Ahmedabad News: અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં લગ્નની લાલચ આપી વિધવા મહિલા સાથે દુષ્કર્મ અને લાખોની છેતરપિંડી આચરનાર રાહુલ પટેલ અને પિયુશ પટેલ નામના બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. હૈદરાબાદથી અમદાવાદ રહેવા આવેલી ૩૬ વર્ષીય વિધવા મહિલાને આરોપી રાહુલે ફેસબુક દ્વારા પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી હતી અને શહેરની અલગ-અલગ જગ્યાએ શારીરિક સંબંધો બાંધ્યા હતા. આટલું જ નહીં, આરોપીએ ધંધામાં રોકાણના બહાને મહિલા પાસેથી ઓનલાઈન અને રોકડ સ્વરૂપે કુલ ૧૯,૯૧,૦૦૦ રૂપિયા તેમજ ૧૬,૫૦,૦૦૦ની કિંમતના ૧૮ તોલા સોનાના દાગીના પડાવી લઈને મોટી છેતરપિંડી આચરી હતી.
Ahmedabad News: અમદાવાદમાં સોનાની ચોરીના કિસ્સાઓ વધ્યા છે. ખાડિયા પોલીસે એક એવી મહિલા ચોરની ધરપકડ કરી છે જે પોરબંદરમાં કપડાંની દુકાન ચલાવે છે અને અમદાવાદમાં ૩ મકાનોની માલિક છે. છતાં આ મહિલા જ્વેલરી શો-રૂમમાં ગ્રાહક બનીને જતી અને નજર ચૂકવી સોનાની બંગડીઓ ચોરી લેતી હતી.
Surat News: સુરતમાં ઘરકંકાસની એક ઘટનામાં સામૂહિક આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હોય એવી ઘટના સામે આવી છે. શહેરના ડભોલી વિસ્તારમાં આ ઘટના બની છે. રસોઈ બનાવવા જેવી નજીવી બાબતે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. પતિ સાથે ઝઘડો થતા પત્નીએ બંને દીકરીને ઝેર પીવડાવ્યું હતું. માતાએ બંને દીકરીને અનાજમાં નાખવાની ઝેરી દવા પીવડાવી હતી. ઝેરી દવા ગટગટાવતા મહિલાનું સારવાર દરમિયાન મોત થયું છે, જ્યારે બંને દીકરીઓ હાલ સ્મીમેર હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરાઈ છે.
Ahmedabad News: જૂની હાઈકોર્ટ પાસે આવેલ અમદાવાદ ગામ્ય કોર્ટની બુધવારે બપોરના કામગીરી ચાલતી હતી, ત્યારે સંકલન વિભાગના એક પીએસઆઈની પત્ની પોતાના છ મહિનાના માસૂમ બાળકને લઈને અચાનક કોર્ટ રૂમમાં પ્રવેશી હતી. તેણીએ સીધા જ ડાયસ પર જજ સાથે બેઠેલ યુવતીને સંબોધીને ગંભીર આક્ષેપ કર્યો કે, "સાહેબ, તમારી સાથે બોર્ડ પર બેઠેલી આ યુવતીનું મારા પતિ સાથે લફરું છે. આ યુવતી મારું ઘર બગાડી રહી છે." માત્ર આક્ષેપો જ નહીં, પરંતુ પત્નીએ પૂરતી તૈયારી સાથે આવીને જજ સમક્ષ પુરાવાઓનો ઢગલો કરી દીધો હતો.
Z 24 kalak exclusive talk with victim of the slapping incident by a policeman in Ahmedabad
શું બહેન ગાળો બોલ્યા હતા? જાણો કોણે આક્ષેપ કર્યો, લાફો મારનારા પોલીસકર્મી પર શું કાર્યવાહી થઈ તે ખાસ જાણો.
Video of Ahmedabad policeman slapping woman goes viral
એક ઓફિસમાં ભાગીદાર દ્વારા એક મહિલાને અમાનવીય રીતે માર મારવાના હૃદયદ્રાવક CCTV ફૂટેજ સામે આવ્યા છે. પોલીસે CCTV ફૂટેજ અને પીડિત મહિલાની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.
Rajkot Video Viral: રાજકોટના શિતલપાર્ક નજીક ધ સ્પાયર-2 બિલ્ડિંગમાં ઓફિસમાં મહિલાને માર મારતા CCTV ફૂટેજ સામે આવ્યા છે. મહિલાએ ધંધામાં ધ્યાન આપવાનું કહેતા ભાગીદાર મૌલિક નાદપરા નામના યુવકે ખુરસી પર ગળું દબાવી આડેધડ ઢીંક-મુક્કા માર્યાં હતાં.
Ahmdabad News: AMTSના ડ્રાઈવરના પ્રેમમાં મહિલાએ હદ વટાવી. સ્પેશિયલ ચાઈલ્ડની આંખો સામે માતા પ્રેમી સાથે રંગરેલિયા કરતી પકડાઈ. હોટલમાં મહિલા સાથે કઢંગી હાલતમાં ઝડપાયેલા ડ્રાઈવરને લોકોએ સબક શીખવ્યો
Ahmdabad News: આમ તો પુરુષ, પતિ કે પ્રેમી પ્રેમિકા પત્ની કે મહિલા એસિડ એટક કર્યા ના કિસ્સા તમે સાંભળ્યા હશે પણ અમદાવાદ ના સેટેલાઇટ માં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે જેમાં પત્ની એ પતિના ગુપ્તાંગ પર એસિડ એટેક કર્યા નો કિસ્સો સામે આવ્યો છે. સેટેલાઇટ પોલીસે પત્ની વિરૂધ્ધ ફરિયાદ નોંધીને ધરપકડ કરી છે.
વડોદરાના સુરસાગર વિસ્તારની આ ઘટના છે. જ્યાં પાણીપૂરી વાળાએ માત્ર બે પૂરી ઓછી આપી તો મહિલાને તો એવો ગુસ્સો આવ્યો કે રોડ વચ્ચે બેસી ટ્રાફિકજામ કરી દીધો.
Panchmahal Godhara Woman Viral Video: પંચમહાલના ગોધરામાં મહિલાની દાદાગીરીનો વીડિયો આવ્યો સામે. શ્રમિક ગર્ભવતી મહિલાને માર મારવાનો વીડિયો આવ્યા સામે. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠાં થયા. માથાભારે મહિલાના ચૂંગલમાંથી મહિલાને છોડાવી. મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી. સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ.
Panchmahal Godhara Woman viral video
માતાની લાશને વળગી રહી દીકરી....17 સેકન્ડના આ Video એ કઠણ કાળજાવાળા લોકોને પણ હચમચાવી નાખ્યા. અમદાવાદના રિવરફ્રન્ટની ઘટના.
woman who attempted suicide died in Jashodanagar Ahmedabad
Two-nurses-from-Umreth: ઉમરેઠ શહેરની વેદ હોસ્પિટલની બે મહિલા નર્સોએ કોઈ પણ ડિગ્રી ના હોવા છતાં નડિયાદની એક પરિણીતાનો રહેણાંક મકાનમાં દવાખાના જેવી રૂમમાં ગેરકાયદે ગર્ભપાત કરી ગર્ભાશયમાં ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચાડી હોવાની ઉમરેઠ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ઉમરેઠ પોલીસે બંને નર્સ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Woman Viral video from Chhattisgarh will shock you watch here
How police saved a woman who going to end her life watch video
181 Abhayam team: 181 અભયમ ટીમે મહિલાની પજવણી કરનાર પુરુષ પાસે લેખિતમાં માફી મગાવી. મેડિકલ સ્ટોર ચલાવીને ગુજરાન ચલાવતી મહિલાએ અજાણ્યા પુરુષની પજવણીથી કંટાળી 181 અભયમ મહિલા હેલ્પલાઈનની મદદ મેળવી. પોતાની 18 વર્ષની દીકરી સામે શરમમાં મુકાયેલા પુરુષે મહિલાને ફરીથી હેરાન ન કરવાની બાંહેધરી આપી.
છેલ્લા 3 વર્ષમાં એકના એક સાપે આ મહિલાને 7 વખત ડંખ માર્યો છે. મહિલાને સાતમી વખત જિલ્લા હોસ્પિટલમાં ભર્તી કરવામાં આવી છે. સાપના ડંખ માર્યા પછી પણ મહિલાની તબિયત દર વખતે એકદમ સ્વસ્થ થઇ જાય છે
Surat News: 34 વર્ષીય ત્યક્તાની 09 વર્ષીય પુત્રીને 19 વર્ષીય બીજા પતિએ મોબાઈલ ફોનમાં અશ્લીલ વિડીયો બતાવી છેડતી કર્યાની ફરિયાદ લીંબાયત પોલીસ મથકે નોંધાઈ હતી. પોતાની પુત્રીને અડપલાં કરનાર બીજા પતિ વિરૂદ્ધ મહિલાની ફરિયાદને પગલે પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી હતી.