સેંકડો વર્ષોથી આવતી પરંપરાનો થશે ભંગ, ચાલુ વર્ષે મહાશિવરાત્રીનો મેળો નહી યોજાય

શહેરમાં ચાલુ વર્ષે મહાશિવરાત્રી મેળો નહીં યોજાય, કોરોના સ્થિતીને લઈને સરકારની સુચનાથી વહીવટી તંત્ર દ્વારા મહાશિવરાત્રીનો મેળો નહીં યોજવા નિર્ણય લેવાયો છે. ચાલુ વર્ષે માત્ર સાધુ સંતો કોરોના નિર્દેશ મુજબ પરંપરા જાળવશે. મહાશિવરાત્રીની પરંપરા મુજબ ધ્વજારોહણ, રવાડી, શાહી સ્નાન વગેરે પરંપરાગત પૂજા વિધિ માત્ર સાધુ સંતો દ્વારા જ કરવામાં આવશે અને સામાન્ય જનતા માટે મેળામાં પ્રવેશબંધી રહેશે. 
સેંકડો વર્ષોથી આવતી પરંપરાનો થશે ભંગ, ચાલુ વર્ષે મહાશિવરાત્રીનો મેળો નહી યોજાય

સાગર ઠાકર/જૂનાગઢ : શહેરમાં ચાલુ વર્ષે મહાશિવરાત્રી મેળો નહીં યોજાય, કોરોના સ્થિતીને લઈને સરકારની સુચનાથી વહીવટી તંત્ર દ્વારા મહાશિવરાત્રીનો મેળો નહીં યોજવા નિર્ણય લેવાયો છે. ચાલુ વર્ષે માત્ર સાધુ સંતો કોરોના નિર્દેશ મુજબ પરંપરા જાળવશે. મહાશિવરાત્રીની પરંપરા મુજબ ધ્વજારોહણ, રવાડી, શાહી સ્નાન વગેરે પરંપરાગત પૂજા વિધિ માત્ર સાધુ સંતો દ્વારા જ કરવામાં આવશે અને સામાન્ય જનતા માટે મેળામાં પ્રવેશબંધી રહેશે. 

મહાશિવરાત્રીના મેળાને લઈને જીલ્લા કલેક્ટર કચેરી ખાતે વહીવટી તંત્ર, સાધુ સંતો અને પદાધિકારીઓ સાથેની એક ખાસ બેઠક યોજાઈ હતી જેમાં સર્વાનુમતે મેળો મુલ્તવી રાખવાનો નિર્ણય લેવાયો છે. દર વર્ષે મહા સુદ નોમ થી ચતુર્દશી સુધી જૂનાગઢની ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રી પર્વ ઉજવાય છે જે રાજ્યના મુખ્ય ઉત્સવો પૈકીનો એક મોટો ઉત્સવ છે. જેમાં દર વર્ષે 10 લાખથી વધુની સંખ્યામાં ભાવિકો આવતાં હોય છે.

ચાલુ વર્ષે કોરોના સ્થિતીમાં જો લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી પડે અને કોરોના સંક્રમણ ફેલાવાની સંભાવના હોય, સરકારની સુચનાથી જીલ્લા વહીવટી તંત્ર, સાધુ સંતો અને પદાધિકારીઓ દ્વારા સર્વાનુમતે મેળો મુલ્તવી રાખવાનો નિર્ણય લેવાયો છે. સાધુ સંતો દ્વારા જે પરંપરાગત પૂજા વિધિ માટે છુટ અપાઈ છે તેમાં પણ કોરોના નિર્દેશ મુજબ પરંપરાગત પૂજા વિધિ કરવામાં આવશે જેના માટે હવે સાધુસંતો દ્વારા પણ બેઠકોનો દૌર શરૂ થશે અને તંત્રને સાથે રાખી માત્ર સાધુ સંતો પરંપરા જાળવી રાખે અને લોકો ઘરે રહીને શિવરાત્રી મનાવે તેવી અપીલ કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news