નિત્યાનંદ આશ્રમ વિવાદઃ પોલીસે ગેસ કટરની મદદથી ડિજિટલ લોકર તોડ્યું

પોલીસે વીડિયોગ્રાફી સાથે આ લોકર ખોલ્યું હતું. લોકરમાંથી પોલીસને એક રાઉટર, રૂ.1196 રોકડા અને 6 મોબાઈલ ફોન મળ્યા છે. લોકરમાંથી મળેલા 6 મોબાઈલ ફોનમાંથી એક ફોન ચાલુ હતો. આ ઉપરાંત કેટલિક ઈમિટેશન જ્વેલરી પણ તેમાંથી નિકળી છે.

નિત્યાનંદ આશ્રમ વિવાદઃ પોલીસે ગેસ કટરની મદદથી ડિજિટલ લોકર તોડ્યું

ઉદય રંજન/અમદાવાદઃ હાથીજણના નિત્યાનંદ આશ્રમની સંચાલિકાઓની ધરપકડ કરાયા પછી તેમના રૂમમાંથી પોલીસને એક ડિજિટલ લોકર પણ મળ્યું હતું. બંને આરોપી મહિલાઓએ ડિજિટલ લોકરનો સાચો પાસવર્ડ ન જણાવતા પોલીસે રવિવારે ગેસ કટરની મદદથી લોકર તોડ્યું હતું. લોકરમાંથી પોલીસને 6 મોબાઈલ અને ઈમિટેશન જ્વેલરી મળી છે, જેમાંથી એક મોબાઈલ ફોન ચાલુ હાલતમાં છે. 

પોલીસે વીડિયોગ્રાફી સાથે આ લોકર ખોલ્યું હતું. લોકરમાંથી પોલીસને એક રાઉટર, રૂ.1196 રોકડા અને 6 મોબાઈલ ફોન મળ્યા છે. લોકરમાંથી મળેલા 6 મોબાઈલ ફોનમાંથી એક ફોન ચાલુ હતો. આ ઉપરાંત કેટલિક ઈમિટેશન જ્વેલરી પણ તેમાંથી નિકળી છે. પોલીસે આ તમામ વસ્તુઓ એફએસએલમાં મોકલી આપી છે. ફોનમાંથી વોટ્સએપ કે કોઈ અન્ય માધ્યમ દ્વારા જો કોઈ વાત થઈ હોય તો તેની ખબર પડી શકે તે માટે પોલીસે મોબાઈલ ફોન એફએસએલને મોકલી આપ્યા છે. 

નિત્યાનંદ આશ્રમ વિવાદઃ નિત્યાનંદનો પાસપોર્ટ પુરો, આશ્રમમાંથી ડિજિટલ ગેઝેટ કરાયા જપ્ત

આ સાથે જ પોલીસે જણાવ્યું કે, આવતીકાલે બંને આરોપીઓ મહિલાઓા રિમાન્ડ પુરા થઈ રહ્યા છે. આથી તેમને કોર્ટમાં રજુ કરવામાં આવશે. હજુ તપાસ પુરી થઈ ન હોવાના કારણે પોલીસ કોર્ટ પાસે વધુ રિમાન્ડ માગશે. 

પ્રાણપ્રિયાના રૂમમાંથી ડિજિટલ કબજે કર્યું હતું ડિજિટલ લોકર
નિત્યાનંદના આશ્રમમાંથી યુવતી ગુમ થવાના મામલેપોલીસે આશ્રમની મુખ્ય સંચાલિકા પ્રાણપ્રિયા અને સહસંચાલિકા પ્રિયાતત્ત્વાની ધરપકડ કરી હતી. પોલીસના સર્ચ દરમિયાન પ્રાણપ્રિયાના રૂમમાંથી ડિજિટલ લોકર કબજે કરાયું હતું. લોકરનો પાસવર્ડ જાણવા પોલીસે પ્રાણપ્રિયાની પૂછપરછ કરી હતી, પરંતુ પ્રાણપ્રિયાએ પોલીસને કોઈ પણ જાતની મચક ન આપી હતી. 

નિત્યાનંદ આશ્રમ વિવાદ : ગુમ બાળકો મામલે આશ્રમની સંચાલિકા પ્રાણપ્રિયા સહિત 2ની ધરપકડ

લોકરમાં રહેલા ફોનથી અનેક રહસ્યો ખૂલશે
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રાણપ્રિયાના ડિજિટલ લોકરમાં એક ફોન અને કેટલાક ડોક્યુમેન્ટ હોવાનું તેણે પૂછપરછમાં કબૂલ્યું છે. ડિજિટલ લોકરને ગેસ કટરથી કાપી અંદરથી ફોન કબજે લેવામાં આવશે, જેની તપાસ કરવામાં આવશે. પ્રાણપ્રિયાના ફોનનાં કોલ ડિટેઇલ્સની તપાસ કરવામાં આવશે ત્યારે અનેક લોકોના સંપર્ક ઉપરાંત અનેક રહસ્યો પરથી પડદો ઊંચકાય તેવા સંભાવના છે.

જુઓ LIVE TV....

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news