વિચિત્ર ઘટનાઃ પાલનપુરમાં સ્ત્રી-પુરુષ બંનેનાં ગુપ્તાંગ સાથે જન્મેલા બાળકને 9 વર્ષ બાદ ઓપરેશન કરીને બનાવાઈ બાળકી!

બનાસકાંઠામાં પાલનપુરની જનરલ હોસ્પિટલમાં આજે એક વિચિત્ર ઘટના સામે આવી છે.  એક બાળકને જન્મતાની સાથે સ્ત્રી અને પુરુષ બંને ના જનનાંગો હોવાથી પરિવાર અચંબા માં પડી ગયો હતો. ચિંતાતુર બનેલા પરિવારે સતત નવ વર્ષ સુધી આ બાળક ને અલગ અલગ હોસ્પિટલોમાં બતાવ્યા બાદ આખરે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે તેનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે. 

  • સ્ત્રી-પુરુષ બંનેનાં ગુપ્તાંગ સાથે થયો હતો બાળકનો જન્મ

    9 વર્ષ બાદ ઓપરેશન કરીને બાળકને બનાવાઈ બાળકી

    પાલનપુર સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવ્યું ઓપરેશન

Trending Photos

વિચિત્ર ઘટનાઃ પાલનપુરમાં સ્ત્રી-પુરુષ બંનેનાં ગુપ્તાંગ સાથે જન્મેલા બાળકને 9 વર્ષ બાદ ઓપરેશન કરીને બનાવાઈ બાળકી!

અલ્કેશ રાવ, બનાસકાંઠાઃ  આજના ઘોર કળિયુગમાં અનેક ચિત્ર-વિચિત્ર ઘટનાઓ બનતી રહે છે કે કેટલીક ઘટનાઓ પર તો આપણે નજરે જોવા છતાં પણ મન કે દિલ વિશ્વાસ કરી શકતા નથી.  જી હાં બનાસકાંઠા જિલ્લાની પાલનપુર જનરલ હોસ્પિટલમાં પણ આવીજ એક વિચિત્ર ઘટના બની છે. જેમાં બાળકને જન્મતાની સાથે જ તેને સ્ત્રી અને પુરુષ બંને ના જનનાંગો હતા.

એક બાળકનો સ્ત્રી અને પુરુષ બન્નેનાં જનનાંગો સાથે જન્મ થયો. જન્મથી જ આ બાળકને સ્ત્રી અને પુરુષ બન્નેનાં ગુપ્તાંગો હતાં. આ વિચિત્ર ઘટનાને જોઈને તેના માતા-પિતા અચંબામાં મુકાઈ કયા હતાં. સ્થાનિક કક્ષાએ તબીબોને પણ આ અંગે બતાવતા તેમની પાસે પણ આ સમસ્યાનું કોઈ નિરાકરણ મળ્યું નથી. જોકે, આજે 9 વર્ષ બાદ પાલનપુરમાં આ બાળકનું સફળ ઓપરેશન કરીને તેમની બાળકી બનાવવામાં આવી.

જન્મતાની સાથે જ પોતાના બાળકની આ સ્થિતિ જોઈને માતા-પિતા સહિત આખોય પરિવાર ચિંતાની સાથે મૂંઝવણમાં મુકાઈ ગયો હતો. આવી સ્થિતિમાં પરિવારે સતત 9 વર્ષ આ બાળકનો ઉછેર કર્યો. પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હોવાના કારણે આખરે આ પરિવારે બનાસ મેડિકલ કોલેજ અંતર્ગત આવેલી પાલનપુર જનરલ હોસ્પિટલમાં તેની સારવાર કરાવવાનું નક્કી કર્યું.

ડોક્ટરનું માનીએ તો આમ તો આવી ઘટનાઓ ભાગ્યે જ બનતી હોય છે. અને એક લાખ બાળકોમાં આવુ માંડ એક બાળક જન્મતુ હોય છે. આવા લક્ષણો ધરાવતી સ્થિતિને મેડિકલ સાયન્સની ભાષામાં સ્યુડો હરમોપ્રોડીટીઝમ કહેવાય છે. પાલનપુરમાં આ પ્રકારનો રેર કિસ્સો સામે આવ્યો છે. પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પણ ડો. સુનીલ જોશી સહિત ત્રણ તબીબોની ટીમે વિવિધ પ્રકારના ટેસ્ટ કરાવવા બાદ આ બાળકમાં સૌથી વધુ સ્ત્રી તત્વ હોવાનું જાણવા મળ્યું  અને તેના પરિવારની ઈચ્છા પણ તેને સ્ત્રી તરીકે રાખવાની હોઈ તબીબોએ તેના પુરુષ તરીકે ના જનનાંગોનું ઓપરેશન કરી નિકાલ કર્યા, ત્રણ તબીબોએ સતત દોઢ કલાક સુધી કામગીરી કરી સફળ ઓપરેશન કર્યું હતું અત્યારે આ બાળકની સ્થિતિ સ્વસ્થ છે આ અંગે ડો. સુનિલ જોશીએ જણાવ્યું હતું કે તેમને 40 વર્ષના તબીબી ક્ષેત્રમાં બીજીવાર આવી ઘટના જોઈ છે, આવું ભાગ્યે જ બનતું હોય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news