ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનો મહત્વનો નિર્ણય, આ લોકોના મહેનતાનામા કરાયો વધારો
Government jobs : સીધી ભરતી અને ખાતાકીય પરીક્ષામાં ગૌણ સેવા પસંદગી મંડળ સાથે જોડાયેલા પરીક્ષાની કામગીરી કરતા તમામના મહેનતાણાના દરમાં વધારો કરવામાં આવ્યો
Trending Photos
Gandhinagar News ગાંધીનગર : ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં ભરતીની પરીક્ષાઓ લેતા ગૌણ સેવા પસંદગી મંડળ મહત્વનો નિર્ણય લેવાયો છે. જે મુજબ, મંડળ દ્વારા લેવાતી સીધી ભરતીની પરીક્ષાઓ અને ખાતાકીય પરીક્ષાઓના મહેનતાણાના દરમાં વધારો કરાયો છે. સીધી ભરતી અને ખાતાકીય પરીક્ષામાં ગૌણ સેવા પસંદગી મંડળ સાથે જોડાયેલા પરીક્ષાની કામગીરી કરતા તમામના મહેનતાણાના દરમાં વધારો કરવામાં આવ્યો છે. હવેથી તેમને વધુ રૂપિયા ચૂકવવામાં આવશે.
મંડળ દ્વારા જાહેર કરાયેલા પરપિત્રમાં જણાવાયું કે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા યોજવામાં આવતી વર્ગ-૩ની સીધી ભરતીની સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા ખાતાકીય પરીક્ષાબો નિમાતા સ્ટાફને ચૂકવવામાં આવતા મહેનતાણાના દર ઉપરોક્ત વંચાણે લીધેલ) અને (૨) સામેના આ વિગના તા.૧૦/૦૪/૨૦૧૫ અને તા.૨૦/૧૧/૨૦૧૮ના ઠરાવથી નક્કી કરવામાં આવેલ છે. પરંતુ ત્યારબાદ ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગરના તા.૧૯/૦૧/૨૦૧૭ના અને તા.૨૩/૦૯/૨૦૧૫ના કચેરી હુકમ ક્રમાંક બન/૨૦૧૬/૪૦૭૮૦ થી આયોગ દ્વારા યોજાતી પરીક્ષાઓ માટે નિયુક્ત સાને ચૂકવવાના માનદવેતન મહેનતાણાના દર સુધારવામાં આવેલ હોવાથી ગુજરાત ગૌણ પસંદગી મંડળ દ્વારા યોજાતી સ્પર્ધાત્મક પરીકઓ અને ખાતાકીય પરીક્ષાઓના સંચાલન માટે નિયુક્ત અધિકારીઓ/કર્મચારીઓના, પ્રાકિકો પરીક્ષકો તથા અન્ય પ્રાાનુભાવોના પરીક્ષાલક્ષી અન્ય કામગીરી માટે તજજ્ઞો/અધિકારીઓ/કર્મચારીઓ માટેના મહેનતાણાના દર ગુજરાત જાહેર સેવા આયોગ દ્વરા નક્કી થયેલ દર મુજબ તેમજ કોમ્પ્યુટર પ્રોફિસિયન્સી ટેસ્ટના પ્રશ્નપત્રો તથા નેક મૂલ્યાંકનની કામગીરી માટેના મહેનતાણાના દર નવેસરથી નિયત કરવા અંગે ઉપરોક્ત વહે લીધેલ ક્રમ) સામેના ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના પત્રથી રજૂ કરવામાં આવેલ દરખાસ્ત સરકારની વિચારણા હેઠળ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે