'બેન્ક લૂંટવામાં ગુજરાત ગોલ્ડ મેડાલિસ્ટ...' નતાશા શર્માના ટ્વિટથી ગુજરાતીઓનું અપમાન, ટ્વિટ ડિલીટ કરી માફી માંગી

ભારતીઓએ કોમનવેલ્થ ગેમ્સ 2022માં 22 ગોલ્ડ મેડલ જીતીને સમગ્ર વિશ્વમાં ડંકો વગાડી દીધો છે અને સમગ્ર વિશ્વને સંદેશ આપી દીધો કે અમે કોઈનાથી ઓછા ઉતરીએ તેમ નથી.

'બેન્ક લૂંટવામાં ગુજરાત ગોલ્ડ મેડાલિસ્ટ...' નતાશા શર્માના ટ્વિટથી ગુજરાતીઓનું અપમાન, ટ્વિટ ડિલીટ કરી માફી માંગી

ઝી ન્યૂઝ/અમદાવાદ: દિલ્હી કોંગ્રેસના નેતા નતાશા શર્માએ ગુજરાત અને ગુજરાતીઓને લઈને આપેલા એક વિવાદાસ્પદ નિવેદનના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. તેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી કે ગુજરાત માત્ર બેન્ક લૂંટવામાં ગોલ્ડ મેડલ જીતનાર છે. આથી, તેમનો ખૂબ જ વિરોધ થઈ રહ્યો હતો. ગુજરાતને લઈને ગોલ્ડ મેડલ વિજેતાના વિવાદાસ્પદ નિવેદન બાદ નતાશા શર્માએ ટ્વિટર પર માફી માંગી લીધી છે. 

ભારતીઓએ કોમનવેલ્થ ગેમ્સ 2022માં 22 ગોલ્ડ મેડલ જીતીને સમગ્ર વિશ્વમાં ડંકો વગાડી દીધો છે અને સમગ્ર વિશ્વને સંદેશ આપી દીધો કે અમે કોઈનાથી ઓછા ઉતરીએ તેમ નથી. ત્યારે દિલ્હી કોંગ્રેસના નેતા નતાશા શર્માએ ગુજરાતને લઈને એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. જોકે, થોડી જ મિનિટોમાં તેમણે ટ્વીટ કરીને ગુજરાતની માફી માંગી હતી.

महात्मा गांधी और सरदार पटेल की धरती, अहिंसा और प्रेम की धरती है गुजरात, और गुजरात ने हमारे देश को बड़े बड़े गौरव दिए हैं।

— Nattasha Sharrma नत्ताशा शर्मा🇮🇳 (@Nattashasharrma) August 10, 2022

નતાશા શર્માએ ભૂલ સમજાતા ટ્વિટ કરી માફી માંગી
ગુજરાતને લઈને ગોલ્ડ મેડલ વિજેતાના વિવાદાસ્પદ નિવેદન બાદ નતાશા શર્માએ થોડીવારમાં ટ્વિટર પર માફી માંગી લીધી છે. માફી માંગતા કોંગ્રેસના મહિલા નેતાએ જણાવ્યું હતું કે, "ગુજરાત વિશેના મારા ટ્વીટ માટે મને ખૂબ જ દુઃખ થયું છે. ગુજરાત મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિ છે, અહિંસા અને પ્રેમની ભૂમિ છે, ગુજરાતે આપણા દેશને ખૂબ જ ગૌરવ અપાવ્યું છે.

Nattasha Sharma Congress

જાણો નતાશા શર્માએ શું કર્યું હતું વિવાદાસ્પદ ટ્વિટ
ગુજરાતને ગોલ્ડ મેડલ વિવાદને લઈને નતાશા શર્માએ ટ્વીટ કર્યું છે કે, 'ગુજરાત કોઈ રમતમાં ગોલ્ડ મેડલ લાવ્યું છે કે પછી બેન્ક લૂંટવામાં ગોલ્ડ મેડલ જીતનાર છે.'

ઉલ્લેખનીય છે કે, મહિલા કોંગ્રેસના સોશિયલ મીડિયા ટીમના ઈન્ચાર્જે ગુજરાત વિશે કરેલા એક ટ્વીટે હંગામો મચાવી દીધો છે. નતાશા શર્માએ ટ્વીટ કર્યું હતું કે, કોમનવેલ્થમા ગુજરાતના કોઇ ખેલાડી ગોલ્ડ મેડલ લાવ્યા કે નહીં કે પછી બેંક ફ્રોડ કરીને ભાગી જવામાં જ હોશિયાર છે. આ ટ્વીટ બાદ ઝી 24 કલાકે કોંગ્રેસને સવાલ કર્યા અને ખુદ નતાશા શર્માને પણ કર્યા હતા. 

ઝી 24 કલાકે મુદ્દો ઉઠાવ્યા બાદ નતાશા શર્માને પોતાની ભૂલનું ભાન થયું અને માફી પણ માંગી હતી. સાથે એવો પણ બચાવ કર્યો કે, આ ટ્વીટ તેમણે નહીં પરંતુ તેમની ટીમમાંથી કરવામાં આવ્યું હતું. નતાશા શર્માના ટ્વીટનો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જડબાતોડ જવાબ આપ્યો અને નતાશા માફી માંગે તેવી માંગ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news