surat police

SURAT માં દીકરીએ માતા-પિતાને ઉંઘની ગોળીઓ ખવડાવી અને પછી પ્રેમીને બોલાવ્યો અને...

શહેરના ડિંડોલી વિસ્તારમાં પ્રેમ માટે દીકરીએ એવું વિચિત્ર કારસ્તાન કર્યું કે, પોલીસ પણ ચોંકી ઉઠી હતી. દીકરીએ પ્રેમી સાથે ભાગવા માટે માતા-પિતાને ઘેનની દવાવાળા પરોઠા ખવડાવ્યા હતા. ત્યાર બાદ પરિવાર સુઇ જતા ભાગીને પ્રેમી સાથે લગ્ન કર્યા હતા. પોલીસે યુવતીને ઝડપીને માતા પિતા સમક્ષ હાજર કરી હતી. જો કે યુવતીએ પરિવાર સાથે રહેવાનો નિર્ણય કર્યો હતો. જેના પગલે યુવતીના પિતાએ પુત્રી અને તેના પ્રેમી તથા પ્રેમીના પિતા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. 

Sep 18, 2021, 05:45 PM IST

SURATમાં માનવતા મરી પરવારી? માત્ર 80 હજાર રૂપિયા માટે કર્યું એવું કામ કે...

શહેરના ડુમસ રોડ પર V.R મોલ સામે આવેલા ખેતલા આપા ટી સ્ટોલના માલિકની ઉંઘમાં જ ગળુ કાપીને હત્યા કરાઇ હતી. મૃતકે હત્યારા પાસેથી 80 હજાર રૂપિયા લેવાના બાકી હતા. જે હત્યારો આપી શકે તેમ નહી હોવાથી હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું છે. જો કે ઉમરા પોલીસે હત્યારાઓને ગણતરીના કલાકોમાં જ ઝડપી લીધા છે. જેની તપાસમાં આ સમગ્ર મુદ્દાનો ચોંકાવનારો ખુલાસો થતા પોલીસ પણ થોડા સમય માટે વિચારમાં પડી છે. 

Sep 18, 2021, 05:14 PM IST

ગરીબ દીકરીની જીવનભરની પૂંજી ચોરનાર આરોપીઓને આખરે સુરત પોલીસે પકડી પાડ્યા

સુરતના વરાછા વિસ્તારમાં રિક્ષામાં વૃદ્ધને બેસાડી રૂપિયા 3 લાખના સોનાના દાગીના અને રોકડ રૂપિયાની ચોરી કરનાર ગેંગના બે સાગરીતોને વરાછા પોલીસે ઝડપી પાડ્યા હતા. જેઓની પાસેથી ચોરીનો તમામ મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. અગાઉ આ ગેંગ સલાબતપુરા, લિંબાયત તથા રેલવે પોલીસના હાથે ઝડપાઇ ચૂક્યા છે. છતા તેઓ વારંવાર ગુનામાં આચરતા રહે છે. 

Sep 17, 2021, 01:34 PM IST

યુવકે માનસિક બીમાર યુવતીને રમકડાના ગોડાઉનમાં લઇ જઇને જે હેવાનિયત કરી તે ખુબ જ ચોંકાવનારી

લાલગેટમાં રહેતા યુવકે સ્થાનિક વિસ્તારમાં રહેતી માનસિક બીમાર યુવતીને રમકડાના ગોડાઉનમાં જઇને દુષ્કર્મ ગુજાર્યું હતું. સમગ્ર પ્રકરણમાં સૌથી મોટી બાબત છે કે, હવસ સંતોષવા માટે અબરાર નામના યુવાને ગોડાઉન ભાડે રાખીને દુષ્કર્મ ગુજાર્યું હતું. આ સમગ્ર પ્રકરણની ચોંકાવનારી બાબત છે કે, હવસ સંતોષવા માટે અબરાર નામના યુવાને ગોડાઉન ભાડે રાખીને યુવતીને પોતાની હવસનો ભોગ બનાવ્યો હતો. આટલું જ નહી દુષ્કર્મના કારણે યુવતી ગર્ભવતી પણ બની હતી. 

Sep 10, 2021, 10:01 PM IST

SURAT: મકાન માલિક જાગી ગયો અને ચોરોએ તેની હત્યા કરી નાખી અને ચોરી પણ કરી

શહેરમાં ગુનાખોરીનો આંક દિવસેને દિવસે વધી રહ્યો છે, કેટલીક વખત કોઈ ગુનેગારને રોકવા જતાં નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવવાનો વારો પણ આવે છે, ત્યારે બે દિવસ અગાઉ સુરતના પાંડેસરાના મણીનગર ખાતે ઘરમાં ચોરી કરવાના ઇરાદે ઘુસેલા અજાણ્યા શખ્સોએ બે પૈકી એક ભાઈનું ગળું કાપી ઘરમાંથી રોકડ રૂપિયા12 હજારની લૂંટ ચલાવી હતી. આટલી ગંભીર ઘટના સામે આવતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી. બાદમાં જીવલેણ હુમલો કરનાર આરોપી રોહીત ઉર્ફે જાડીયા સુરેન્દ્ર પાઠકને પોલીસે ઝડપી લઈને વધુ પૂછપરછ શરૂ કરી છે. 

Sep 10, 2021, 08:56 PM IST

SURAT માં જ્વેલર્સમાં નોકરી કરતા સેલ્સમેને શેઠને લોકડાઉનમાં એવા ડુબાડ્યાં કે હવે કિનારો જ નથી મળતો

જ્વેલર્સની દુકાનમાં સેલ્સમેન તરીકે કામ કરતાં કર્મચારીએ એક વર્ષમાં 2.76 કરોડના સોનાના દાગીના વેચાણ માટે લઈ જઈ બારોબાર રૂપિયાની ઉઘરાણી કરી વિશ્વાસઘાત કરતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. જવેલર્સ હરેશભાઈની ફરિયાદ બાદ DCB પોલીસે મુકેશને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા હતાં. જોકે પોલીસનું દબાણ વધતાં તે ખુદ પોલીસ સમક્ષ હાજર થઇ ગયો હતો. ઘટના અંગે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીનું કેહવું છે કે, સુરતના મહિધરપુરા વિસ્તારમાં લક્ષ્મી નારાયણ જવેલર્સના માલિક હરેશભાઇ કરશનભાઇ ઝાલાવાડીયાએ અઢી વર્ષ પહેલાં તેમણે હોલસેલ જવેલરીનો વેપાર શરૂ કર્યો હતો. તેમને આ કામ માટે પોતાના 20 વર્ષ જુના સાથી કર્મચારી મુકેશ પોપટભાઇ મોદીને કામે રાખ્યો હતો. 

Sep 10, 2021, 05:43 PM IST

નજર ચૂકી તો દુર્ઘટના ઘટી: તમારા ATM પર નજર રાખીને બેઠી છે આ ગેંગ, કાર્ડ સાચવીને રાખજો

ગુજરાત, મહારાષ્ટ્ર તથા ઉતર પ્રદેશના વિવિધ વિસ્તારોમા ફરી બેંકના એટીએમમા આવતા ગ્રાહકોને નિશાન બનાવી તેમના એટીએમ નંબર જાણી લઇ બાદમા ગ્રાહકની નજર ચૂકવીને એટીએમ કાર્ડ બદલી નાખનાર આંતર રાજય ગેંગને સુરત ઇકોસેલ ડિપાર્ટમેન્ટ દ્વારા ઝડપી પાડવામા આવી હતી

Sep 8, 2021, 03:11 PM IST

સુરત: ચાલુ ટ્રેને બેસવા જતા રત્નકલાકારના બંને પગ કપાયા, તસવીર જોઇ હચમચી જશે દિલ

કોસાડ-ભરથાણાનો રત્નકલાકાર નાઇટ ડ્યૂટી પૂરી કરી ઘરે જવા સુરત સ્ટેશન પહોંચ્યો હતો. સ્ટેશન પર પહોંચ્યો ત્યારે સુરત-વડોદરા મેમુ ટ્રેન ઉપડી રહી હતી. દરમિયાન ચાલુ ટ્રેને બેસવા જતાં પગ લપસી જતાં ટ્રેન નીચે આવી જતાં રત્નકલાકારના બંને પગ કપાઇ ગયા હતા

Sep 8, 2021, 01:15 PM IST

આધેડ પોતાની પ્રેમિકા સાથે રંગરેલિયા મનાવતા હતા, પરિવાર પહોંચ્યો અને જાહેર રોડ પર નગ્ન પરેડ કાઢી પછી...

શહેરમાં વધારે એક પતિ પત્ની અને વો નો કિસ્સો સામે આવ્યો છે. જો કે બંન્ને રંગે હાથ ઝડપાતા બંન્નેની નગ્ન પરેડ કરાવવામાં આવી હતી. એક પુરૂષ અન્ય સ્ત્રી સાથે હોટલમાં ગયો હોવાની જાણ પુરૂષની પત્નીને થતા પોતાના અન્ય પરિવારજનો સાથે હોટલ પર પહોંચી હતી. જ્યાં પુરૂષ અને પરસ્ત્રી બંન્ને રંગરેલિયા મનાવતા ઝડપાઇ ગયા હતા. જેના પગલે રણચંડી બનેલી પત્નીએ મહિલાને ન માત્ર માર માર્યો હતો પરંતુ નગ્ન પરેડ પણ કરાવી હતી. હાલ આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. 

Sep 7, 2021, 09:59 PM IST

સુરત : પ્રેમી સાથે ભાગી ગયેલી પત્નીને પતિએ બરાબરનો પાઠ ભણાવ્યો, પોલીસ સ્ટેશનમાં જ રાખડી બંધાવી

ક્રાઈમ સિટી સુરતમાં રોજેરોજે ચોંકાવનારા બનાસ સામે આવે છે. ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં ભાગી ગયેલી પરિણીતાના પતિએ બરાબરના પાઠ ભણાવ્યા છે. પ્રેમી સાથે ભાગી ગયેલી પરિણીતાને પતિએ પોલીસ સ્ટેશનની અંદર જ પ્રેમીને રાખડી બંધાવી હતી. 

Sep 2, 2021, 11:57 AM IST

SURAT માં પાંચ મહિના પહેલા થયેલી હત્યાના રહસ્ય પરથી પરદો ઉચકાયો અને પોલીસ પણ ચોંકી ઉઠી

શહેરના અમરોલીમાં અંજની ઇન્ડસ્ટ્રીઝ ખાતે પાંચ મહિના પહેલાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાય ગયો હતો. મોબાઇલ લૂંટવાના ઇરાદે યુવકને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. ટેકનિકલ સર્વેલન્સથી એક આરોપી પકડાયા બાદ તેની પૂછપરછમાં અન્યોના નામ ખૂલ્યા હતા. પોલીસે સગીર સહિત ૩ની ધરપકડ કરી હતી. મળતી વિગતો પ્રમાણે ગત માર્ચ મહિનામાં અમરોલીમાં અંજની ઇન્ડસ્ટ્રીઝ વિભાગ-૨ના કન્સ્ટ્રક્શન સાઇટ પર યુવકની હત્યા કરી ફેંકી દેવાયેલી લાશ મળી આવી હતી. 

Aug 29, 2021, 11:46 PM IST

દારૂડીયા રાહુલ ગાંધીની ધરપકડ, નશામાં ચકચુર થઇ AUDI ચલાવી, PI ને કહ્યું તારા પટ્ટા ઉતરી જશે

પોલીસ અને સુરત અવાર નવાર વિવિધ ગુનાઓના કારણે ચર્ચામાં રહે છે. સુરત હાલ ગુજરાતનું એકમાત્ર એવું શહેર છે જ્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અન્યોની તુલનાએ ખુબ જ કથળેલી છે. રોજેરોજ હત્યા, બળાત્કાર, લૂંટ અને મારામારીના તો અસંખ્ય ગુનાઓ બને છે. હીટ એન્ડ રન જેવા ગુનાઓ પણ સામે આવતા રહે છે. તેવામાં સુરતમાં કાયદો અને વ્યવસ્થા સ્થાપિત કરવો પોલીસ માટે જાણે પડકાર હોય કે પછી પોલીસની રહેમનજર હેઠળ જ આ બધુ ચાલી રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. 

Aug 24, 2021, 05:39 PM IST

યુવકે ભાભીને કહ્યું ગાડીનો ગીયર નહી મારા જીવનનો ગીયર તારા હાથમાં આપી દેવો છે અને...

કાપોદ્રા વિસ્તારમાં રહેતા મેહુલ વાવલીયા નામના ઇસમે કાર ટ્રેનિંગ સેન્ટરમાં કાર શીખવા આવેલી માહિલાને કાર શીખવી લાઇસન્સના ટેસ્ટ  માટે નવસારી જવું પડશે તેવું કહ્યું અને ત્યાર બાદ દુષ્કર્મ આચરતા ચકચાર મચી ગઇ હતી.

Aug 23, 2021, 09:19 PM IST

આશીર્વાદ લેવા વાળા નિકળી શકે તો આપવા વાળા કેમ નહી? ભાજપની બેવડીનીતિ વિરુદ્ધ પોસ્ટર લાગ્યા

ભારતીય જનતા પાર્ટીદ્વારા જન આશીર્વાદ યાત્રાનું આયોજન સમગ્ર ગુજરાતમાં કરવામાં આવી રહ્યું છે. જેમાં કેન્દ્રીય સ્તરના મંત્રીઓ પણ હાજરી આપી રહ્યા છે. કોરોના કાળ છતા પણ મોટા પ્રમાણમાં ટોળાઓ એકત્ર કરવામાં આવે છે અને તમામ નિયમોના ધજાગરા ઉડી રહ્યા છે. તેવામાં ગણેશ ઉત્સવની પરવાનગી માંગવા જનારા લોકોને કોરોના ગાઇડલાઇનનું બહાનુ કરીને પરમિશન નથી અપાઇ રહી. જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેના પગલે લોકો દ્વારા બેનરો લગાવીને રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. 

Aug 22, 2021, 04:58 PM IST

સુરતમાં રમતા બાળકને ગાડી કચડીને જતી રહી, માસુમ બાળકની આંખો બે જીવનમાં રોશની લાવશે

શહેરના સિટીલાઇટના સૂર્યપ્રકાશ રેસિડેન્સી કેમ્પસમાં અજાણ્યા વાહન ચાલકની અડફેટે સાડાત્રણ વર્ષનું માસુક બાળક કચડાયું હતું. આ ઘટનાને કારણે ભારે ચકચાર મચી હતી. ગુરૂવારે મોડી સાંજે બનેલી ઘટના બાદ માસુમના મૃતદેહને જોઇને પરિવારમાં ભારે શોક જોવા મળ્યો હતો. પીડિત બાળકના પિતાએ જણાવ્યું કે, અમે દીકરો ગુમાવ્યો છે, પણ તેની આંખો થકી કોઇ એક વ્યક્તિમાં જીવીત રહેશે. તેમ કહીને સાડા ત્રણ વર્ષની બાળકની આંખો પણ ડોનેટ કરી હતી. મૃતક બાળકની આંખો લોક દ્રષ્ટી ચક્ષુ બેંકે સ્વિકારી હતી.  ડો પ્રફુલ  શિરોયાએ જણાવ્યું કે, બાળકોની આંખો ભાગ્યે જ દાનમાં આવતી હોય છે. આ બાળકની બે આંખો બે જીવનમાં અજવાળુ પાથરશે. 

Aug 20, 2021, 06:06 PM IST

Surat માં મિત્ર માથે દેવું થઇ જતા મિત્રતા નિભાવવા ચોરીની ફિલ્મી સ્ટોરી ઘડી કાઢી અને...

શહેરના અમરોલી વિસ્તારમાં લાખો રૂપિયાના ડ્રેસ મટિરિયલની થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો અમરોલી પોલીસે 7 નબીરાઓને સીસીટીવીના આધારે ચોરીના તમામ મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એક મિત્રને માથે દેવું થઈ જતા 7 મિત્રોએ ગેંગ બનાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસ તપાસમાં સમગ્ર ફિલ્મી કહાની સામે આવી હતી. 

Aug 17, 2021, 04:16 PM IST

SURAT પોલીસે એવી ચપળતાથી પકડ્યો આરોપી કે તમે પણ પોલીસ પર ગર્વ કરશો

શહેરની પુણાગામ પોલીસે એક ઈસમ પાસે પકડાયેલા મુદામાલમાં લખેલા નામના આધારે ગુગલ દ્વારા એડ્રેસ શોધી ગુનાનો ભેદ ઉકેલાયો અનેં કર્ણાટકની 17 લાખની ચોરી શોધી કાઢી છે. સુરતની પુણા પોલીસે વાહન ચેકીંગ દરમિયાન શંકાના આધારે એક આરોપીને બસમાંથી ઝડપી પાડ્યો હતો. જેની પુછતાછ કરતા આરોપીએ કર્ણાટકમાં ઘરફોડ ચોરીને અંજામ આપી સુરત આવતો હતો. જેની ધરપકડ કરી તેની પાસેથી સોના ચાંદીના દાગીના કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરતની પુણા પોલીસ વાહન ચેકીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે એક આરોપી ચોરી કરીને સુરત તરફ આવી રહ્યો છે.

Aug 17, 2021, 12:00 AM IST

સુરતમાં ક્રાઈમની દશા અને દિશા બંને બદલાઈ, હવે પાન-મસાલાની પણ ચોરી થવા લાગી

ક્રાઇમ સિટી (crime city) બનેલા સુરતમાં ગુનેગારો અલગ અલગ વસ્તુઓની ચોરી કરે છે, ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચ (crime branch) ની ટીમે સલાબતપુરામાંથી થોડા દિવસ અગાઉ ટોબેકોના ગોડાઉનમાં થયેલી ગુટખા-સિગારેટની ચોરીના ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ સાથે પોલીસે 6.16 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે. 

Aug 15, 2021, 03:35 PM IST

SURAT માં સારી આઇટમ આવી મજા આવશે, અચાનક પોલીસ આવી પહોંચી અને પછી...

શહેરમાં હનીટ્રેપના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. જેમાં 22 વર્ષના હીરા દલાલ પાસેથી નકલી પોલીસ બનીને ત્રણ લાખ રૂપિયા ખંખેરી લીધા હતા. પુણા સીમાડા વિસ્તારમાં રહેતા 22 વર્ષીના હીરા દલાલના સંપર્કમાં આવેલી એક મહિલાએ ફોન કરીને સારી આઇટમ આવી છે તેમ કહીને તેને લલચાવ્યો હતો. હીરા દલાલ પુણાગામની એક સોસાયટીના મકાનમાં બોલાવ્યો હતો. અહીં યુવકને એક યુવતી પાસે મોકલી આપવામાં આવ્યો હતો. જ્યાં તે અર્ધનગ્ન હાલતમાં હતો ત્યારે તેની તસવીરો પાડી લેવામાં આવી હતી. 

Aug 9, 2021, 05:18 PM IST

સોનુ ભરેલો કરોડો રૂપિયાની કિંમતનો ઘડો મહિલાએ 4 લાખમાં ખરીદી તો લીધો પણ લક્ષ્મીજી થયા નારાજ

શહેરમાં ફરી એક વખત લોકોને છેતરતી ગેંગો સક્રિય થઈ રહી છે. દિવાળી આવતાની સાથે સોસાયટીઓમાં મહિલાઓ કોઈને કોઈ બહાને આવી ચિટિંગ કરતી હોય છે. ત્યાં સુરતમાં કાપોદ્રા વિસ્તારમાં સોનાના નામે પિત્તળ પધરાવનાર એક મહિલા ઝડપાઈ છે. 3.14 લાખ કબજે, નકલી સોનું પણ તપાસ માટે કબજે લેવાયું છે. હાલ તો પોલીસ સમગ્ર મુદ્દે તપાસ ચલાવી રહી છે.

Aug 7, 2021, 09:32 PM IST