મોરબી હોનારત પર ભાવુક થયા PM, બોલ્યા- રાતથી દુવિધામાં હતો, પરંતુ મારા સંસ્કારો...
Morbi Bridge Collapse : થરાદમાં કાર્યક્રમોના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને જાહેરાત પ્રસંગે પીએમ મોદીએ મોરબી હોનારતના મૃતકોને શ્રદ્ધાંજલિ આપી
Trending Photos
થરાદ :PM નરેન્દ્ર મોદીએ આજે થરાદથી ₹ 8000 કરોડથી વધુ મૂલ્યના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને જાહેરાત કરી. પાણીને લગતા વિવિધ પ્રોજેક્ટ શરૂ થવાથી જિલ્લાના ખેડૂતોને નોંધપાત્ર ફાયદો થશે. ઉત્તર ગુજરાતની પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની દિશામાં સરકારના મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. ત્યારે પીએમ મોદીએ મોરબી હોનારતમાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપીને સંબોધનની શરૂઆત કરી હતી.
મોરબી હોનારત પર શરૂઆત કરતા તેમણે કહ્યું કે, આપણા અનેક સ્વજનોએ, નાના ભૂલકાઓએ જીવ ગુમાવ્યા. આપણી સૌની સંવેદનાઓ પીડિત પરિવારોની સાથે છે. ભુપેન્દ્રભાઈ અને તેમની સરકારના સાથીઓ શક્ય તેટલા પ્રયાસોથી કામ કરી રહ્યાં છે. કાલે રાત્રે ભુપેન્દ્રભાઈ મોરબી પહોંચ્યા હતા. તેમણે રાહત કામની કમાન સંભાળી હતી. હુ પણ સતત સંપર્કમાં રહ્યો. મોરબીમા એનડીઆરએફ, લાશ્કર, વાયુ સેનાના જવાનો રાહત કામગીરીમાં જોડાયો. આજે બનાસકાંઠાની ધરતીથી હુ લોકોને વિશ્વાસ અપાવુ છું કે, આ વિકટ પરિસ્થિતિમાં સરકાર તરફથી કોઈ કસર બાકી રહેવા દેવાય નહિ. મન બહુ જ વ્યથિત હતું, હુ દુવિધામાં હતો, કે આ વિકાસના કામો છે. બનાસકાંઠામાં પાણીનું મહાત્મય હુ જાણુ છુ, કાર્યક્રમ કરુ કે નહિ. કર્તવ્યથી બંધાયેલા મારા સંસ્કારને કારણે મન મજબૂત કરીને તમારી વચ્ચે આવ્યો. ગુજરાતના લોકો મુસીબતોમાં મોટા થયા છે, ભૂકંપનો ભયંકર સામનો કર્યો. પરંતુ ગુજરાતના લોકોના સ્વભાવે કાયમ મુસીબતોનો મુકાબલો કર્યો. પગ વાળીને બેસ્યા નહિ, અને પરિણામ મેળવવાના પ્રયાસ કર્યા.
ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ બનાસકાંઠા જિલ્લાના થરાદથી ₹ 8034 કરોડના વિવિધ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને વિકાસકાર્યોની જાહેરાત કરી. જિલ્લામાં પાણીને લગતા વિવિધ કાર્યો તેમાં સામેલ છે. રાજ્યને પાણીદાર બનાવવા માટે દૂરંદેશી કામગીરીનો જે પાયો મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ નાંખ્યો હતો, તેને સાકાર કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છેલ્લા એક વર્ષમાં નોંધપાત્ર કામગીરી કરીને નાગરિકોની સુખાકારીમાં ઉમેરો કર્યો છે. થરાદ ખાતેથી પાઈપલાઈન, ડિસ્ટ્રીબ્યુશન કેનાલ, ગામડાઓમાં પાણીસંગ્રહની વધારાની સુવિધાઓ, તેમજ નવા બેરેજ બાંધકામની કામગીરીનું ખાતમુહૂર્ત અને જાહેરત કરવામાં આવશે. ઉત્તર ગુજરાતમાં પાણીને લગતી સમસ્યાને કાયમી ધોરણે દૂર કરવાની દિશામાં આ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. તેના લીધે આવનારા દિવસોમાં ખેડૂતોને મોટાપાયે ફાયદો થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે