close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

સરકારી શાળા

સાણંદ: પ્રિન્સિપાલ દ્વારા ત્રાસ આપતા 16 મહિલા શિક્ષિકાઓએ કર્યો કામનો બહિષ્કાર

સાણંદના ઝોલાપુર ગામની જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળા(Primary School)માં ફરજ બજાવતી 16 શિક્ષકો(Teacher)ને હેરાન કરવામાં આવતા ન્યાયની માગ સાથે છેલ્લા એક અઠવાડીયાથી કામનો બહિષ્કાર કર્યો છે. શિક્ષિકાઓનો આરોપ છે કે, શાળાના આચાર્ય રાકેશ પટેલ અને તેમના કહેવાથી ગ્રામજનોએ 15 મહિલા શિક્ષિકા અને 1 શિક્ષકને છેલ્લા કેટલાક સમયથી માનસીક ત્રાસ(Mental Torture) આપી રહ્યા હતા.

Sep 17, 2019, 05:33 PM IST

સરકારી બાદ હવે ખાનગી શાળાઓમાં પણ વિદ્યાર્થીઓની ઓનલાઇન હાજરી પૂરવા આદેશ

ખાનગી અને સરકારી શાળા બાદ શિક્ષણ વિભાગ દ્વારા ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરી પુરવા માટે આદેશ કરાયો છે. ખાનગી શાળાઓ અને શિક્ષણ વિભાગના પદાધિકારીઓ સાથે મળેલી બેઠકમાં આ અંગે નિર્ણય લેવાયો હતો, જેનો ટૂંક જ સમયમાં અમલીકરણ પણ શરુ કરાશે જે મુજબ અગામી મહિનાથી ખાનગી શાળાઓએ પણ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ઓનલાઈન હાજરી પુરવાની રહેશે. 
 

Jul 23, 2019, 05:38 PM IST
Morbi: Students Take Admission in Government Schools PT3M3S

મોરબી: જુઓ વિદ્યાર્થીઓ કેમ સરકારી શાળા તરફ વળી રહ્યા છે

મોરબી: વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓમાંથી સરકારી શાળાઓ તરફ વળી રહ્યા છે.

Jul 17, 2019, 01:40 PM IST

BJP રાજમાં ખાનગી સ્કૂલોવાળાને ઘી-કેળા, 2 વર્ષમાં 1287 ખાનગી સ્કૂલોને વાલીઓને લૂંટવાની મંજૂરી આપી

ગઈકાલે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યના સવાલ પર શિક્ષણ મંત્રીએ જે આંકડા આપ્યા તે ચોંકાવનારા હતા. રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ કરતાં ખાનગી શાળાઓને વધુ મંજૂરી આપવામાં આવી છે. 1 સરકારી સામે 10 ખાનગી શાળાઓને મંજૂરી આપવામાં આવી છે. આમ, રેશિયો જોઈએ તો સરકારી સ્કૂલોની સરખામણીમાં ખાનગી સ્કૂલોને વધુ મંજૂરી મળી છે. જેથી રાજ્યમાં શિક્ષણનું કેટલી હદે ખાનગીકરણ થઈ રહ્યું છે તેનો આ બોલતો પુરાવો છે.

Jul 17, 2019, 08:25 AM IST

સુરત: પ્રદુષણને ડામવા અનોખી પહેલ, શાળાના વિદ્યાર્થીઓ કરશે વૃક્ષા રોપણ

સમગ્ર દેશ સહિત દુનિયામા પ્રદુષણની માત્રામા ઉત્તરોઉત્તર વધારો થતા જવાના  કારણે કલાઇમેટ ચેન્જની પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યુ છે. ત્યારે આ પ્રદુષણની માત્રાનુ પ્રમાણ ઘટાડવા માટે તથા વિધાર્થીઓમા પ્રદુષણને લઇને જનજાગૃતિ આવે તે ઉદ્દેશથી સુરત જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા એક અનોખી પહેલ શરુ કરવામાં આવી છે. 

Jul 13, 2019, 04:39 PM IST

અમદાવાદ: નરોડાની સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકના મોતથી હોબાળો

અમદાવાદ શહેરના નરોડામાં શાળામાં બાળકના મોતથી હોબાળો મચી ગયો છે. સરકારી શાળા નંબર 1માં સવારે બાળકની અચાનક તબિયત લથડતા અન્ય વિધાર્થીઓએ શાળાના મુખ્ય શિક્ષકને જાણ કરી હતી. બાળક પડી ગયો હોવાની વાત સાંભળી મુખ્ય શિક્ષક બાળકને પાસેના ક્લિનિકમાં લઇ ગયા હતા. જ્યાંથી અન્ય એક હોસ્પિટલમાં પણ લઈ જવાયો હતો. 
 

Jul 9, 2019, 07:53 PM IST
orada achhat and kuposan PT3M30S

ગુજરાતમાં સરકારી શાળાઓની દયનીય સ્થિતી તો કુપોષણનો આંકડો ચિંતાજનક

વિધાનસભા ગૃહની ચર્ચામાં સામે આવી સરકારી શાળાઓની દયનીય સ્થિતી, રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 17,417 ઓરડાંની ઘટ હોવાનું સરકારે સ્વીકાર્યુ તો રાજ્યમાં કુપોષણનો આંકડો ચિંતાજનક, 1 લાખ 42 હજાર 142 બાળકો કુપોષણનો શિકાર, અતિ ઓછા વજનવાળા બાળકોની સંખ્યા 24,101

Jul 9, 2019, 04:10 PM IST

રાજ્યની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત ઘટાડો: મનીષ દોશી

ગુજરાત રાજ્યની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા સતત ઘટી રહી હોવાનો આક્ષેપ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ મનિષ દોશીએ કર્યો એક આઇરટીઆઇની માહિતીનો આધાર લઇ મનિષ દોશીએ કહ્યુ કે, વર્ષ ૨૦૦૮-૦૯માં સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા ૫૯૧૪૫૪૨ હતી. જે વર્ષ ૨૦૧૭-૧૮માં ઘટીને ૫૨૯૬૮૨૧ થઇ માત્ર ૧૦ વર્ષ માં ૬ લાખ ૧૭ હજાર ૮૨૧ વિદ્યાર્થી સરકારી શાળામાં ઘટ્યા છે.

Jul 8, 2019, 07:52 PM IST

આમા કેવી રીતે ભણશે ગુજરાત: ધો-1થી 5ના વિદ્યાર્થીઓને ધો-8ની બાળકી આપે છે શિક્ષણ

વાત કરીએ શિક્ષણ વિભાગની બેદરકારીના પાપે સરકારી શાળાઓનું શિક્ષણ કથળ્યું સાથે સુવિધાનો અભાવ જોવા મળ્યો હતો. માંગરોળના હથોડા ગામની પ્રાથમિક શાળા એક સમયે આદર્શ પ્રાથમિક શાળાનોદરજ્જો મેળવ્યો હતો. પરંતુ શિક્ષણ વિભાગની લાલીયાવાડીના કારણે આદર્શ શાળાની દુર્દશા બેઠી છે. વાલીઓ શાળામાં શિક્ષકોની ઘટના પગલે બાળકોની સંખ્યા ઘટી છે. વાલીઓ પોતાના બાળકોને ખાનગી શાળામાં મુકવા મજબુર બન્યા છે. 

Jul 8, 2019, 04:51 PM IST

સરકારી શાળામાં વિંછી કરડવાથી વિદ્યાર્થીનું મોત, પ્રિન્સિપાલે હોસ્પિટલ લઇ જતા પહેલા કરાવી તાંત્રિક વિધિ

શાળામં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો આરોપ છે કે, શાળામાં સાફ-સફાઇ કરવામાં આવતી નથી. જે સમયે આ ઘટના બની તે સમયે વિદ્યાર્થીઓ પાસે શાળાની સફાઇ કરાવવામાં આવી રહી હતી. તે દરમિયાન 11 વર્ષના વિદ્યાર્થીને વિંછી કરડ્યો હતો.

Jul 4, 2019, 12:35 PM IST
Porbandar: People Given Shelter at School because of Cyclone Vayu PT4M28S

વાયુ વાવાઝોડાને પગલે પોરબંદરમાં લોકોને અપાયો આશરો, જુઓ વીડિયો

પોરબંદર: વાયુ વાવાઝોડાને પગલે 500થી વધુ સ્થાનિકોને સરકારી શાળામાં અપાયો આશરો, થોડા સમય બાદ સ્થાનિકોને પરત ફરવા અપાશે સૂચના.

Jun 14, 2019, 01:05 PM IST

હાઈકોર્ટનો મહત્વનો આદેશ, ખાનગી-સરકારી શાળામાં CCTV ફરજિયાત લગાવવા

રાજ્યના વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટે સરકારને મહત્વનો આદેશ કર્યો છે. તમામ શાળાઓમાં CCTV લગાવવા અંગે સરકારને પગલાં લેવાનો આદેશ આપવામાં આવ્યો છે. અને આ સમગ્ર મામલે 17 જૂન સુધી રિપોર્ટ રજૂ કરવાનો પણ સરકારને હાઈકોર્ટે આદેશ આપ્યો છે. આ સાથે જ વિદ્યાર્થીઓની હાજરી અને સુરક્ષા માટે પણ પગલા લેવાનો આદેશ હાઈકોર્ટે કર્યો છે.

Apr 30, 2019, 04:10 PM IST

સ્કૂલ બેગનો ભાર ઓછો કરવા ગુજરાતના આ પ્રિન્સિપાલે આપનાવ્યો આવો Idea

દક્ષિણ ગુજરાતના એક પ્રિન્સિપાલે બાળકોની સ્કૂલ બેગનો ભાર ઓછો કરવા નવતર પ્રયોગ કર્યો છે. જે પ્રયોગમાં બાળકોની સ્કૂલ બેગનું વજન 2થી 3 કિલો ઓછું થઇ ગયું છે.

Jan 11, 2019, 07:30 AM IST

અમદાવાદ: મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા શિક્ષણ માટે 668 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ

અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના શાસન અધિકારી દ્વારા રૂ. 668 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યુ છે. જેમાં જરૂરી સુધારો વધારો કરી શાસકો દ્વારા આગામી દિવસોમાં તેને આખરી મંજૂરી આપવામાં આવશે. નોંધનીય છે કે, વર્ષ 2019-20 ના વર્ષ માટે રજૂ કરવામાં આવેલા ડ્રાફ્ટ બજેટમાં શિક્ષણ અને વિદ્યાર્થીઓ માટે ફક્ત રૂ. 42 કરોડ જ ફાળવવામાં આવ્યા છે. જ્યારે બાકી રકમ શિક્ષકો અને કર્મચારીઓના પગાર, પેન્શન માટે ખર્ચવામાં આવશે.

Jan 7, 2019, 05:05 PM IST

બોટાદ: 250 વિદ્યાર્થીઓ વચ્ચે શાળામાં એક જ શિક્ષક, વાલીઓએ કરી તાળાબંધી

શાળામાં નથી પીવાના પાણીની વ્યવસ્થા કે નથી રોડ રસ્તાની સુવિધા જેને લઇ ગામના લોકો દ્વારા વિદ્યાર્થીઓને સાથે રાખી સુત્રોચાર કરી વિરોધ નોંધવ્યો છે. જ્યાં સુધી શાળમાં પૂરતા શિક્ષકો તેમજ સુવિધાઓ આપવામાં નહીં આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓ શાળાએ જશે નહીં તવું નિવેદન આપ્યું છે.

Jan 4, 2019, 08:46 PM IST

મજૂરી કરશે તો જ ભણશે ગુજરાત, સરકારી શાળામાં વિદ્યાર્થીનીઓનો અભ્યાસ નહિ પણ મજૂરી

સરકારી શાળામાં વિદ્યાર્થીનીઓને અભ્યાસની જગ્યાએ મજૂરી કરવામાં આવી રહી છે.

Dec 18, 2018, 07:15 PM IST

ઉડતા સેલવાસ: સરકારી શાળામાં ખુલ્લેઆમ વિદ્યાર્થીઓએ કરી દારૂની પાર્ટી, વીડિયો વાયરલ

સંઘપ્રદેશ દાદરા નગર આવેલી એક સરકારી સ્કૂલમાં શાળાના વિદ્યાર્થીઓ શાળા પરિસરમાં દારૂની મહેફિલ માણતા હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે.

Dec 8, 2018, 08:02 PM IST

ગુજરાતની એક માત્ર સરકારી શાળાને મળ્યો સ્વચ્છતાનો એવોર્ડ, અનેક સુવિધાઓથી છે સજ્જ

વડોદરા જિલ્લાના વાધોડિયાન તાલુકામાં માત્ર 1 હજારની વસ્તી ધરાવતાં ઇટોલી ગામની પ્રાથમિક શાળાને દેશના માનવ સંસાધન અને વિકાસમંત્રી પ્રકાશ જાવડેકરનાં હસ્તે નેશનલ કક્ષાનો સ્વચ્છતાં અભિયાનનો એવોર્ડ મળ્યો છે. 

Sep 22, 2018, 11:22 AM IST

અમદાવાદના 7 ખેલાડીઓએ મેળવ્યું ટીમ ઇન્ડીયાની ફૂટબોલ ટીમમાં મેળવ્યું સ્થાન

સરકારી શાળામાં ભણીને રમત ગમતના ક્ષેત્રમાં આગળ આવવું એ વાત લોઢાના ચણા ચાવવા જેવી વાત છે. પણ, અમદાવાદની સરકારી શાળાના ૨ વિધાર્થીઓ અને ૬ વિદ્યાર્થીનીઓએ આ લોઢાના ચણા ચાવીને સાબિત કરી દીધું છે કે, ઈચ્છાશક્તિ હોય તો અશક્ય વાતને શક્ય બનાવી શકાય છે.

Jul 11, 2018, 04:09 PM IST

VIDEO: સરકારી શાળાના આ ટીચરને જાણીને સલામ કરશો, બદલી થતા વિદ્યાર્થીઓ ધ્રુસકે ચડ્યા

શાળાના સમયમાં લગભગ બધા વિદ્યાર્થીઓ માટે કોઈને કોઈ શિક્ષક ફેવરિટ હોય જ છે. સ્વાભાવિકપણે તેમના ક્લાસમાં રહેવું તેમને ગમતું જ હોય છે.

Jun 22, 2018, 01:57 PM IST