ટેકાના ભાવે ચણાની ખરીદીમાં અન્યાય થતાં ખેડૂતોએ કર્યો અનોખો વિરોધ, ખેડૂતોની અટકાયત
Trending Photos
પ્રેમલ ત્રિવેદી, પાટણ: પાટણ જિલ્લાના ખેડુતોએ ટેકાના ભાવે ચણાની ખરીદીમાં અન્યાય થતાં સમી શંખેશ્વર તાલુકાના ખેડૂતોએ ગળામાં ચણા ભરેલી થેલી લટકાવી માનવ સાંકળ રચી વિરોધ પ્રદર્શિત કરતાં પોલીસે ખેડૂત આગેવાન કુલદીપ સગર અને રાધનપુર ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ સહિત મોટી સંખ્યામાં ખેડૂતોની અટકાયત કરવામાં આવતાં જગતના તાત માં ભારે રોષ વ્યાપ્યો છે.
એક તરફ રાજ્ય સરકાર આત્મ નિર્ભરની વાતો કરશે અને ખેડૂતો સાથે થતા અન્યાસ સામે આત્મનિર્ભર બનેલા ખેડૂતોના અવાજને દબાવવામાં આવી રહ્યો છે. આજે પાટણ જિલ્લાના ત્રણ તાલુકાના ખેડૂતોએ અનોખો વિરોધ પ્રદર્શિત કરતાં ખેડૂતોની અટકાયત કરતા ખેડૂતો રોષે ભરાયા છે. આજે સમી અને શંખેશ્વરના ખેડૂતો ખરીદ કેન્દ્ર પર પહોંચી ચણાની ખરીધી બંદ કરવી હતી. આજે 100 જેટલા ખેડૂતો ચણાના ટ્રેકટર લઈને આવ્યા પણ માલ જોખાયા નહિ અને સરકાર સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
ચાલુ વર્ષે પુષ્કળ પ્રમાણમાં ચણાનું ઉત્પાદન થયું છે સરકાર દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરવામાં આવી હતી પરંતુ એક ખેડૂતના માત્ર 27 મણ ચણા ખરીદી કરવાનો સરકાર દ્વારા પરિપત્ર થતાં ખેડૂતો રોષે ભરાયા હતા અને શંખેશ્વરથી રાધનપુર સુધી હાઇવે પર ગળામાં ચણાની કોથળી બાંધી વિરોધ કરવાનો નિર્ણય કર્યો હતો. પોલીસ દ્વારા રાધનપુર ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ સહિત મોટી સંખ્યામાં ખેડૂતોની અટકાયત કરવામાં આવી હતી. જેથી મોટી સંખ્યામાં ખેડૂતો પોલીસ સ્ટેશન દોડી આવતાં મામલો ઉગ્ર બન્યો હતો.
ટેકાના ભાવે ચણાની ખરીદી માં 75 ટકા કાપ મુકાતાં ખેડૂતો ભારે મુંઝવણમાં મુકાયા છે. ત્રણ ત્રણ મહિના સુધી લોકડાઉનમાં રજિસ્ટ્રેશન કરેલા ચણા સંઘરવા પડ્યા અને હવે લોકડાઉન ખુલ્યું ત્યાં ખરીદીમાં લેટ અને ઘટાડો કરતાં ખેડૂતો એ ગામે ગામ અનોખો વિરોધ પ્રદર્શીત કરવા જતાં પોલીસ કાફલો ખડકાઈ ગયો અને તમામની અટકાયત કરવામાં આવતા ભારે રોષ જોવા મળ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે