MSU ના પ્રોફેસર્સ 7માં પગારપંચની માંગ ધરણા પર બેસી ગયા
Trending Photos
રવિ અગ્રવાલ/વડોદરા : પગાર વધારો અને 7માં પગાર પંચના લાભની માંગ સાથે અધ્યાપકો એ MSU હેડ ઓફીસ ખાતે ધરણાપર બેસીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. MSU યુનિવર્સિટીના સત્તાધીશો ને જાણે કોઈના કોઈ વિવાદમાં રહેવાની આદત પડી ગઈ હોય એમ લાગી રહ્યું છે. છેલ્લા કેટલાય સમયથી યુનિવર્સીટીમાં કામ કરતા હંગામી કર્મચારીઓ પોતાના હક માટે લડત ચલાવી રહયા છે.
નવા વર્ષે સરકારી રાહતોનો વરસાદ: સરકારી કર્મચારી, ખેડૂત અને આમ આદમી બધા થશે ખુશ
આજે હેડ ઓફીસ ખાતે મોટી સંખ્યામાં અધ્યાપકો બેનરો પોસ્ટરો સાથે ધરણા પર બેઠા હતા. યુનિવર્સિટીમાં કામ કરતા કર્મચારીઓને આજદિન સુધી 7માં પગાર પંચનો લાભ મળ્યો નથી. બીજી શૈક્ષણિક સંસ્થાઓની તુલનાએ એમએસ યુનીવર્સીટીમાં કામ કરતા કર્મચારીઓનું પગાર ધોરણ ખુબજ ઓછું છે. તેમજ નિવૃત થઈ ગયેલા કર્મચારીઓને સમયસર પેન્શન નથી મળતુ.
જામનગરમાં બિનકાયદેસર ધમધમતા શિક્ષણના હાટડા પર કોંગ્રેસની જનતા રેડ
આ તમામ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ આવે તેવી માંગ સાથે અધ્યાપકો ધરણા પર બેઠા હતા. તો બીજી તરફ યુનિવર્સિટીના રજીસ્ટારે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, કર્મચારીઓને પડતી મુશ્કેલીથી અમે વાકેફ છીએ અને વહેલામાં વહેલી તકે તેમની તમામ સમસ્યાનું નિરાકરણ આવે એવા પ્રયાસો અમે કરી રહયા છીએ. અત્રે ઉલ્લેખનીય છે કે, એમએસયુ પ્રોફેસર્સ દ્વારા લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે