MS યુનિવર્સિટીમાં પઠાણ ગેંગનો આતંક, વિદ્યાર્થીનીને આંખો અને હાથથી બિભત્સ ઈશારાથી છેડતી કરી

સતત વિવાદોમાં ઘેરાયેલી રહેતી વડોદરાની એમ એસ યુનિવર્સિટીને હવે પઠાણ ગેંગ છંછેડી રહી છે. MSU માં પઠાણ ગેંગે ફરી માથું ઊંચક્યું છે. આ ગેંગે કોમર્સ મેઈન-યુનિટ બિલ્ડિંગ પાસે બે વિદ્યાર્થી પર હુમલો કર્યો હતો. તેમજ વિદ્યાર્થિનીની છેડતી પણ કરી છે. ત્યારે એમ એસ યુનિવર્સિટી લુખ્ખા તત્વોનો અડ્ડો બની રહી છે. 
MS યુનિવર્સિટીમાં પઠાણ ગેંગનો આતંક, વિદ્યાર્થીનીને આંખો અને હાથથી બિભત્સ ઈશારાથી છેડતી કરી

રવિ અગ્રવાલ/વડોદરા : સતત વિવાદોમાં ઘેરાયેલી રહેતી વડોદરાની એમ એસ યુનિવર્સિટીને હવે પઠાણ ગેંગ છંછેડી રહી છે. MSU માં પઠાણ ગેંગે ફરી માથું ઊંચક્યું છે. આ ગેંગે કોમર્સ મેઈન-યુનિટ બિલ્ડિંગ પાસે બે વિદ્યાર્થી પર હુમલો કર્યો હતો. તેમજ વિદ્યાર્થિનીની છેડતી પણ કરી છે. ત્યારે એમ એસ યુનિવર્સિટી લુખ્ખા તત્વોનો અડ્ડો બની રહી છે. 

વડોદરાની એમ એસ યુનિ.માં વિદ્યાર્થિનીની છેડતી ઘટના બની છે. Sy.Bcomની વિદ્યાર્થિનીની ત્રણ વિધાર્થીઓએ છેડતી કરી છે. કેમ્પસમાંથી વિદ્યાર્થિની ચાલતી જતી હતી તે સમયે તેને બિભત્સ ઈશારા કરાયા હતા. ત્રણેય લંપટ વિધાર્થીઓએ વિદ્યાર્થિનીને આંખો અને હાથથી બિભત્સ ઇશારા કર્યા હતા. ત્યારે આ વિદ્યાર્થીઓ પઠાણ ગેંગના હોવાનું સામે આવ્યું છે. Sy.Bcom ના અબુ પઠાણ, રિયાન પઠાણ અને સાહીદ શેખ નામના વિધાર્થીઓના નામ છેડતી પ્રકરણમા સામે આવ્યા છે. વિદ્યાર્થીનીએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. સયાજીગંજ પોલીસે ત્રણેય લંપટ વિદ્યાર્થીઓની અટકાયત કરી છે. ત્યારે એમ એસ યુનિ.ની સિક્યોરિટી ફરી એકવાર શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ છે. 

તો પઠાણ ગેંગે ફરી એકવાર એમએસયુમાં માથુ ઉંચક્યું છે. ત્યારે આ ગેંગ ફરીથી યુનિવર્સિટીના સત્તાધીશોને પડકાર ફેંકી રહી છે તેવું દેખાઈ રહ્યું છે. યુનિવર્સિટી કોમર્સ ફેકલ્ટી પાસે પાર્કિંગમાં વિદ્યાર્થીને બાઇક અડી જવા મુદે એક વિદ્યાર્થી પર 10થી 15 યુવાનોએ હૂમલો કર્યો હતો. યુનિટ બિલ્ડિંગ પર પણ એક વિદ્યાર્થીને આ જ ગેંગના વિદ્યાર્થીએ માર મારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. 

એમ એસ યુનિવર્સિટી દિવસેને દિવસે લુખ્ખા તત્વોનો અડ્ડો બની રહી છે. એક અઠવાડિયા પહેલાં પણ કોમર્સ ફેકલ્ટીમાં જ કેટલાક વિદ્યાર્થીઓએ મહિલા શિક્ષિકાને બિભત્સ ચિત્રો દોરી બતાવ્યા હતા. એમ એસ યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં ગઈકાલે 5 થી 6 વિદ્યાર્થીઓએ એક વિદ્યાર્થીને માર માર્યો હતો. તો બોયઝ હોસ્ટેલના એક વિદ્યાર્થીનો ગાંજાની સિગારેટનો દમ મારતો ફોટો વાયરલ થયો હતો. આ ઉપરાંત બોયઝ હોસ્ટેલમાં જ વિદ્યાર્થીઓની દારૂ અને ચિકનની પાર્ટીનો વીડિયો પણ સામે આવ્યો હતો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news