વડોદરામાં ભાજપના કોર્પોરેટરને જ કૂતરુ કરડ્યુ, તંત્રની ખસીકરણના દાવાની પોલ ખુલ્લી પડી
Trending Photos
રવિ અગ્રવાલ/વડોદરા :રખડતા ઢોરોનો આંતક દિવસેને દિવસે વધી રહ્યો છે. હવે પરિસ્થિતિ એવી બની છે કે, રાજ્યના કેટલાક રસ્તાઓ પર માણસો કરતા ઢોરોનો અડીંગો વધારે હોય છે. આવામાં રખડતા ઢોર એટેક કરી દે તેવી ઘટનાઓ સામે આવી રહી છે. વડોદરામાં રસ્તે રખડતાં ઢોરો બાદ રસ્તે રખડતાં કૂતરાઓનો ત્રાસ વધી રહ્યો છે. ત્યારે વડોદરામાં ભાજપના જ મહિલા કોર્પોરેટરને કૂતરુ કરડવાની ઘટના સામે આવી છે.
શરદ પૂનમના ગરબા રમી પરત ફરતાં ભાજપના મહિલા કોર્પોરેટરને કૂતરું કરડ્યુ છે. વડોદરાના વોર્ડ નંબર 13 ના કોર્પોરેટર જ્યોતિબેન પટેલ બુધવારની રાતે પોતાના ટુ વ્હીલર પર દીકરી સાથે ઘરે આવી રહ્યા હતા. તેઓ ગરબા રમીને પરત ફરી રહ્યા હતા ત્યારે શિયાબાગ વિસ્તાર પાસે એક સાથે 20 કૂતરાઓ તેમની ગાડી પર તૂટી પડ્યા હતા. કૂતરાઓ તેમની ગાડીને ઘેરી વળતા જ તેઓ ડરી ગયા હતા. આ બાદ જ્યોતિબેન પટેલને પગમાં એડીના ભાગે કૂતરાએ બે બચકા ભર્યા હતા. જેથી તેમને હોસ્પિટલમાં સારવાર લેવી પડી છે.
ત્યારે આ વચ્ચે મહિલા કોર્પોરેટરે સ્વીકાર્ય કર્યો કે, વડોદરામાં રખડતાં કૂતરાઓનો ત્રાસ વધ્યો છે. ઠંડીમાં કૂતરાઓનો ત્રાસ વધી જતા હોય છે, કૂતરાઓ અચાનક પાછળથી દોડી આવે છે, જેથી આવી ઘટનાઓ વધુ બનતી હોય છે.
ઉલ્લેખનીય છે કે, પાલિકા દર વર્ષે કૂતરાઓના ખસીકરણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, છતાં શહેરમાં કૂતરાઓનો ત્રાસ એવોનો એવો છે. લોકોને રસ્તા પરથી પસાર થતા કૂતરાઓ દેખાય છે, પરંતુ પાલિકાને કેમ આ રખડતા ઢોર દેખાતા નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે