Cold Wave : આજે ઉત્તરાયણ, વહેલી સવારથી જ ધાબા પર ચડી ગયા લોકો, હવામાન વિભાગની આગાહીથી રસિયાઓને પડી જશે મોજ

Uttarayan: આજે સમગ્ર ગુજરાતમાં હર્ષોલ્લાસથી ઉત્તરાયણનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. લોકો વહેલી સવારથી ધાબા  પર ચડેલા જોવા મળી રહ્યા છે. પવન પણ સારો હોવાથી પતંગ રસિયાઓ મોજમાં છે. હવામાન વિભાગે પણ એવી આગાહી કરી છે કે જે જાણીને લોકોને મજા પડી જશે. 

Cold Wave : આજે ઉત્તરાયણ, વહેલી સવારથી જ ધાબા પર ચડી ગયા લોકો, હવામાન વિભાગની આગાહીથી રસિયાઓને પડી જશે મોજ

સપના વ્યાસ, ઝી બ્યૂરો: આજે સમગ્ર ગુજરાતમાં હર્ષોલ્લાસથી ઉત્તરાયણનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. લોકો વહેલી સવારથી ધાબા  પર ચડેલા જોવા મળી રહ્યા છે. પવન પણ સારો હોવાથી પતંગ રસિયાઓ મોજમાં છે. હવામાન વિભાગે પણ એવી આગાહી કરી છે કે જે જાણીને લોકોને મજા પડી જશે. 

હવામાન ખાતાના જણાવ્યાં મુજબ આજે આખો દિવસ પવન સારો રહેશે. ઉત્તરાયણના દિવસે પવનની સાથે સાથે ઠંડી પણ પોતાનો ચમકારો બતાવશે અને લોકોને ધ્રુજાવશે. ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની સાથે સમગ્ર રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. કચ્છ માટે આજે કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે. 

અંબાલાલની આગાહી પણ જાણો
અત્રે જણાવવાનું કે ગુજરાતમાં આગામી 5 દિવસ ગાત્રો થીજવતી ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યના તમામ શહેરોમાં તાપમાનનો પારો 9થી 10 ડિગ્રી વચ્ચે રહેશે. ત્યારે ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાબાલ પટેલ દ્વારા એક મોટી આગાહી કરાઈ છે.

ગુજરાતના હવામાન આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે દેશના ઉત્તરીય પ્રદેશમાં ઠંડી વધી જતા ધીરે ધીરે ગુજરાતમાં પણ ઠંડી વધશે. આજથી ઉત્તરાયણનો પર્વ શરૂ થઈ રહ્યો છે, ત્યારે તારીખ 14, 15 અને 16માં ઠંડા પવનો ફુંકાશે. ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે પવન તો મઝા બગાડશે નહીં, પરંતુ આ દિવસે પવનનું જોર વધે તેવી પણ શક્યતા છે. જ્યારે રાજ્યના અલગ અલગ ભાગોમાં તા 17, 18 અને 19માં હવામાનમા પલટો આવવાની શક્યતા છે. તારીખ 20થી 25માં ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના વિસ્તારો, અમદાવાદ, ગાંધીનગર અને સૌરાષ્ટ્રમાં વાદળો આવવાની શક્યતા રહેશે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ઉ ગુજરાત, દ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે.

જુઓ લાઈવ ટીવી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news