Rajkot New Homes Underway:ઘરના ઘરનું સપનું જોતા હજારો પરિવારો માટે ખૂબ જ આનંદના અને રાહતના સમાચાર આવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સામાન્ય શહેરીજનોને પરવડે તેવા ભાવે ઘરનું ઘર પૂરું પાડવા માટે આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
Gujarat Local Body Election 2026: રાજકોટમાં ભાજપે મહાનગર પાલિકાના ઉમેદવાર જાહેર કર્યાં છે. આ યાદીમાં ઘણા નવા અને યુવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે.
Jangleshwar Mega Demolition: રાજકોટ મહાનગરપાલિકાના ઈતિહાસનું સૌથી મોટું અને અભૂતપૂર્વ 'મેગા ડિમોલિશન' આજે જંગલેશ્વર વિસ્તારમાં હાથ ધરવામાં આવ્યું હતું. વહીવટી તંત્ર અને પોલીસના સંયુક્ત ઓપરેશનથી વર્ષોથી જામી પડેલા ગુનાખોરીના ગઢ અને ગેરકાયદેસર દબાણો જમીન દોસ્ત કરી દેવાયા. કેવી રીતે 'દાદાના બુલડોઝરે' ગણતરીના કલાકોમાં જંગલેશ્વરનો નકશો બદલી નાખ્યો. ચાલો આ અહેવાલમાં જાણીએ.
Rajkot News: રાજકોટની શહીદ સુખદેવસિંહ ટાઉનશિપના કામમાં લાલિયાવાડીના આક્ષેપો થયા છે. આવાસમાં જે લાદી લગાવવામાં આવી છે, તેમાં સિમેન્ટનો ઉપયોગ ઓછો થયાનો દાવો છે. આવાસમાં હાથ અડાડીએ ત્યાં લાદી ઉખડી જાય છે. 2022માં બનેલા આવાસમાં આ સમસ્યા સામે આવી છે. તો આ ઘટના અંગે મહાનગરપાલિકા કમિશનરે તપાસ કરવાની ખાતરી આપી છે. નબળા બાંધકામને લઈ રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 2022માં બનેલા આ આવાસોમાં લાદી લગાવવામાં સિમેન્ટનો ઓછો ઉપયોગ થયો હોવાના ગંભીર આક્ષેપો થયા છે. સ્થિતિ એટલી ખરાબ છે કે હાથ અડાડતા જ લાદીઓ ઉખડી રહી છે. આ 'લાલિયાવાડી' સામે આવતા જ મ્યુનિસિપલ કમિશનરે તટસ્થ તપાસની ખાતરી આપી જવાબદારો સામે પગલાં લેવાના સંકેત આપ્યા છે.
Rajkot Municipal Corporation's Draft Budget:રાજકોટમાં પાણી વેરા-ગાર્બેજ ચાર્જમાં તોતિંગ વધારો ઝીંકાયો. 95 કરોડના કરબોજ સાથેનું રાજકોટ મહાનગરપાલિકાનું રૂ.૩૫૯૫ કરોડનું બજેટ. પાણીવેરો ઘરદીઠ ૧૫૦૦ હતો તે વધારી ૨૪૦૦ કરાવા સૂચવ્યું. કોમર્શિયલમાં પાણીવેરો ૩૦૦૦ના ૪૮૦૦ કરવા સૂચવ્યું.
રાજકોટ મહાનગર પાલિકા 2 લાખ રૂપિયા વન બીએચકે ઘર આપશે. વધુ વિગતો માટે જુઓ વીડિયો.
Rajkot News: રાજકોટમાં ભાઈબીજના તહેવારમાં મનપા આપશે બહેનોને ભેટ. સિટીબસ કે બીઆરટીએસ બસમાં ભાઈબીજના દિવસે નહીં વસૂલવામાં આવે ભાડું. બહેનો ભાઈબીજના દિવસે સિટીબસ અને બીઆરટીએસમાં કરશે ફ્રીમાં મુસાફરી. શહેરના તમામ રૂટ ઉપર બહેનો માટે રહેશે ફ્રીમાં મુસાફરી...
રાજકોટ શહેરમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા યુવકે મહાનગરપાલિકા પર ગંભીર આરોપ લાગવ્યા છે. ડોર ટુ ડોર વાહન ચાલકનો વીડિયો વાયરલ થયો છે, જેમાં મનપાની કામગીરીને લગતા ચોંકાવનારા ખુલાસાઓ થયા છે. યુવકનું શોષણ થયું હોવાનો ખુલાસો થયો છે. જુઓ સમગ્ર મામલો. (વાયરલ વીડિયોની Z 24 કલાક પુષ્ટિ કરતું નથી.)
