લગ્નની પાંચમી એનિવર્સરી પર મિસીસ રિવાબા જાડેજા સમાજની કન્યાઓને આપશે ખાસ ભેટ
Trending Photos
- આગામી 21 એપ્રિલના રોજ યોજાનાર સમૂહ લગ્નમાં કન્યાઓને ભટ રૂપી સોનાના ખડગ આપશે તેવી તેમણે જાહેરાત કરી
ઝી મીડિયા/બ્યૂરો :ઈન્ડિયન ક્રિકેટ ટીમના ધુંઆધાર પ્લેયર રવિન્દ્ર જાડેજા (ravindra jadeja) ના પત્ની રીવાબા જાડેજા (rivaba jadeja) રાજપૂત સમાજમાં સતત સેવાકાર્યો કરતા રહે છે. સમાજની કન્યાઓને આગળ લાવવા માટે તેઓ સતત પ્રયત્નશીલ રહે છે. જોકે, આ દંપતીએ હવે લગ્નના પાંચ વર્ષ સફળતાપૂર્વક પાર પાડ્યા છે. ત્યારે આ પ્રસંગે તેમણે એક ખાસ નિર્ણય કર્યો છે. તેઓ સમાજની 34 કન્યાઓને ખાસ ભેટ આપવાના છે.
34 કન્યાઓને આપશે સોનાની ખડગ
રાજપૂત દંપતી પોતાના લગ્નના પાંચ વર્ષની એનિવર્સરી પર સમાજની 34 કન્યાઓને સોનાના ખડગ આપવાના છે. રીવાબા જાડેજા 34 કન્યાઓને 4 નંગ સોનાના ખડગ આપવાના છે. આગામી 21 એપ્રિલના રોજ યોજાનાર સમૂહ લગ્નમાં કન્યાઓને ભટ રૂપી સોનાના ખડગ આપશે તેવી તેમણે જાહેરાત કરી છે.
આ પણ વાંચો : રૂપાણી સરકારના નેતાઓને મોજેમોજ, છેલુભાઈ રાઠવાએ પુત્રના લગ્નમાં 50ને બદલે 500 ભેગા કર્યાં
સેવાકાર્યમાં આગળ હોય છે રીવાબા જાડેજા
ઉલ્લેખનીય છે કે, આગામી 21 એપ્રિલના રોજ શ્રી જામનગર જિલ્લા રાજપૂત સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા 21માં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગમાં રીવાબા કન્યાઓને આ ભેટ આપવાના છે. રીવાબા સતત સેવાકીય પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હોય છે. સમાજની મહિલાઓને આગળ લાવવામાં તેઓ વિવિધ કાર્યક્રમો પણ કરે છે. તેઓ સમાજની મહિલાઓના વિકાસ માટે અનેક વસ્તુઓની ભેટ આપતા રહે છે.
આ પણ વાંચો : અમદાવાદમાં પ્રબુદ્ધ લોકોએ સાથે આવીને કહ્યું, લોકો બે અઠવાડિયા સ્વંયભૂ લોકડાઉન પાળે એ જરૂરી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે