Surat: કડોદરા GIDC માં ભીષણ આગ, 2ના મોત, 10 ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે


વિવા પેકેજિંગ મિલમાં લાગેલી ભીષણ આગ બાદ કામ કરતા લોકોને ક્રેઇન વડે રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યાં છે.
 

Surat: કડોદરા GIDC માં ભીષણ આગ, 2ના મોત, 10 ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે

સુરતઃ સુરતના કડોદરા જીઆઈડીસીમાં આગની ઘટના બની છે. વિવા પેકેજિંગ મિલમાં ભીષણ આગ લાગી છે. આગને કાબુમાં લેવા માટે 10થી વધુ ફાયર ફાયટરો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. વિવા પેકેજિંગ મિલમાં પાંચ માળની બિલ્ડિંગ આવેલી છે. આગથી બચવા માટે કામ કરતા મજૂરો જીવ બચાવવા માટે બિલ્ડિંગ કુદતા જોવા મળ્યા હતા. આ દુર્ઘટનામાં બે વ્યક્તિઓના મોત થયા છે. તો આગમાં 15 લોકો દાઝી ગયા હોવાની માહિતી સામે આવી છે. 

કામદારોને રેસ્ક્યૂ કરાયા
વિવા પેકેજિંગ મિલમાં લાગેલી ભીષણ આગ બાદ કામ કરતા લોકોને ક્રેઇન વડે રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યાં છે. તો અનેક લોકોએ જીવ બચાવવા માટે બિલ્ડિંગ પરથી કૂદકો માર્યાનું પણ સામે આવી રહ્યું છે. અહીં બે લોકોના મોત થયા છે. આગની માહિતી મળતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને તુલાકાના મામલતદાર પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે.

કડોદરા GIDCમાં પેકેજિંગ કંપનીમાં આગ લાગી હતી
પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતની કડોદરા GIDCમાં વિવા પેકેજિંગ કંપનીમાં આગ લાગી હતી. આ કંપનીમાં પાંચમા માળે આગ લાગતાં ત્યાં કામ કરતાં કેટલાક લોકોએ ઉપરથી કૂદકો મારીને પોતાનો જીવ બચાવ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. આગ કયા કારણોસર લાગી એ હજી જાણી શકાયું નથી. ફાયર વિભાગની ટીમે બે હાઈડ્રોલિક ક્રેન વડે કામ કરતાં કામદારોને રેસ્ક્યૂ કર્યાં હતાં. જેમાં બે લોકોના મોત થયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news