 PM IST
Impact of ZEE 24 kalak's Report in Jetpur, Rajkot PT3M25S

રાજકોટના જેતપુરમાં ZEE 24 કલાકના અહેવાલની અસર

Impact of ZEE 24 kalak's Report in Jetpur, Rajkot

Aug 28, 2020, 05:40 PM IST
Rain again after a break in Jetpur, Rajkot PT3M52S

રાજકોટના જેતપુરમાં વિરામ બાદ ફરી વરસાદ

Rain again after a break in Jetpur, Rajkot

Aug 28, 2020, 05:35 PM IST

અનાજ કૌભાંડ: ગરીબ લોકોને સસ્તું અનાજ ન આપી બારોબાર વેચી દેવાયું

આપણે કૌભાંડો કોઈ જગ્યા એ ગોતવા જવા પડે તેમ નથી, ત્યારે રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકામાં કૌભાંડ સામે આવ્યું છે, જ્યાં ગરીબ લોકોના સસ્તા અનાજને નહીં આપી ને બારોબાર વેચી દેવામાં આવે છે, અને ખરા હકદારને અનાજ માટે વલખા મારવા પડે છે.

Aug 18, 2020, 04:33 PM IST

રાજકોટમાં કોરોનાથી વધુ 9 લોકોના મૃત્યુ, વધી રહેલો મૃત્યુઆંક ચિંતાનો વિષય

રાજકોટ જિલ્લામાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અહીં છેલ્લા 24 કલાકમાં 99 કેસ સામે આવ્યા છે. 
 

Aug 17, 2020, 09:28 AM IST

ધોધમાર વરસાદ પડતા જેતપુરના પેઢલા ગામે ગાડી તણાઇ, એકનું મોત

સૌરાષ્ટ્રમાં ગઇ કાલે ધોધમાર વરસાદના પગલે તમામ નદીઓ ગાંડીતુર બની છે. જેના પગલે રાજકોટ જિલ્લાના જેતપુરનાં પેઢલ ગામે એક ગાડી નદીના ધમસતા પ્રવાહમાં તણાઇ હતી. કારમાં સવાર એક વ્યક્તિનું ડુબી જવાને કારણે મોત નિપજ્યું હતું. જો કે સ્થાનિક તરવૈયાઓની મદદથી રાત્રે રેસક્યું કરીને ગાડી બહાર કાઢવામાં આવી હતી. 

Aug 7, 2020, 09:10 PM IST

જેતપુરમાં લોકડાઉનનાં કારણે આર્થિક સંકડામણથી કંટાળી શિક્ષકે ઝેરી દવા પીધી

જેતપુરમાં રહેતા અને જુનાગઢની ખાનગી સ્કુલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અતુલ મગનભાઇ ઠુંમરે પોતાની વાડીએ ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું છે. જેતપુરનાં જીંથુડી હનુમાન મંદિર નજીક આવેલી પોતાની વાડીએ જ ઝેરી દવા પી લીધી હતી. ઘરે પરત ન આવતા પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી છે. બાદમાં વાડીએથી મૃતદેહ મળી આવતા જેતપુર પોલીસને જાણ કરવામાં આવી હતી. મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસે પરિવારજનોનાં નિવેદન નોંધીને વધારે તપાસ હાથ ધરી છે. પરિવારજનોએ આક્ષેપ કર્યો કે, લોકડાઉનના કારણે આર્થિક સંકડામણથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનો પરિવારનો આક્ષેપ છે. 

Jul 31, 2020, 04:40 PM IST

ડીઝલના વધતા ભાવ સામે જેતપુરમાં ખેડૂતોનો વિરોધ, સરકાર પાસે કરી રાહતની માગ

 છેલ્લા 5 વર્ષની અંદર ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે. હાલ ભારતમાં ડીઝલના ભાવ ઐતિહાસિક સપાટીએ છે. જયારે ખેડૂતોની ખેત પેદાશના ભાવ નીચે ગયા છે. જેને લઈ જેતપુર તાલુકાના ખેડૂતોએ આક્રોશ ઠાલવ્યો હતો.

Jun 27, 2020, 11:53 AM IST

જેતપુરમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપ, પોલીસે CCTVના આધારે નરાધમને ઝડપી પાડ્યો

શહેરમાં લોકડાઉન વચ્ચે 18મેની મઘરાતે ફૂટપાથ પર સુતેલી 6 વર્ષની બાળકીને અજાણ્યા વ્યક્તિએ અપહરણ કરીને બાજુની શેરીમાં લઇ ગયો હતો. ત્યાર બાદ આ વ્યક્તિએ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. બાળકીએ બુમાબુમ કરતા  પરિવારજનો દોડી આવ્યા હતા. જેના પગલે આરોપી તો ભાગી છુટ્યો હતો. જો કે તે ભાગતો હતો ત્યારે સીસીટીવીમાં ઝડપાઇ ગયો હતો.

May 19, 2020, 07:10 PM IST

જેતપુરના સાડી કારખાનામાં CIDએ પાડી રેડ, 35 જેટલા બાળ મજૂરોને છોડાવ્યા

દેશમાં એક તરફ લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે જેતપુર માં બંધ કારખાના માંથી 35 જેટલા બાળ મજૂરોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. ગુજરાત CID અને મહિલા સંરક્ષણ વિભાગને જેતપુરમાં આવેલ સાડીના કારખાનામાં મોટા પ્રમાણમાંમાં બાળ મજૂરોને રાખવામાં આવ્યા હોવાની માહિતી મળી હતી.

May 8, 2020, 09:11 AM IST

45 દિવસ બાદ શરૂ થયા સાડીના કારખાના, પણ રો-મટિરિયલના નહી

લોકડાઉન 3ને લઈને દેશભરના ઉદ્યોગ ધંધાઓ થોડી છૂટછાટ સાથે શરૂ કરવામાં આવ્યા છે, ત્યારે રાજકોટના જેતપુરના વિશ્વ પ્રસિદ્ધ કોટન પ્રિન્ટિંગ ઉદ્યોગ પણ શરૂ કરવાની શરૂઆત થઇ છે. છેલ્લા 45 દિવસથી બંધ રહેલા સાડીના કારખાના શરૂ થયા હતા.

May 7, 2020, 03:17 PM IST

Lockdownને કારણે જેતપુરનો સાડી ઉદ્યોગ ભાંગી પડ્યો, 15-20 હજાર મજૂરો બેરોજગાર થવાની શંકા

જેતપુરનો સાડી ઉદ્યોગ વિશ્વભરમાં પ્રખ્યાત છે. દેશની કોટન પ્રિન્ટિંગ કાપડની મોટાભાગની માંગ જેતપુર પૂરી પાડે છે. ત્યારે કોરોના વાયરસના પગલે આવેલ લોકડાઉનના જેતપુરનો આ ઉદ્યોગ લોકડાઉન થઇ રહ્યો છે અને અંદાજિત 1500 કરોડ રૂપિયાનું નુકસાનનો અંદાજે 15 થી 20 હજાર મજૂરો બેરોજગાર થવાની શંકા છે.

May 1, 2020, 03:40 PM IST
Conflict During Distribution Of Food Grains At Jetpur In Rajkot PT6M48S

જેતપુરની સ્કૂલની જોરદાર ઓફર, કોરોનાને પછાડવા ગજબનો આઇડિયા

હાલમાં ગુજરાતમાં કોરોનાનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે જેતપુરની સ્કૂલે ઉદાહરણીય કામ કર્યું છે. 

Mar 28, 2020, 02:10 PM IST
Suspected Case Of Corona In Jetpur Of Rajkot PT16M27S

રાજકોટના જેતપુરમાં બે યુવકને કોરોનાની શંકાસ્પદ અસર

રાજકોટના જેતપુરમાં વિદેશથી આવેલા યુવકને કોરોનાની શંકાસ્પદ અસર હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે જર્મની અને દુબઈથી આવેલા યુવકને કોરોના લક્ષણો દેખાયા હતા. બંને યુવકોને રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. રાજકોટ આવ્યા બાદ તપાસ શરૂ કરવામાં આવશે. બંને ગાળામાં બળતરા થયા બાદ રાજકોટ રીફર કરવમાં આવ્યા હતા.

Mar 20, 2020, 05:35 PM IST