જળ સમાધીઃ ધારાસભ્ય લલિત વસોયા અને હાર્દિક પટેલને પોલીસે મુક્ત કર્યા
આ કાર્યક્રમમાં પાસ નેતા હાર્દિક પટેલ પણ પહોંચ્યો છે. તો 12 કોંગ્રેસના ધારાસભ્યો, કોંગ્રેસ કાર્યકર્તા તથા ગ્રામજનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે.
Trending Photos
ધોરાજી: ધારાસભ્ય લલિત વસોયા દ્વારા ભૂખી ગામમાં જળ સમાધીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પરંતુ આ કાર્યક્રમમાં ભાષણ બાદ જળ સમાધી લે તે પહેલા જ પોલીસે ધારાસભ્ય લલિત વસોયા અને પાસ નેતા હાર્દિક પટેલની અટકાયત કરવામાં આવી છે. સભા બાદ પોલીસે તમામની અટકાયત કરી લીધી છે. આ દરમિયાન પોલીસ અને લલિત વસોયા દ્વારા ઝપાઝપી થઈ હતી. લલિત વસોયાએ કહ્યું કે, મારી માંગણીઓ પૂર્ણ કરવામાં આવે. બાકી હું ફરી જળ સમાધી લેવામાં આવવાનો છું.
બપોરે અટકાયત બાદ અત્યારે પોલીસે લલિત વસોયા અને હાર્દિક પટેલને મુક્ત કર્યા છે. મુક્ય થયા બાદ લલિત વસોયાએ મીડિયા સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, અમારી ખોટી રીતે અટકાયત કરવામાં આવી હતી. આ સાથે સરકાર પર પ્રહારો કર્યા હતા.
ભાદર ડેમ-2માં પ્રદૂષિત પાણી મામલે MLA લલિત વસોયાની જળ સમાધીની ચિમકી બાદ ભૂખી ગામે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ભાદર નદીમાં જેતપુર ડાઇંગ ઉદ્યોગના કલરનું કમિકલવાળુ પ્રદૂષિત પાણી ઠલવાઇ છે અને તેને વિરોધમાં ધારાસભ્ય આજે ભૂખી ગામે જળ સમાધી લેવાના છે. આ પહેલા એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ તે જળ સમાધી લેશે. આ કાર્યક્રમમાં પાસ નેતા હાર્દિક પટેલ પણ પહોંચ્યો છે. તો 12 કોંગ્રેસના ધારાસભ્યો, કોંગ્રેસ કાર્યકર્તા તથા ગ્રામજનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે.
હું કૂદકો મારીશ
જેતપુરમાં ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ ભાદર-2 ડેમમાં આજે જળસમાધિની જાહેરાત કરી છે. ડેમમા જેતપુર આસપાસના ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાંથી કેમિકલયુક્ત પાણી છોડાતા હોવાથી કલેકટર સહિતને રજુઆત કરવા છતાં કાર્યવાહી કરવામાં ન આવતા લલિત વસોયા જળસમાધિ લેશે. આ કાર્યક્રમ પહેલા લલિત વસોયાએ નિવેદન આપતા જણાવ્યું કે મારી સાથે હાર્દિક પટેલ પણ જળસમાધી લેશે. તેમજ વધુમાં જણાવ્યું કે તંત્ર જો પ્રદૂષણ સામે પગલાં લેશે તો જળસમાધીનો નિર્ણય બદલીશ. નહીતર મારો નિર્ણય અડગ રહેશે.
સરપંચનું સમર્થન
ભૂખી ગામના સરપંચે જણાવ્યું હતું કે, ધોરાજીના ભૂખી ગામના ભાદર ડેમ-2નું પાણી પ્રદૂષિત છે. ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ ભાદર બચાવવા આંદોલન શરૂ કર્યું છે. જેને અમારૂ સમર્થન છે.
પોલીસ મને પકડતી નથી
ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું કે, હું જળસમાધી લેવાનો છું પરંતુ પોલીસ મને પકડતી નથી. મને જળ સમાધી લેવા દે તેમ લાગે છે. આ કામ કાયદા વિરુદ્ધ છે તે હું જાણું છે.
સ્ટેજ પર ભાદરના પાણીની બોટલો રાખવામાં આવી
કેમિકલ યુક્ત પાણી હોવાથી અનેક લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યાં છે. કાર્યક્રમમાં સ્ટેજ પર ભાડર-2 ડેમના કેમિકલ યુક્ત પાણીની બોટલો ભરીને સ્ટેજ પર રાખવામાં આવી છે. તેમાં પાણીનો કલર અલગ દેખાઈ રહ્યો છે. આ પાણીથી ચામડીના રોગ થવાની શક્યતા રહે છે.
કોણ રહ્યું હાજર
લોકલડતમાં ટેકો આપવા માટે કોંગ્રેસના ધારાસભ્યો લલિત કગથરા, પરસોતમભાઇ સાબરીયા, હર્ષદ રીબડીયા, બ્રિજેશ મેરજા, ચિરાગભાઈ કાલરીયા, પ્રવીણભાઈ મૂછડિયા, જે.વી.કાકડિયા, પ્રતાપ દુધાત, ભીખાભાઈ જોષી, બાબુભાઈ સહિતના ધારાસભ્યો અને અગ્રણીઓ, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે