જે બોમ્બ આતંકવાદીઓને પણ માંડમાંડ મળે તે બોમ્બ ખેડૂતો ચણા-મમરાની જેમ વાપરે છે!

જિલ્લામા શેરડીની ખેતી જીવાદોરી સમાન છે. સૌથીમહત્વના પાક પૈકીએક માનવામાં આવે છે. આ ઉપરાંત બાગાયતી પાકો પણ મોટા પ્રમાણમાં થતા હોય છે. જો કે ખેતી કરવા માટે ખેડૂતોની સામે અનેક પડકારો ઉભા થાય છે. સુરત જિલ્લામાં હાલ પાકના ભાવ કરતા પણ વધારે મોટો પ્રાણપ્રશ્ન જંગલી ભૂંડોનો છે. જંગલી ભૂંડોના કારણે પાકમાં ખુબ જ નુકસાન થઇ રહ્યો છે. શેરડીના ઉભા પાકને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. શાકભાજી અને ફળોની ખેતી પર તેની સવિષેશ નુકસાન થાય છે. 

જે બોમ્બ આતંકવાદીઓને પણ માંડમાંડ મળે તે બોમ્બ ખેડૂતો ચણા-મમરાની જેમ વાપરે છે!

સુરત : જિલ્લામા શેરડીની ખેતી જીવાદોરી સમાન છે. સૌથીમહત્વના પાક પૈકીએક માનવામાં આવે છે. આ ઉપરાંત બાગાયતી પાકો પણ મોટા પ્રમાણમાં થતા હોય છે. જો કે ખેતી કરવા માટે ખેડૂતોની સામે અનેક પડકારો ઉભા થાય છે. સુરત જિલ્લામાં હાલ પાકના ભાવ કરતા પણ વધારે મોટો પ્રાણપ્રશ્ન જંગલી ભૂંડોનો છે. જંગલી ભૂંડોના કારણે પાકમાં ખુબ જ નુકસાન થઇ રહ્યો છે. શેરડીના ઉભા પાકને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. શાકભાજી અને ફળોની ખેતી પર તેની સવિષેશ નુકસાન થાય છે. 

દક્ષિણ ગુજરાતના અને ખાસ કરીને સુરત જિલ્લાના ખેડૂતો જંગલી ભુંડોથી ત્રાહીમામ પોકારી ચુક્યા છે. જેનાથી બચવા માટે હવે ખેડૂતો દ્વારા ભૂંડોને મારવા માટે જીલેટીન બોમ્બનો ઉપયોગ કરવામાં આવે છે. જેના માટે ખેડૂતો પાસેથી ભૂંડ મારનાર પાસેથી 2.50 લાખ રૂપિયા વસુલવામાં આવે છે. જો કે આ અંગે અધિકારીઓને કોઇ જ માહિતી નથી. જંગલી ભુંડોને કાબુમાં લેવાના અનેક પ્રયાસો થાય છે. જો કે ભુંડને કાબુમાં લેવા ખુબ જ મુશ્કેલ છે. 

જીલેટિનના બોમ્બ સિવાય ભુંડોનો ઉકેલ અશક્ય છે. જીલેટીનના બોમ્બને ભુંડ ખાય છે અને થોડા જ સમયમાં મોઢામાં જ બ્લાસ્ટ થાય છે. જેના કારણે બુંડનું મોત થાય છે. ખેડૂતોનું માનવું છે કે, આ સિવાય અન્ય કોઇ વિકલ્પ અમારી પાસે રહેતો નથી. જીલેટીન બોમ્બથી મારવા માટેનો કોન્ટ્રાક્ટ આપી દેવાય છે. જંગલી ભુંડની સંખ્યામાં ખુબ જ વધારો થઇ રહ્યો છે. છેલ્લા થોડા સમયથી સુરતના અનેક તાલુકાઓમાં ભુંડની મોટી સમસ્યાઓ સર્જાઇ રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news