બજેટના મુખ્ય મુદ્દા: રાજકોટ મનપાનું રજૂ થયું 2275 કરોડનું બજેટ, જાણો કેવું છે આયોજન
રાજકોટ મહાનગરપાલિકા દ્રારા વર્ષ 2021-22 માટે કરબોજ વગરનું 2275 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે.ગત વર્ષ કરતા આ વર્ષે 72 ટકા રિવાઇઝડ બજેટ રજૂ કરવામાં આવ્યું છે.આજે મ્યુનિસિપલ કમિશનરે સ્ટેન્ડિંગ કમિટીને બજેટ સોંપ્યુ હતું.
Trending Photos
રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકા દ્રારા વર્ષ 2021-22 માટે કરબોજ વગરનું 2275 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે.ગત વર્ષ કરતા આ વર્ષે 72 ટકા રિવાઇઝડ બજેટ રજૂ કરવામાં આવ્યું છે.આજે મ્યુનિસિપલ કમિશનરે સ્ટેન્ડિંગ કમિટીને બજેટ સોંપ્યુ હતું.
બજેટમાં ટ્રાફિક,પાણી,ડ્રેનેજ,પર્યાવરણ ,આરોગ્ય સહિત તમામ વિભાગોને આવરી લેવામાં આવ્યા છે.આ વખતે નવા ભળેલા વિસ્તારોમાં પાણી,સફાઇ અને ડ્રેનેજના કામોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને ખાસ બજેટની જોગવાઇ કરવામાં આવી છે.
બજેટના મુખ્ય મુદ્દાઓની વાત
- ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે
શહેરમાં ચાર નવા ઓવરબ્રિજ અને એક અંડરબ્રિજ તૈયાર કરાશે
-સાયકલ સેરિંગ પ્રોજેક્ટને પ્રાધાન્ય,શહેરમાં 22 જેટલા સાયકલ સેરિંગ સેન્ટરો ઉભા કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો.
-લાખાજીરાજ માર્કેટ અને ધર્મેન્દ્ર રોડ માર્કેટ માટે ત્રિકોણબાગ,સર્વેશ્વર ચોક ખાતે મલ્ટીલેવલ પાર્કિંગ ઉભુ કરવું.
-જામનગર રોડ પર જર્જરિત સાંઢિયા પૂલનું નવિનીકરણ થશે..
- 100 ઇલોકટ્રિક બસ લાવવામાં આવશે.
-નવા ભળેલા વિસ્તારો માટે 100 કરોડની ફાળવણી.
-બે નવા આરોગ્ય કેન્દ્ર શરૂ કરવામાં આવશે.
-નવા ભળેલા વિસ્તાર માટે 11 કરોડ ડ્રેનેજ અને 53 કરોડ પાણી વિતરણ માટેની વ્યવસ્થા.
-નવા વિસ્તારોને જોતા બે નવા ફાયર સ્ટેશન ઉભા કરવામાં આવશે..
-નવા ભળેલા વિસ્તારોના સ્મશાન ગૃહનું સંચાલન ખાનગી સંસ્થાઓને સોંપવામાં આવશે..
-પર્યાવરણ ક્ષેત્રે વૃક્ષોને જીયોટેગિંગ કરવાને પ્રોત્સાહન
-ઇ વાહનને પ્રોત્સાહન જેમાં 5000ની સબસિડી.
-સાઇકલ ખરીદનારને વ્યક્તિદીઠ 1000 રૂપિયાની સબસિડી આપવામાં આવશે..
લગ્ન નોંધણીની પ્રક્રિયા સંપૂર્ણ ઓનલાઇન કરાશે..
પાણી માટેનું બજેટમાં કેવું આયોજન...
પીવાનું પાણી મળી રહે તે માટે સૌની યોજનાથી આજી નદીમાં પાણીની વ્યવસ્થા..
શહેરમાં મીટર આધારિત પાણી વિતરણ વ્યવસ્થા કરવી..
રાજકોટ મહાનગરપાલિકા દ્ગારા મિલકત વેરાનો લક્ષ્યાંક 260 કરોડથી વધારીને નવા વિસ્તારોને ધ્યાનમાં રાખીને 340 કરોડ કરવામાં આવ્યો.
આ ઉપરાંત જમીન વેચાણનો ટાર્ગેટ 300 કરોડનો કરવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે