નિત્યાનંદ આશ્રમ

‘નિત્યાનંદની ત્રીજી આંખની શક્તિથી શરીરના વાળનું વેક્સિંગ થાય છે...’ મંજુલા શ્રોફે કહી ચોંકાવનારી વાત

અત્યારસુધી તમે પાખંડી બાબા નિત્યાનંદ (Nithyananda) ના કથિત ચમત્કારોની વાતો સાંભળી હશે. પણ હવે એક એવો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે, જ્યાં પાંખડી નિત્યાનંદ નહિ, પણ ઉચ્ચ શિક્ષિત અને જાણીતુ નામ એવા મંજુલા શ્રોફ (Manjula Shroff)  બાબાના પાખંડને સત્ય ગણાવવા જઈ રહી છે. આ વીડિયોમાં મંજુલા શ્રોફ નિત્યાનંદના એક કાર્યક્રમમાં તેના ગુણગાન ગાઇ રહી છે. મંજુલા નિત્યાનંદના ચમત્કાર વિશે જણાવી રહી છે. તેમજ મંજુલા શ્રોફ બાબા નિત્યાનંદ સાથે ઘણો સમય વ્યતિત કરે છે તે આ વીડિયોથી પુરવાર થાય છે.

Jan 4, 2020, 08:04 AM IST
Bulldozer Revives At Nithyananda Ashram In Ahmedabad PT3M48S

અમદાવાદમાં નિત્યાનંદ આશ્રમ પર ફરી વળ્યું બુલડોઝર

અમદાવાદમાં નિત્યાનંદ આશ્રમનો સફાયો કરાયો છે. ઔડા વિભાગે નિત્યાનંદ આશ્રમ તોડવાની કામગીરી હાથ ધરી હતી. ઔડા વિભાગે પોલીસ અને શિક્ષણ વિભાગને જાણ કરી બાદમાં આશ્રમ તોડવાની કામગીરી હાથ ધરાઈ હતી. આશ્રમમાં સાધુ સાધ્વીઓ જ્યાં રહેતા હતા તે ડોમ તોડી પડાયા હતા. Dps ઇસ્ટના કેમ્પસમાં આશ્રમ આવેલ હતો.

Dec 28, 2019, 03:50 PM IST

DPSનો નવો વિવાદ: સ્કૂલ મેનેજમેન્ટ વાલીઓ અને બાળકોને આપી રહ્યું છે માનસિક ત્રાસ

હાથીજણ સ્થિત વિવાદિત DPS ઈસ્ટ દિવસે ને દિવસે જુદા જુદા પ્રકારના વિવાદોમાં ઘેરાઈ રહી છે ત્યારે સ્કુલમાં અભ્યાસ કરી રહેલા અને નવા સત્રથી અન્ય સ્કૂલમાં પ્રવેશ માટે તૈયાર થયેલા વાલીઓના બાળકોને માનસિક ત્રાસ આપવામાં આપવો તેમજ ધમકાવાતા હોવાનો આક્ષેપ સ્કુલના શિક્ષકો તેમજ મેનેજમેન્ટ પર કેટલાક વાલીઓ દ્વારા કરાઈ રહ્યો છે. વિવાદિત DPS ઈસ્ટ સ્કુલમાં અભ્યાસ કરતા અને નવા સત્રથી અન્ય સ્કૂલમાં પ્રવેશ માટે તૈયાર વાલીઓના બાળકોને માનસિક ત્રાસ તેમજ ધમકાવાતા હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. 

Dec 16, 2019, 09:32 AM IST

Exclusive : જે પરવાનગીનો સહારો લઈને DPSએ કૌભાંડ આચર્યું, તે DPEO પરમિશનનો પત્ર મળ્યો

DPS સ્કૂલ વિવાદ મામલામાં સૌથી મોટો ખુલાસો થયો છે. જે પરવાનગીનો સહારો લઈને ડીપીએસ સ્કૂલે કૌભાંડ આચર્યું હતું, તે DPEO દ્વારા વર્ગ 1 થી 8ની આપવામાં આવેલી પરવાનગીનો પત્ર સામે આવ્યો છે. 21 માર્ચ 2012ના રોજ શાળાને DPEO દ્વારા પરવાનગી આપવામાં આવી હતી. તત્કાલીન DPEO એમ.એમ.જાની દ્વારા DPS સ્કૂલને પરમિશન અપાઈ હતી. આજ પરવાનગીના સહારે DPS સ્કૂલે કૌભાંડ આચર્યું હતું. DPS સ્કૂલ દ્વારા DPEOની પરવાનગી લઈ CBSE બોર્ડમાં ખોટા દસ્તાવેજ રજૂ કરાયા હતા. 

Dec 13, 2019, 01:52 PM IST

DPS કાંડની મુખ્ય આરોપી મંજુલા શ્રોફને HCએ વચગાળાના જામીન આપ્યા, 7 જાન્યુઆરી સુધી રાહત

નિત્યાનંદ આશ્રમ (Nityanand Ashram) માટે જમીન આપીને વિવાદમાં આવેલી DPS કાંડની મુખ્ય આરોપી મંજુલા શ્રોફ (Manjula Shroff)ને ગુજરાત હાઈકોર્ટે (Gujarat Highcourt ) વચગાળાના જામીન (Advance Bail) આપ્યા છે. જે મુજબ, મંજુલા શ્રોફને 7 જાન્યુઆરી સુધી હાઈકોર્ટે રાહત આપી છે. આગોતરા જામીન અરજી અંગે 7 જાન્યુઆરીએ વધુ સુનવણી હાથ ધરાશે. 

Dec 13, 2019, 01:13 PM IST

DPS કૌભાંડમાં મંજુલા શ્રોફ સહિત ત્રણની આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી

નિત્યાનંદ આશ્રમ (Nityanand Ashram) કેસથી વિવાદોમાં આવેલ DPS સ્કુલ કેસમાં સીઈઓ મંજુલા શ્રોફ (Manjula Shroff), હિતેન વસંત અને અનીતા દુઆની આગોતરા જામીન અરજી અમદાવાદ ગ્રામ્ય કોર્ટ ફગાવી દીધી છે. ત્રણેયની આગોતરા જામીન અરજી અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ફગાવી કોર્ટનું અવલોકન આરોપીઓ પર ગંભીર પ્રકારનો ગુનો છે અને કેસની તપાસમાં આરોપીઓની હાજરીની જરૂર છે માટે આગોતરા જામીન નહિ આપી શકાય તેવું જણાવ્યું છે. ત્યારે આગામી દિવસમાં ત્રણેયની ધરપકડ થઈ શકે છે.

Dec 11, 2019, 02:00 PM IST

કાયદા તમે કહો તેવી રીતે બદલી નહી જાય: નિત્યાનંદની શિષ્યાઓ પર હાઇકોર્ટની લાલ આંખ

હાથીજણ ખાતે આવેલા સ્વામી નિત્યાનંદ આશ્રમમાં પોતાની બાળકીને મળવા ન દેતા પિતા જનાર્દન શર્માએ ગુજરાત હાઇકોર્ટમાં હેબિયસ કૉર્પસની અરજી કરી હતી

Dec 11, 2019, 12:31 AM IST
0812 Congress will raise nityanandam issue PT2M45S

વિધાનસભા સત્રમાં DPS અને નિત્યાનંદનો મુદ્દો કોંગ્રેસ દ્વારા ઉઠાવાશે...

વિધાનસભા સત્રમાં DPS અને નિત્યાનંદનો મુદ્દો કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવશે. વિધાનસભાના ટુંકા સત્રમાં આ સમગ્ર મુદ્દો કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવશે. જેથી આ સત્ર તોફાની બને તેવી શક્યતા છે.

Dec 8, 2019, 08:55 PM IST
0712 DPS school sought permission from the government to demolish the Nityanand Ashram. PT2M50S

ડીપીએસ શાળાને હવે ખબર પડી કે નિત્યાનંદ આશ્રમથી બાળકો પર ખરાબ અસર થાય છે, માંગી પરવાનગી...

ડીપીએસ શાળાને હવે ખબર પડી કે નિત્યાનંદ આશ્રમથી બાળકો પર ખરાબ અસર થાય છે. નિત્યાનંદનો આશ્રમ તોડી પાડવા માટે પરવાનગી માંગી હતી

Dec 7, 2019, 07:45 PM IST

નફ્ફટ નિત્યાનંદનું નવુ નાટક, પોતાને પીડિત બતાવી યુએનના દરવાજા ખખડાવ્યા

પોતાને સ્વંયભૂ ભગવાન જાહેર કરનાર નફ્ફટ નિત્યાનંદે યુએનને ચિઠ્ઠી લખી છે. જેમાં તેણે બીજેપી અને રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘને હિન્દુત્વ અતિવાદી સંગઠન ગણાવ્યું છે. ચિઠ્ઠીમાં તેણે નિત્યાનંદે બીજેપી અને સ્વંયસેવક સંઘને હિન્દુત્વ અતિવાદી સંગઠન બતાવ્યું છે. આ પત્રમાં નિત્યાનંદના એમ પણ દાવો કર્યો કે, તેમના સમર્થકોએ ભારતમાં તકલીફ સહી છે.

Dec 6, 2019, 09:57 AM IST

DPS સ્કૂલની સેકન્ડ ઈનિંગ : હરખાયેલા વાલીઓએ સ્કૂલના ગેટ પર લીલા તોરણ બાંધીને બાળકોને મોકલ્યા

નિત્યાનંદ વિવાદ (Nityanand Ashram) ને કારણે DPS સ્કૂલના સંચાલકોએ સ્કૂલને તાળા લગાવી દીધા હતા. પરંતુ વાલીઓની મહેનત રંગ લાવી હતી. વાલીઓ અને વિદ્યાર્થીઓના પ્રયાસોને કારણે અનેક વિવાદોમાં આવ્યા બાદ DPS ફરીથી શરૂ થઈ છે. 800 જેટલા વિદ્યાર્થીઓના ભાવિને ધ્યાનમાં રાખતા સ્કૂલ ફરી શરૂ કરવાનો CBSE દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. જેથી આજે શોર્ટ વેકેશન બાદ સ્કૂલ આવેલા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. વાલીઓએ ડીપીએસના ગેટ પર લીલા તોરણ બાંધ્યા હતા, તો એકબીજાને મીઠાઈ ખવડાવવામાં આવી હતી. 

Dec 5, 2019, 11:05 AM IST

ગુજરાત પોલીસ જેને શોધી રહી છે, તે નફ્ફટ નિત્યાનંદ પોતાનો અલગ દેશ બનાવીને બેઠો છે

લંપટ અને નફ્ફટ નિત્યાનંદ (Nithyananda) ક્યાં છે તે હજી કોઈને ખબર નથી. ગુજરાત પોલીસ તેને શોધી રહી છે. તેને શોધવા માટે ઈન્ટરપોલની પણ મદદ લેવાઈ છે. ત્યાં લંપટ નિત્યાનંદને લઈને એવા સમાચાર આવ્યા છે, જેના તમે વિચાર પણ નહિ કરી શકો. નિત્યાનંદે ઈક્વાડોર (Ecuador)માં ખાનગી ટાપુ ખરીદી લીધો છે. જેને નિત્યાનંદે પોતાનો દેશ (Greatest Hindu Nation on Earth) ગણાવ્યો છે. તેણે પોતાના આ દેશ માટે રાષ્ટ્રીય પ્રાણી, રાષ્ટ્રીય પક્ષી અને રાષ્ટ્રીય ફૂલ પણ જાહેર કર્યા છે. 

Dec 4, 2019, 09:11 AM IST

DPSની CEO મંજૂલા શ્રોફના પાપે વિદ્યાર્થીઓ ઠંડીમાં ઠુંઠવાયા

નિત્યાનંદ આશ્રમ વિવાદ (Nityanand Ashram) બાદ હાથીજણ DPS સ્કૂલની માન્યતા રદ થતા 850 જેટલા બાળકોનું ભાવિ અંધકારમય બની ગયું છે. ત્યારે ગઈકાલ સવારથી જ બાળકો અને વાલીઓએ ડીપીએસ સ્કૂલમાં ઘેરાવ કર્યો હતો અને સ્કૂલ ફરીથી શરૂ કરવાની માંગ સાથે મંગળવારે મોડી રાત સુધી બાળકો અને તેમના માતાપિતા સ્કૂલ બહાર જ દેખાવો કર્યા હતા. જ્યારે 11 વાગ્યા સુધી નાના બાળકો પણ ત્યાં જ સૂઈ ગયા હતા અને સ્કૂલ ફરી ચાલુ કરવા આંદોલન કર્યું હતું. નિત્યાનંદ કાંડમાં ભાગીદાર DPS સ્કૂલની માન્યતા રદ થતાં દોઢ હજાર વાલીઓ રઝળ્યા. DPS સ્કૂલની બહાર તંબૂમાં રાત વિતાવી હતી. ત્યારે કૌભાંડી સ્કૂલના પ્રિન્સીપાલે આવીને વાલીઓને ફરીથી સ્કૂલ ચાલુ થઈ જવાનું ગાજર બતાવ્યું હતું. 

Dec 4, 2019, 08:12 AM IST
DPS Scandal: What about 700 students every time? PT4M13S

DPS કાંડ: 700થી વાધારે વિદ્યાર્થીઓનું શું?

અમદાવાદના હીરાપુરમાં જૂઠની જમીન પર બનેલી DPS સ્કૂલને તાળાં મારતાં વાલીઓ રઝળી પડ્યા છે. વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય બંધ થયું છે, ત્યારે સ્કૂલ સામે વાલીઓએ મોરચો માંડ્યો છે. વાલીઓ મંજુલા શ્રોફને શોધી રહ્યા છે. તો મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ ડીપીએસ સ્કૂલની બહાર ધરણા પર બેસ્યા છે અને સ્કૂલ ચાલુ કરવાની માંગી કરી રહ્યાં છે. ત્યારે ધરણા પર બેસેલા DPSના વિદ્યાર્થીઓએ નિત્યાનંદનો ભાંડો ફોડ્યો હતો. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, નિત્યાનંદ (Nityanand Ashram) ના નફ્ફટ બાબાઓ તેઓને મલખમ શીખવવા આવતા હતા

Dec 3, 2019, 10:15 PM IST

DPSના વિદ્યાર્થીઓએ પહેલીવાર નિત્યાનંદ આશ્રમના કરતૂતોની પોલ ખોલી, જુઓ કેમેરા સામે શું બોલ્યા...

અમદાવાદના હીરાપુરમાં જૂઠની જમીન પર બનેલી DPS સ્કૂલને તાળાં મારતાં વાલીઓ રઝળી પડ્યા છે. વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય બંધ થયું છે, ત્યારે સ્કૂલ સામે વાલીઓએ મોરચો માંડ્યો છે. વાલીઓ મંજુલા શ્રોફને શોધી રહ્યા છે. તો મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ ડીપીએસ સ્કૂલની બહાર ધરણા પર બેસ્યા છે અને સ્કૂલ ચાલુ કરવાની માંગી કરી રહ્યાં છે. ત્યારે ધરણા પર બેસેલા DPSના વિદ્યાર્થીઓએ નિત્યાનંદનો ભાંડો ફોડ્યો હતો. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, નિત્યાનંદ (Nityanand Ashram) ના નફ્ફટ બાબાઓ તેઓને મલખમ શીખવવા આવતા હતા. ત્યારે સવાલ એ થાય છે કે, કયા ઈરાદા સાથે નિત્યાનંદના બાબાઓ વિદ્યાર્થીઓ પાસે આવતા હતા? અગાઉ અંધજન મંડળના બાળકો પર પણ નિત્યાનંદના બાબાઓ નકલી પ્રયોગ કરી ચૂક્યા છે. જેનો વીડિયો સામે આવ્યો હતો. 

Dec 3, 2019, 10:56 AM IST

એકાએક DPS બંધ કરવાની જાહેરાતથી વાલીઓ ગિન્નાયા, કહ્યું-અમારા સંતાનોના ભવિષ્યનું શું?

નિત્યાનંદ આશ્રમના વિવાદ (Nityanand Ashram) માં ડીપીએસ (DPS) ના કૌભાંડો પણ ખૂલ્યા હતા. જેના બાદ ગઈકાલે નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે ચર્ચામાં આવેલી હાથીજણ સ્થિત DPS ઇસ્ટની માન્યતા CBSE દ્વારા રદ કરવામાં આવી છે. જેને પગલે શાળામાં ભણતા હજ્જારો વાલીઓ એક તરફ ચિંતામાં તો બીજી તરફ આક્રોશમાં દેખાઈ રહ્યાં છે. ભારે આક્રોશ સાથે આજે મોટી સંખ્યામાં વાલીઓ ડીપીએસ ઈસ્ટ સ્કૂલ ખાતે પહોંચ્યા હતા. તો બીજી તરફ, વાલીઓને ડીપીએસ તરફથી કોઈ જવાબ ન આપવામાં આવતા તેમનામાં આક્રોશ જોવા મળ્યો છે. તેઓએ પોતાના બાળકોના ભવિષ્યનું રક્ષણ કરવાની માંગ કરી છે. ત્યારે થોડીવારમાં આચાર્ય ડીપીએસ સ્કુલ ખાતે પહોંચશે. 

Dec 2, 2019, 11:22 AM IST

DPS પરિસરમાંથી નફફ્ટ નિત્યાનંદના સાધકોની હકાલપટ્ટી, આશ્રમ ફરી વળશે બૂલડોઝર

કલેક્ટર તરફથી આદેશ કરાયા બાદ આજે નિત્યાનંદ આશ્રમ (Nityanand Ashram) માં રહેતા લોકો અને સાધકો આશ્રમ ખાલી કરી રહ્યાં છે. પાપલીલા તથા અનેક કૌભાંડોનું કેન્દ્ર બનેલ નિત્યાનંદ આશ્રમ આજે ખાલી કરાવવામાં આવી રહ્યો છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સાધકો અને સાધ્વીઓ આશ્રમ ખાલી કરતા નજરે ચઢ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, આ તમામ સાધકો બિસ્તરા-પોટલા લઈને આશ્રમની બહાર દેખાયા હતા. સાધકોને અહીંથી બેંગલોર લઈ જવામાં આવશે. તેમના શિફ્ટીંગ માટે 2 લક્ઝરી બસ બોલાવવામાં આવી છે, જેના દ્વારા તેઓને બેંગલોર લઈ જવામાં આવશે.

Dec 2, 2019, 09:36 AM IST

DPS-East સ્કૂલ વિવાદઃ પ્રિન્સિપાલ, ચેરમેન અને ટ્રસ્ટી સામે પોલીસ ફરિયાદ થતાં ચકચાર

અમદાવાદ(Ahmedabad) ગ્રામ્યના જિલ્લા શિક્ષણ અધિકારી(DEO) રાકેશ આર. વ્યાસે ડીપીએસના પૂર્વ પ્રિન્સિપાલ અનિતા દુઆ, કેલોરેક્સ ફાઉન્ડેશનના(Calorax Foundation) ચેરમેન પૂજા મંજુલા શ્રોફ(Pooja Manjula Shroff) અને ટ્રસ્ટી હિતેન વસંત (Trustee Hiten Vasant) સામે શુક્રવારે મોડી સાંજે વિવેકાનંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ત્રણેય સામે IPCની કલમ 476, 468,471, 120(B) હેઠળ ગુનો દાખલ કરીને વિસ્તૃત તપાસ હાથ ધરી છે. 

Nov 30, 2019, 10:56 PM IST

નિત્યાનંદ આશ્રમમાં વિવાદ: આજે HCમાં મિસીંગ યુવતીઓની હેબિયસ કોર્પસ પર સુનાવણી

નિત્યાનંદ આશ્રમ (Nityanand Ashram) માંથી બે યુવતીઓ ગુમ થવાના મામલે આજે ગુજરાત હાઈકોર્ટ (Gujarat Highcourt) માં હેબિયસ કોર્પસ અરજી પર સુનાવણી થવાની છે. તો બીજી તરફ હાઈકોર્ટની નોટિસ છતાં પોલીસ બંને મિસીંગ બહેનોને ગુજરાત લાવી શકી નથી. તો બીજી તરફ, નિત્યાનંદ આશ્રમમાં બાળકોને ગોંધી રાખવાના મામલે બાળ આયોગનો રિપોર્ટ પણ આજે આવી શકે છે. બાળ આયોગની ટીમ રોજેરોજ આશ્રમમાં તપાસ કરે છે. આયોગે આશ્રમમાં ચાલતી પ્રવૃતિ અંગે તપાસ કરી છે. 

Nov 26, 2019, 10:47 AM IST
 Controversy over DPS school and Nityanand Ashram remains unchanged PT3M36S

DPS સ્કૂલ અને નિત્યાનંદ આશ્રમ અંગે વિવાદ યથાવત

DPS સ્કૂલ અને નિત્યાનંદ આશ્રમ અંગે વિવાદ યથાવત

Nov 25, 2019, 07:55 PM IST