RMC: રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય સભા આજે તોફાની બની હતી. સામાન્ય સભામાં ભાજપનો આંતરીક જૂથવાદ અને કોંગ્રેસ દ્વારા મહિલા કોર્પોરેટરનું અપમાન સાથે જ રોડ-રસ્તા મુદ્દે વિરોધ કર્યો હતો. તો ભાજપના જ કોર્પોરેટરે TP શાખાના અધિકારીઓ ગેરકાયદેસર બાંધકામો દૂર કરતા ન હોવાનું અને અધિકારી રાજ હોવાનું સામાન્ય સભામાં બોલતા સૌ સ્તબ્ધ થઈ ગયા હતા.
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપમાં આંતરિક વિવાદ સમવાનું નામ જ લેતો નથી. રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાની બાદબાકી બાદ હવે રાજકોટ મહાનગરપાલિકાના સાશક પક્ષના નેતાએ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા હોવાનું આરોપ લગાવ્યો છે. ભાજપમાં મહિલા હોદ્દેદારને કોના ઈશારે હેરાન કરવામાં આવે છે અને ક્યાં કારણોસર ટાર્ગેટ કરવામાં આવે છે.
રાજકોટમાં વધુ એક મિલકતનો વિવાદ સામે આવ્યો છે. અહીં ભાજપના નેતાએ કોર્પોરેશનના સ્નાનાગરને કબજે કરી લીધું છે. ભાજપના નેતાએ સ્નાનાગાર કબજે કરી ત્યાં સીવણ ક્લાસ શરૂ કર્યાં છે.
રાજકોટ મહાનગરપાલિકાએ આવા ધંધાર્થીઓ સામે કડક પગલાં લેવાની ચીમકી આપી છે, પરંતુ જ્યાં સુધી કાર્યવાહી ન થાય, તમે સાવચેત રહો. બહારનું મિનરલ વોટર ખરીદતા પહેલાં તેની ગુણવત્તા ચકાસો, કારણ કે તમારું સ્વાસ્થ્ય તમારા હાથમાં છે.
રાજકોટનાં ઈન્દિરા સર્કલ પાસે સિટી બસના અકસ્માતમાં ચાર વ્યક્તિનાં મોત નીપજ્યા હતા. તેમજ છેલ્લા થોડા દિવસોથી 45 ડિગ્રી ગરમીનાં કારણે 100થી પણ વધારે સિટી બસ બંધ રાખવામાં આવી છે.
કેન્દ્ર સરકારનું બજેટ આવી ગયું છે. હવે રાજ્ય સરકાર 20 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે. તો ગુજરાતની વિવિધ મહાનગર પાલિકા અને નગર પાલિકા પણ પોતાના બજેટની તૈયારી કરી રહી છે. રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ બજેટને મંજૂરી આપી છે. આ બજેટમાં રાજકોટ શહેરના વિકાસ માટે અનેક જોગવાઈઓ કરવામાં આવી છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોર્પોરેટરોને વર્ષે રૂ. 80 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. જેના થકી કોર્પોરેટર પોતાના વોર્ડમાં વિકાસના કામો કરી શકે છે. રાજકોટ મહાપાલિકાના 18 વોર્ડમાં ચૂંટાયેલા 72 કોર્પોરેટરોને દર વર્ષે પોતાના મત વિસ્તારના છુટક પ્રાથમિક સુવિધાના કામો માટે 20-20 લાખ મળી રૂ. 80 લાખ ખાસ ગ્રાન્ટ આપવામાં આવે છે.
દરેક મહાનગર પાલિકામાં એક વોર્ડમાં ચાર કોર્પોરેટર હોય છે. પોતાના વિસ્તારના કામ માટે કોર્પોરેટરને ગ્રાન્ટ પણ મળતી હોય છે. પરંતુ રાજકોટ મહાનગર પાલિકામાં છેલ્લા 40 વર્ષથી અંધેરી નગરીમાં ગંડુ રાજા જેવી સ્થિતિ હતી. રાજકોટના કોર્પોરેટરો તે વાતથી જ અજાણ હતા કે તેની ગ્રાન્ટમાંથી કયા-કયા કામ કરી શકાય.
રાજકોટમાં ગત મે મહિનામાં TRP ગેમઝોન અગ્નિકાંડ સર્જાયો. જેમાં નિર્દોષ 27 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. જોકે આ ઘટના બાદ રાજ્ય સરકારની તપાસમાં RMCના જેટલા પણ અધિકારીઓ જવાબદાર હતા તેમની સામે કડક પગલાંઓ લેવામાં આવ્યા અને ગેરરીતિ દાખવનાર અધિકારીઓને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો.
પ્રજાને સમયસર ટેક્સ ભરવાની સલાહ આપતી સરકારી કચેરીઓ જ સમયસર ટેક્સ ભરી રહી નથી. રાજકોટમાં અનેક સરકારી કચેરીઓનો કરોડો રૂપિયાનો ટેક્સ બાકી છે, તેમ છતાં મહાનગર પાલિકા કોઈ કાર્યવાહી કરવાની હિંમત દેખાડી શકતી નથી.
Tasty looking fruit pulp is just as dangerous....! The food department of Rajkot Municipal Corporation found inedible quantity while checking.....